બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ચાંદીપુરા બાદ હવે આ બીમારીનો કેર, 5થી વધુ બાળકો ભોગ બન્યાં, 42 હજારનું તો એક ઈન્જેક્શન
Last Updated: 01:28 PM, 13 August 2026
ગુજરાતમાં હજુ ચાંદીપુરા કેર મચાવી રહ્યો તેની વચ્ચે બીજી એક બીમારી સામે આવી છે. મહીસાગર જિલ્લામાં ગિલેન બારે સિન્ડ્રોમ (GBS) નામની બીમારીએ દેખા દીધી છે. લુણાવાડાની જયશ્રી નગર સોસાયટી નજીક 3 બાળકો તેની ચપેટમાં આવ્યાં છે. તો આદર્શમાં અભ્યાસ કરતા 5 થી વધુ બાળકોને પણ આ રોગ થયો છે.
ADVERTISEMENT
ધોરણ 3માં ભણતા બાળકનું મોત
GBSના કારણે આદર્શમાં ધોરણ 3માં અભ્યાસ કરતા દેવરાજ મછારનું થોડા દિવસ પહેલા મોત થયું છે. આ પછી લુણાવાડા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા ઊંઘતું ઝડપાયું હતું.
ADVERTISEMENT
સ્કૂલમાં ભણતાં છોકરાઓમાં દેખાયા લક્ષણો
છેલ્લા એક અઠવાડિયાથી આદર્શમાં અભ્યાસ કરતા બાળકોમાં લક્ષણો દેખતા લોકોમાં ભય વ્યાપ્યો છે. બાળકોમાં ફેલાઈ રહેલી આ બીમારીને લઈને વાલીઓમાં ચિંતા ફેલાઈ છે.
ADVERTISEMENT
42 હજારમાં મળે છે એક ઈન્જેક્શન
GBSની સારવાર સૌથી ખર્ચાળ છે જેના એક ઇજેક્શનની કિંમત 22 હજારથી લઈ 42 હજાર છે
ADVERTISEMENT
લક્ષણો
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં 12 લોકોના મોત
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં આ બીમારીને કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. જેમાંથી છ લોકોના મોતનું કારણ આ રોગ હોવાનું પુષ્ટિ મળી છે. નોંધાયેલા 225 કેસમાંથી 179 દર્દીઓ સ્વસ્થ થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 24 દર્દીઓ હજુ પણ ICUમાં છે, જ્યારે 15 દર્દીઓની હાલત વધુ ખરાબ છે અને તેઓ વેન્ટિલેટર પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.