બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 12 ઓગસ્ટે કર્ક રાશિમાં સૂર્યગ્રહણ! આ 5 ભૂલો ભૂલથી પણ ન કરતા

photo-story

6 ફોટો ગેલેરી

Surya Grahan 2026 / 12 ઓગસ્ટે કર્ક રાશિમાં સૂર્યગ્રહણ! આ 5 ભૂલો ભૂલથી પણ ન કરતા

Last Updated: 02:31 PM, 11 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Surya Grahan 2026: 12મી ઓગસ્ટે થનારું સૂર્યગ્રહણ કર્ક રાશિના જાતકોના જીવનમાં આગામી 30 દિવસો દરમિયાન મોટા ફેરફારો લાવશે? આવો જાણીએ કે સૂર્યગ્રહણ દરમિયાન કઈ ભૂલોથી સાવચેત રહેવાની જરૂર છે.

1/6

photoStories-logo

1. સૂર્યગ્રહણનો સૂતક કાળ

દ્રિક પંચાંગ અનુસાર, આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ જે સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે, તે 12 ઓગસ્ટના રોજ થવાનું છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યગ્રહણને અત્યંત સંવેદનશીલ અને પ્રભાવશાળી ખગોળીય ઘટના માનવામાં આવે છે. જોકે, આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી અહીં 'સૂતક' કાળ લાગુ પડશે નહીં. જ્યોતિષીઓના મતે, આ ગ્રહણ કર્ક રાશિ અને આશ્લેષા નક્ષત્રમાં થશે.જ્યોતિષીઓ માને છે કે ગ્રહણની અસર લગભગ એક મહિના સુધી રહે છે; તેથી, કર્ક રાશિના જાતકોને આગામી એક મહિના દરમિયાન સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. આવો હવે જાણીએ કે કર્ક રાશિ પર તેની શું અસર પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કરિયર અને કાર્યક્ષેત્ર

કામકાજના સ્થળે તમારી જવાબદારીઓમાં અચાનક વધારો થઈ શકે છે. તમારા કામની ઝીણવટભરી દેખાશે, જેનાથી તમને તમારી નેતૃત્વ ક્ષમતા સાબિત કરવાની તક મળશે. જો તમે હોદ્દા કે ભૂમિકામાં ફેરફાર કરવા ઈચ્છતા હોય, તો તે માટેની તકો ઊભી થશે. સાવચેતી રાખો કે, કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ કે ઉપરી અધિકારીઓ સાથે દલીલબાજી કરવાનું ટાળો. નોકરી છોડવાનો ઉતાવળિયો નિર્ણય ન લો. કોઈપણ નવું પગલું માત્ર યોગ્ય આયોજન કર્યા પછી જ ભરો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. વ્યક્તિગત ઓળખ અને આત્મવિશ્વાસ

તમારા પ્રથમ ભાવમાં ગ્રહણ થવાને કારણે, તમારી માનસિકતા, સ્વ-છબી અને વ્યક્તિત્વમાં નોંધપાત્ર ફેરફારો આવશે. તમે એવી ભૂમિકાઓ કે જવાબદારીઓમાંથી બહાર આવી શકો છો જે તમે માત્ર અન્યને ખુશ કરવા માટે નિભાવી રહ્યા હતા. સાવચેતી રાખો કે, માનસિક મૂંઝવણ કે ગેરમાર્ગે દોરતા વિચારોથી બચો. તમારી લાઇફ સ્ટાઇલ કે ઓળખમાં આમૂલ પરિવર્તન લાવવા માટે કોઈ ઉતાવળિયો નિર્ણય ન લો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આર્થિક સ્થિત અને ધન

ગ્રહણ દરમિયાન, દેવ ગુરુ બૃહસ્પતિ ગણાતા ગુરુ ગ્રહ તમારી રાશિમાં બિરાજમાન રહેશે. જેનાથી તમને અણધાર્યો આર્થિક લાભ અને આવક ઊભી કરવાના નવા વિચારો મળી શકે છે. જોકે, આ સમયગાળા દરમિયાન નાણાકીય વ્યવહારો બાબતે તમારે વિશેષ સાવચેતી રાખવી પડશે. તેથી સાવચેતી ગ્રહણના સમયની આસપાસ મિલકત, શેરબજાર અથવા મોટા રોકાણોને લગતા નિર્ણયો લેવાનું ટાળો. આવેશમાં આવીને કે લાગણીશીલ થઈને કોઈને પણ નાણાં ઉધાર આપવાનું ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. પારિવારિક અને દાંપત્ય જીવન

કર્ક એ ચંદ્ર દ્વારા સંચાલિત જળ તત્વની રાશિ છે. ગ્રહણની અસરને કારણે પારિવારિક બાબતો અને સંબંધોને લગતા લાંબા સમયથી દબાયેલા મુદ્દાઓ કે મતભેદો સપાટી પર આવી શકે છે. તમારા દાંપત્ય જીવનમાં જીવનસાથી સાથે ખુલ્લો સંવાદ જાળવી રાખવો અત્યંત મહત્વપૂર્ણ રહેશે.સાવચેતી રાખો કે, કઠોર શબ્દોનો પ્રયોગ કરવાનું ટાળો. તમારા વિચારો લાદવાને બદલે, સામેની વ્યક્તિનો દ્રષ્ટિકોણ સમજવાનો પ્રયાસ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. હેલ્થ અને માનસિક સ્થિતિ

પ્રથમ ભાવમાં સૂર્યગ્રહણ થવાથી શારીરિક ઊર્જામાં થોડો ઘટાડો થઈ શકે છે અથવા મિજાજમાં બદલાવ આવી શકે છે. તમને ઊંઘનો અભાવ, માથાનો દુખાવો અથવા ચીડિયાપણું અનુભવાઈ શકે છે. સાવચેતી રાખો કે, ગ્રહણ દરમિયાન પૂરતો આરામ કરો, ધ્યાન કરો અને યોગ કરો. તમારા આહાર પર વિશેષ ધ્યાન આપો. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

surya grahan 2026 precautions cancer kark zodiac impact
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ