બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના મુખ્ય માર્ગોની સફાઈ હવે વધુ ઝડપી બનશે, 8.70 કરોડના ખર્ચે 10 વેક્યુમ સ્વીપિંગ મશીનો ખરીદાશે

પગલું / અમદાવાદના મુખ્ય માર્ગોની સફાઈ હવે વધુ ઝડપી બનશે, 8.70 કરોડના ખર્ચે 10 વેક્યુમ સ્વીપિંગ મશીનો ખરીદાશે

Published By: Hiralal Parmar

Last Updated: 02:50 PM, 11 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં જાહેર રસ્તાઓને ચોખ્ખા કરવા માટે મનપાએ એક મહત્વનું આયોજન કર્યું છે.

શહેરના જાહેર, મોડલ તથા મુખ્ય માર્ગોની સફાઈ કામગીરીને વધુ આધુનિક, અસરકારક અને ઝડપી બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્ત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ વર્કશોપ ખાતા મારફતે શહેરના રસ્તાઓ પરથી ધૂળ અને કચરો દૂર કરવા માટે કુલ ૧૦ ટ્રક માઉન્ટેડ રોડ વેક્યુમ સ્વીપિંગ મશીનો ખરીદવામાં આવશે. આ મશીનોના ઉપયોગથી માર્ગોની મિકેનાઈઝ્ડ પદ્ધતિથી દૈનિક સફાઈ કરવામાં આવશે.

10 મશીનો ખરીદવામાં આવશે

એએમસી દ્વારા કુલ 10 મશીનોની ખરીદી માટે અંદાજે રૂ. 8.70 કરોડ ઉપરાંત ૧૮ ટકા જીએસટીનો ખર્ચ થવાનો છે એટલે પ્રતિમશીનની કિંમત રૂ. ૮૭ લાખ ઉપરાંત ૧૮ ટકા જીએસટી રહેશે. દરેક મશીન દ્વારા દૈનિક આઠ કલાકની શિફ્ટમાં નિયત કરાયેલા મુખ્ય અને મોડલ માર્ગોની સફાઈ કરવામાં આવશે. વેક્યુમ ટેક્નોલોજીના ઉપયોગથી ટ્રાફિકને અડચણરૂપ બન્યા વિના ઝડપી સફાઈ કરવાનો હેતુ છે.

નિષ્ણાત એજન્સી મારફતે સંચાલન

મશીનોની ખરીદી સાથે આગામી પાંચ વર્ષ સુધી તેના સંચાલન, રિપેરિંગ અને જાળવણીની કામગીરી નિષ્ણાત એજન્સી મારફતે કરાવવામાં આવશે. પ્રથમ વર્ષના વોરંટી સમયગાળા દરમિયાન ઓપરેશન અને મેન્ટેનન્સ માટે પ્રતિમશીન, પ્રતિ આઠ કલાકની શિફ્ટ રૂ. 13000નો દર રહેશે, જ્યારે પ્રથમ વર્ષ બાદ આ દર વધીને પ્રતિમશીન, પ્રતિશિફ્ટ રૂ. 13,500 થશે.

મુખ્ય માર્ગોની સફાઈ વધુ ઝડપી બનશે

આ મશીનો કાર્યરત થયા બાદ શહેરના મુખ્ય માર્ગોની સફાઈ વધુ ઝડપી બનવાની સાથે ધૂળ અને કચરાનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળશે. મેન્યુઅલ સફાઈની તુલનામાં મિકેનાઈઝ્ડ સફાઈથી શહેરને વધુ સ્વચ્છ અને ધૂળમુક્ત રાખવાની એએમસીની કામગીરીને વેગ મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News ahmedabad news Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ