બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અમેરિકન પતિની છેલ્લી ઈચ્છા પૂરી કરવા જાપાની પત્ની બાગેશ્વર પહોંચી, સરયૂમાં અસ્થિ વિસર્જન

નેશનલ / અમેરિકન પતિની છેલ્લી ઈચ્છા પૂરી કરવા જાપાની પત્ની બાગેશ્વર પહોંચી, સરયૂમાં અસ્થિ વિસર્જન

Published By: Jinal Chauhan

Last Updated: 11:30 AM, 11 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાપાનથી હજારો કિલોમીટર દૂરથી એક મહિલા પોતાના દિવંગત પતિની છેલ્લી ઈચ્છા પૂરી કરવા બાગેશ્વર પહોંચી. સરયૂ અને ગોમતીના પવિત્ર સંગમ પર તેણે પતિની અસ્થિઓનું વિધિપૂર્વક વિસર્જન કર્યું.

જાપાનથી એક મહિલા પોતાના દિવંગત અમેરિકન પતિની છેલ્લી ઈચ્છા પૂરી કરવા હજારો કિલોમીટર દૂર આવી પહોંચી.પતિની અસ્થિઓ લઈને તે બાગેશ્વર પહોંચી અને સરયૂની પવિત્ર ધારાામાં હિંદુ રીતિ-રિવાજ મુજબ વિસર્જન કર્યું. પતિ સાથે વર્ષો પહેલાં જોડાયેલી આ પવિત્ર ધરતી પર પત્નીએ તેમને ભાવુક અંતિમ વિદાય આપી.

જાપાનમાં થઈ હતી બંનેની પહેલી મુલાકાત

રોબર્ટ કેટલેટ અમેરિકામાં જન્મ્યા હતા જ્યારે મિયાકો જાપાનની અંગ્રેજી પ્રોફેસર છે. બંનેની મુલાકાત વર્ષ 2005માં જાપાનમાં યોજાયેલા એક સાધના શિબિર દરમિયાન થઈ હતી. પહેલી મુલાકાત બાદ બંને વચ્ચે ધીમે ધીમે નજીકનો સંબંધ બન્યો. તેમના સંબંધમાં માત્ર જીવનસાથી તરીકેનું જોડાણ જ નહોતું પરંતુ આધ્યાત્મિકતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો રસ પણ બંનેને એકબીજાની નજીક લાવતો ગયો. સમય જતાં બંનેએ લગ્ન કર્યા અને જાપાનમાં સાથે જીવન વિતાવ્યું.

2007માં બાગેશ્વર આવ્યા હતા રોબર્ટ

વર્ષ 2007માં રોબર્ટ અને મિયાકો બાગેશ્વર આવ્યા હતા. અહીંની શાંત વાદીઓ સરયૂ અને ગોમતીનો સંગમ તથા આધ્યાત્મિક વાતાવરણ રોબર્ટના મનમાં ઊંડી છાપ છોડી ગયા. આ મુલાકાત બાદ બાગેશ્વર તેમના માટે માત્ર ફરવા માટેની જગ્યા રહી નહોતી. આ સ્થળ સાથે તેમનું ભાવનાત્મક જોડાણ બની ગયું હતું. જીવન આગળ વધ્યું અને બંને પોતાના જીવનમાં વ્યસ્ત રહ્યા પરંતુ બાગેશ્વરની યાદ રોબર્ટના મનમાં હંમેશા રહી.

2022માં રોબર્ટનું થયું નિધન

વર્ષ 2022માં ગંભીર બીમારીના કારણે રોબર્ટ કેટલેટનું નિધન થયું. જીવનસાથીને ગુમાવ્યા બાદ મિયાકો માટે આ ખૂબ જ મુશ્કેલ સમય હતો. જોકે આ દુઃખ વચ્ચે પણ તેમને રોબર્ટની બાગેશ્વર સાથે જોડાયેલી છેલ્લી ઈચ્છા યાદ રહી. મિયાકોએ પતિની અસ્થિઓ સાચવી રાખી અને તેમની અંતિમ ઈચ્છા પૂરી કરવાનો નિર્ણય કર્યો. લગભગ ચાર વર્ષ બાદ તે પતિની અસ્થિઓ લઈને બાગેશ્વર પહોંચી.

vtv app promotion

આ પણ વાંચોઃ માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે, વધશે કેન્દ્રનો પાવર

વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અસ્થિઓનું વિસર્જન

મિયાકો બાગેશ્વરના સમણ મંદિર બિલૌના પહોંચી હતી. અહીં તેમના પારિવારિક પૂજારીની હાજરીમાં ધાર્મિક વિધિ કરવામાં આવી. વૈદિક મંત્રોચ્ચાર સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી. ત્યારબાદ મિયાકોએ રોબર્ટની અસ્થિઓ સરયૂની પવિત્ર ધારાામાં વિસર્જિત કરી. આ દરમિયાન સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું. વર્ષો પહેલા જે સ્થળ સાથે રોબર્ટનું ભાવનાત્મક જોડાણ બન્યું હતું ત્યાં જ તેમની અંતિમ ઈચ્છા પૂરી થઈ.

સરયૂમાં વિલીન થઈ અસ્થિઓ તો આંખોમાં આવી ગયા આંસુ

અસ્થિ વિસર્જન દરમિયાન મિયાકોના ચહેરા પર પતિને ગુમાવવાનું દુઃખ સ્પષ્ટ જોવા મળ્યું. એક તરફ જીવનસાથીને અંતિમ વિદાય આપવાની પીડા હતી તો બીજી તરફ તેમની છેલ્લી ઈચ્છા પૂરી કરવાનો સંતોષ પણ હતો. સરયૂની ધારાામાં અસ્થિઓ વિસર્જિત થયા બાદ તેમની વર્ષો જૂની જવાબદારી પૂર્ણ થઈ. આ ઘટના માત્ર એક ધાર્મિક વિધિ નહોતી પરંતુ જીવનસાથી પ્રત્યેના પ્રેમ અને વચનનું ઉદાહરણ પણ બની. જાપાનથી બાગેશ્વર સુધીની મિયાકોની આ સફરે બતાવ્યું કે સાચા પ્રેમમાં અંતર અને દેશની સીમાઓ પણ નાની પડી જાય છે.

અમેરિકા, જાપાન અને બાગેશ્વરને જોડતી પ્રેમકથા

રોબર્ટ અમેરિકામાં જન્મ્યા હતા અને મિયાકો જાપાનની રહેવાસી છે. બંનેની મુલાકાત જાપાનમાં થઈ હતી અને ત્યારબાદ બંને જીવનસાથી બન્યા. આ સંબંધમાં બાગેશ્વર એક મહત્વની કડી બની ગયું. વર્ષ 2007ની મુલાકાત બાદ રોબર્ટના મનમાં આ સ્થળ માટે ખાસ લાગણી ઊભી થઈ હતી. તેમના નિધન બાદ પણ આ લાગણી તેમની છેલ્લી ઈચ્છાના રૂપમાં જીવંત રહી. મિયાકોએ વર્ષો સુધી આ ઈચ્છાને યાદ રાખી અને અંતે બાગેશ્વર આવીને તેને પૂર્ણ કરી. સરયૂની પવિત્ર ધારાામાં થયેલું અસ્થિ વિસર્જન આ પ્રેમકથાનો એવો અધ્યાય બની ગયો જેને મિયાકો અને તેમના પરિવાર માટે હંમેશા યાદ રાખવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Miyako Ketlett Bageshwar Robert Ketlett

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ