ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ‘સ્વચ્છતા નહીં હોય તો નવી ગ્રાન્ટ નહીં મળે’ CMની કડક ચેતવણી, RCC રોડ પર ભાર
Last Updated: 01:12 PM, 11 August 2026
ADVERTISEMENT
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ચોમાસામાં અમદાવાદ સહિતના શહેરોમાં ભારે વરસાદ બાદ સર્જાતી જળભરાવ અને ભૂવાની સમસ્યા અંગે મુખ્યમંત્રીએ વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. અમદાવાદ સહિતના શહેરોમાં ભારે વરસાદ બાદ સર્જાતી જળભરાવ અને ભૂવાની સમસ્યા અંગે મુખ્યમંત્રીએ વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની પેટર્નમાં બદલાવ જોવા મળી રહ્યો છે. કેટલાક સ્થળોએ ટૂંકા સમયગાળામાં એકધારો અને અત્યંત ભારે વરસાદ પડતાં શહેરોની ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પર ભારે દબાણ આવે છે. તેમણે કહ્યું કે અમદાવાદમાં નવા વિસ્તારોને મહાનગરપાલિકાની હદમાં સામેલ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં શહેરના વિસ્તરણ સાથે પાણીના નિકાલ સહિતની માળખાકીય સુવિધાઓને પણ અનુરૂપ રીતે વિકસાવવાની જરૂર છે.
ADVERTISEMENT
21 ઈંચ વરસાદ પડે તો પડકાર મોટો
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે જો એક જ સમયે 21 ઈંચ જેટલો ભારે વરસાદ પડે તો કોઈપણ મહાનગરપાલિકાની હાલની સુવિધાઓ માટે તેને સંભાળવું પડકારજનક બની શકે છે. જોકે, વરસાદ બાદ સર્જાતા જળભરાવની સ્થિતિને કેવી રીતે ઝડપથી નિયંત્રિત કરવી અને લોકોને રાહત કેવી રીતે આપવી તે અંગે આગોતરું આયોજન જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.
ADVERTISEMENT
ભૂવા પડવાની સમસ્યા અંગે પણ આયોજન જરૂરી
રસ્તાઓ પર ભૂવા પડવાની ઘટનાઓ અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે આ મુદ્દે પણ માત્ર ઘટના બન્યા બાદ કાર્યવાહી કરવાને બદલે અગાઉથી આયોજન થવું જોઈએ. તેમણે સવાલ ઉઠાવ્યો કે આજના સમયમાં ટેક્નોલોજી ઉપલબ્ધ હોવા છતાં રસ્તા પર ભૂવા પડવાના કારણોને સમયસર કેમ શોધી શકાતા નથી.
ADVERTISEMENT
તેમણે જમીનની નીચે રહેલી વિવિધ સુવિધાઓ અને માળખાઓ તરફ પૂરતું ધ્યાન ન અપાતું હોવાની શક્યતા વ્યક્ત કરી. ભૂગર્ભમાં રહેલી લાઈનો, ડ્રેનેજ અને અન્ય માળખાકીય સુવિધાઓની યોગ્ય જાળવણી તથા દેખરેખ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.
જૂની ઈંટો અને ભૂગર્ભ માળખાની સમસ્યા
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે કેટલાક સ્થળોએ જમીનની નીચેની ઈંટો સમય જતાં ખવાઈ જતી હોવાને કારણે પણ સમસ્યા ઊભી થઈ શકે છે. આવી સ્થિતિનું ટેક્નિકલ રીતે વિશ્લેષણ કરી તેના કાયમી ઉકેલ માટે ઉપાય શોધવો જોઈએ.
શહેરોના ઝડપી વિસ્તરણ અને બદલાતી વરસાદી પરિસ્થિતિ વચ્ચે પાણીના નિકાલ, ડ્રેનેજ સિસ્ટમ અને રસ્તાઓના માળખાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર મુખ્યમંત્રીએ ભાર મૂક્યો. તેમણે સંકેત આપ્યો કે જળભરાવ અને ભૂવા જેવી સમસ્યાઓ માટે ઘટના બાદની કામગીરી કરતાં આગોતરું આયોજન અને ટેક્નોલોજી આધારિત મોનિટરિંગ વધુ અસરકારક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
શહેરોમાં સ્વચ્છતા અને રસ્તાઓની ગુણવત્તા અંગે મુખ્યમંત્રીએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હવે શહેરોમાં સ્વચ્છતા ન હોય તેવું કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. પ્રજાજનોના હિતમાં ફાળવવામાં આવતા નાણાંનો યોગ્ય અને અસરકારક ઉપયોગ થાય તે જરૂરી છે. તેમણે અધિકારીઓને સૂચના આપતાં કહ્યું કે જો સ્વચ્છતાની યોગ્ય વ્યવસ્થા નહીં જળવાય તો નવી ગ્રાન્ટ આપવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે સ્થાનિક તંત્ર પોતાની જરૂરિયાત મુજબ જે વ્યવસ્થા ગોઠવવી હોય તે ગોઠવે, પરંતુ શહેરમાં સ્વચ્છતા જળવાય તે અનિવાર્ય છે. રાજ્ય સરકાર સ્થાનિક સંસ્થાઓના આયોજનને મંજૂરી આપે છે ત્યારે તેની યોગ્ય અમલવારી અને પરિણામની જવાબદારી પણ નિભાવવી પડશે.
રસ્તાઓની ગુણવત્તા અંગે મુખ્યમંત્રીએ નવા બનનારા તમામ રોડ શક્ય હોય ત્યાં સુધી RCCના બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે ડામરના રસ્તાઓ દર વર્ષે બનાવવાની જરૂરિયાત ઊભી થતી રહે છે, જ્યારે RCCના રસ્તાઓની ટકાઉપણું અને ગેરંટી વધુ હોય છે. પાંચ વર્ષની ગેરંટી ધરાવતા ડામરના રોડ પણ ચોમાસા દરમિયાન તૂટી જતા હોવાના કારણે પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચોઃ અમદાવાદ દુ*ષ્કર્મ કેસમાં મોટો ખુલાસો! સિક્યુરિટી કંપનીનું લાઇસન્સ એક્સપાયર, માલિક સામે ગુનો
મુખ્યમંત્રીએ કહ્યું કે તૂટેલો રસ્તો સીધી રીતે લોકોની ફરિયાદ અને રોષનું કારણ બને છે. તેથી રસ્તાના બાંધકામમાં ગુણવત્તા અને લાંબા ગાળાની ટકાઉપણાને પ્રાથમિકતા આપવી જરૂરી છે. સાથે જ તેમણે જવાબદારી નક્કી કરવાની વ્યવસ્થાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી કે રસ્તો તૂટ્યા બાદ જવાબદાર વ્યક્તિ ક્યાં જાય છે તેની ખબર પડતી નથી. તેમણે અધિકારીઓને જવાબદારી નક્કી કરી કામગીરીમાં પારદર્શિતા અને ગુણવત્તા જાળવવા પર ભાર મૂક્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT