ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ દુ*ષ્કર્મ કેસમાં મોટો ખુલાસો! સિક્યુરિટી કંપનીનું લાઇસન્સ એક્સપાયર, માલિક સામે ગુનો

અમદાવાદ / અમદાવાદ દુ*ષ્કર્મ કેસમાં મોટો ખુલાસો! સિક્યુરિટી કંપનીનું લાઇસન્સ એક્સપાયર, માલિક સામે ગુનો

Published By: Vishal Khamar

Last Updated: 11:31 AM, 11 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના જોધપુર ગામ દુષ્કર્મ કેસમાં સિક્યુરિટી કંપનીની બેદરકારી સામે આવી. PSARA લાઇસન્સ 5 એપ્રિલે એક્સપાયર થયું હતું અને ગાર્ડને જરૂરી ટ્રેનિંગ પણ અપાયું નહોતું.

ADVERTISEMENT

અમદાવાદના જોધપુર ગામના ફ્લેટમાં યુવતી સાથે દુષ્કર્મના કેસમાં સિક્યુરિટી ગાર્ડની ધરપકડ બાદ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી જે સિક્યુરિટી કંપનીમાં કામ કરતો હતો તેનું PSARA લાઇસન્સ 5 એપ્રિલ, 2026ના રોજ એક્સપાયર થઈ ગયું હતું. કંપનીના માલિકે લાઇસન્સ રીન્યુ કરાવવા માટે કોઈ પ્રક્રિયા પણ કરી નહોતી. આ મામલે આનંદનગર પોલીસે કંપનીના માલિક રામપ્રકાશ તિવારી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આરોપી માત્ર 4 દિવસ પહેલાં જ નોકરી પર લાગ્યો હતો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દુષ્કર્મના આરોપી ધર્મસિંહને સિક્યુરિટી કંપનીમાં નોકરી પર લાગ્યાને માત્ર ચાર દિવસ જ થયા હતા. કંપની તરફથી તેને જરૂરી ટ્રેનિંગ પણ આપવામાં આવી નહોતી. આ મામલે પોલીસે એ વન સિક્યુરિટી કંપનીના માલિક રામપ્રકાશ તિવારીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસે કંપનીના લાઇસન્સ સહિત જરૂરી દસ્તાવેજોની પણ તપાસ કરી હતી.

5 એપ્રિલથી લાઇસન્સ એક્સપાયર, રીન્યુ માટે કાર્યવાહી નહીં

રામપ્રકાશ તિવારી વર્ષ 2015થી સિક્યુરિટી કંપની ચલાવે છે. કંપનીનું લાઇસન્સ વર્ષ 2021માં રીન્યુ કરાવવામાં આવ્યું હતું અને તેની માન્યતા 5 એપ્રિલ, 2026 સુધીની હતી. જોકે, 5 એપ્રિલ બાદ કંપનીનું લાઇસન્સ એક્સપાયર થઈ ગયું હોવા છતાં તેને રીન્યુ કરાવવા માટે કંપની તરફથી કોઈ પ્રક્રિયા કરવામાં આવી નહોતી. પોલીસે કંપનીની આ બેદરકારીને ધ્યાનમાં રાખીને માલિક રામપ્રકાશ તિવારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સિક્યુરિટી એજન્સી માટે PSARA લાઇસન્સ ફરજિયાત

ખાનગી સિક્યુરિટી એજન્સીઓ માટે PSARA (Private Security Agencies Regulation Act) હેઠળ લાઇસન્સ મેળવવું અને તેની સમયસર રીન્યુઅલ કરાવવું જરૂરી છે. આ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડની ભરતી અને તાલીમને લઈને પણ નિયમોનું પાલન કરવાનું હોય છે.

સિક્યુરિટી એજન્સી અને ગાર્ડ માટેના મુખ્ય નિયમો

  • સિક્યુરિટી કંપની પાસે માન્ય PSARA લાઇસન્સ હોવું જરૂરી છે.
  • કંપનીનું જરૂરી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
  • સિક્યુરિટી ગાર્ડને ફરજ પર મૂકતા પહેલાં જરૂરી તાલીમ આપવી જરૂરી છે.
  • ગાર્ડનું પોલીસ વેરિફિકેશન અને કેરેક્ટર સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે.
  • હથિયારધારી ગાર્ડ માટે જરૂરી આર્મ્સ લાઇસન્સ હોવું ફરજિયાત છે.
  • અમદાવાદમાં મોટી સંખ્યામાં સિક્યુરિટી ગાર્ડ, છતાં દેખરેખનો અભાવ

મળતી માહિતી મુજબ ગુજરાતમાં અંદાજે 2,500 જેટલી ખાનગી સિક્યુરિટી એજન્સીઓ કાર્યરત છે, જ્યારે અમદાવાદમાં આ સંખ્યા આશરે 600થી 800 વચ્ચે હોવાનું જણાવાય છે.

રાજ્યમાં અંદાજે 5થી 6 લાખ સિક્યુરિટી ગાર્ડ, જ્યારે અમદાવાદમાં આશરે 1.50 લાખ ગાર્ડ વિવિધ સ્થળોએ ફરજ બજાવે છે. બિનહથિયારધારી સિક્યુરિટી ગાર્ડ સામાન્ય રીતે સોસાયટી, મોલ અને ઓફિસમાં તહેનાત હોય છે, જ્યારે હથિયારધારી ગાર્ડ બેંકની કેશ વાન અને જ્વેલરી શોરૂમ જેવા સ્થળોએ ફરજ બજાવતા હોય છે. બિનહથિયારધારી ગાર્ડને સામાન્ય રીતે રૂ.13થી 18 હજાર અને હથિયારધારી ગાર્ડને રૂ.22થી 28 હજાર સુધીનો પગાર મળતો હોવાનું જણાવાય છે.

આ પણ વાંચોઃ 8 વાગ્યા સુધીમાં 55 તાલુકામાં વરસાદ, અમદાવાદ સહિત 4 જિલ્લામાં આજે મેઘતાંડવ

મોટી સંખ્યામાં સિક્યુરિટી ગાર્ડ ખાનગી સંસ્થાઓ અને રહેણાંક વિસ્તારોમાં ફરજ બજાવતા હોવા છતાં તેમની ભરતી, પોલીસ વેરિફિકેશન, તાલીમ અને કામગીરી પર પૂરતી દેખરેખ રાખવામાં આવે છે કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે. જોધપુર ગામના દુષ્કર્મ કેસમાં આરોપી ગાર્ડની ભરતી બાદ કંપનીના લાઇસન્સ અને તાલીમ સંબંધિત બેદરકારી સામે આવતા હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PSARA licence expired security company negligence Ahmedabad Jodhpur rape case

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ