બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:26 PM, 13 August 2026
પંજાબના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુખબીર સિંહ બાદલ પર મહારાષ્ટ્રના નાંદેડમાં હુમલાની ઘટના સામે આવી છે. હુમલામાં તેમના હાથને ઈજા પહોંચી છે, જ્યારે તેમની સુરક્ષા માટે તૈનાત એક પોલીસકર્મી પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. હુમલા બાદ સુખબીર સિંહ બાદલને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ ખતરાની બહાર હોવાનું કહેવાઈ રહ્યું છે, જ્યારે સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર નાંદેડમાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં તેમના હાથને ઈજા પહોંચી હતી. તેમની સુરક્ષા માટે તૈનાત એક પોલીસકર્મી પણ તેમને બચાવવાના પ્રયાસ દરમિયાન ઘાયલ થયો હતો. હુમલા બાદ સુખબીર સિંહ બાદલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ લઈ જવામાં આવ્યાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ કારમાંથી જાતે જ બહાર નીકળીને હોસ્પિટલમાં પ્રવેશતા જોવા મળે છે. વીડિયોમાં તેમના ઘાયલ હાથ પર કપડું બાંધેલું જોવા મળે છે. આ જ હાથ હુમલા દરમિયાન ઈજાગ્રસ્ત થયો હોવાનું જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે હાજર એક નિહંગ સિંહે સુખબીર સિંહ બાદલ પર હુમલો કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોરે કિરપાણ જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો.અકાલી દળના સભ્યોનું માનવું છે કે આ હુમલા પાછળ એક જ વ્યક્તિનો હાથ હતો. જ્યારે હુમલાખોરે બાદલને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની સુરક્ષા માટે તૈનાત ગાર્ડે વચ્ચે આવી તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગાર્ડ ગંભીર રીતે ઘાયલ થયો હતો.હાલ પોલીસ હુમલાખોરની ઓળખ, હુમલાનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ જાણવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. માહિતી મુજબ સુખબીર સિંહ બાદલ બુધવારે રાત્રે નાંદેડ પહોંચ્યા હતા.
ADVERTISEMENT
હુમલા બાદ સુખબીર સિંહ બાદલને તરત જ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ તેમની સ્થિતિ સ્થિર છે અને તેઓ હાલ ખતરાની બહાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.હોસ્પિટલમાં પહોંચ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યો છે. વીડિયોમાં તેઓ પોતાના પગે ચાલીને હોસ્પિટલમાં જતા જોવા મળે છે, જેના કારણે તેમની સ્થિતિ ગંભીર ન હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
સુખબીર સિંહ બાદલ પર આ પ્રકારનો હુમલો પ્રથમ વખત થયો નથી. આ પહેલા 4 ડિસેમ્બર, 2024ના રોજ અમૃતસરના સુવર્ણ મંદિરમાં પણ તેમના પર હુમલો થયો હતો. તે સમયે તેઓ ધાર્મિક પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે એક બંદૂકધારીએ તેમના પર ગોળી ચલાવી હતી. જોકે ગોળી દિવાલ પર વાગતાં તેઓ આ હુમલામાં માંડ માંડ બચી ગયા હતા અને તેમને કોઈ ઈજા થઈ નહોતી.
આ પણ વાંચો : 19 દિવસમાં 19 કલાક પણ નથી ચાલી લોકસભા, રાજ્યસભા તો 39.17% એ જ સમેટાઈ ગઇ
ADVERTISEMENT
આ ઘટનામાં સ્થાનિક લોકો અને સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલાખોરને પકડી લીધો હતો. હવે નાંદેડમાં થયેલા નવા હુમલા બાદ ફરી એકવાર તેમની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. હુમલાખોરની ઓળખ, હુમલાનું કારણ અને ઘટનાની સંપૂર્ણ હકીકત જાણવા માટે સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.