બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 8 વાગ્યા સુધીમાં 55 તાલુકામાં વરસાદ, અમદાવાદ સહિત 4 જિલ્લામાં આજે મેઘતાંડવ

photo-story

8 ફોટો ગેલેરી

Ahmedabad Rain / 8 વાગ્યા સુધીમાં 55 તાલુકામાં વરસાદ, અમદાવાદ સહિત 4 જિલ્લામાં આજે મેઘતાંડવ

Last Updated: 10:55 AM, 11 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. ત્રણ કલાકમાં કઠવાડામાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.

1/8

photoStories-logo

1. અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ

અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. નવરંગપુરા, નારણપુરા, યુનિવર્સિટી, પાલડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જ્યારે કઠવાડામાં માત્ર ત્રણ કલાકમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ હંસપુરા, ઓઢવ, નિકોલ અને વસ્ત્રાલ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. સવારના સમયે વરસાદ શરૂ થતાં નોકરી, કોલેજ અને શાળાએ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક માર્ગો પર વાહનચાલકોની અવરજવર ધીમી પડતાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. વહેલી સવારથી જ અનેક વિસ્તારમાં વરસાદ

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શહેરના ઈસ્કોન, પ્રહલાદનગર અને બોડકદેવ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત એસજી હાઈવે અને સરખેજ વિસ્તારમાં પણ વરસાદે જોર પકડ્યું હતું. સતત વરસાદના કારણે અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા, જેના પગલે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં વરસાદી માહોલને પગલે ઠંડક પ્રસરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ગોધરા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા છે, જ્યારે વિવિધ સોસાયટીઓના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં મુશ્કેલી વધી છે અને સતત વરસાદને પગલે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ગાંધીનગરમાં મેઘમહેર, શહેરથી ગ્રામ્ય વિસ્તારો સુધી વરસાદ

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. બીજી તરફ, લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. વરસાદને કારણે ખેતીના પાકને ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. મહીસાગર જિલ્લામાં ફરી વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લુણાવાડા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જ્યારે વીરપુર, કડાણા, ખાનપુર અને કોઠંબા પંથકમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. થોડા સમયના વિરામ બાદ ફરી વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદના કારણે ખેતરોમાં ઉભેલા ડાંગરના પાકને નવજીવન મળવાની આશા ખેડૂતોમાં જાગી છે. સમયસર વરસાદ થતાં ખેતી માટે પણ અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. રાજ્યમાં ફરી છવાયો વરસાદી માહોલ

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા બે કલાક દરમિયાન વરસાદ નોંધાયો છે. મળતી માહિતી મુજબ, માત્ર બે કલાકમાં જ રાજ્યના 55 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ બાલાસિનોરમાં દોઢ ઈંચ નોંધાયો છે, જ્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. અનેક તાલુકામાં નોંધાયો વરસાદ

ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન રાજ્યના વિવિધ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. મળતી માહિતી મુજબ, બાલાસિનોરમાં 1.30 ઈંચ, ગોધરમાં 1.26 ઈંચ અને દેહગામમાં 1.06 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગોધરા, લુણાવાડા, કોઠંબા અને કપડવંજમાં પોણો ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે બાયડ, મોરવા હડફ, વાંસદા અને શહેરામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ 55 તાલુકામાં વરસાદ નોંધાતા આગામી કલાકોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. ગાંધીનગરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ

ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર અસર જોવા મળી હતી. દહેગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર બે કલાકમાં અંદાજે દોઢ ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના વૈભવ કોમ્પ્લેક્સ અને અમીન કોમ્પ્લેક્સ વિસ્તારમાં પણ જળભરાવની સ્થિતિ સર્જાઈ હતી. ઉપરાંત મોડાસા રોડ, પૂર્ણિમા ઢાળી અને નેહરુ ચોકડી નજીક રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને અવરજવરમાં હાલાકી પડી હતી. ટૂંકા ગાળામાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Weather Ahmedabad Rain Heavy Rain in Ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ