બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સિંહ રાશિમાં ચંદ્ર-કેતુની યુતિથી સર્જાયો 'ગ્રહણ યોગ': આગામી અઢી દિવસ આ 4 રાશિઓ માટે ભારે

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / સિંહ રાશિમાં ચંદ્ર-કેતુની યુતિથી સર્જાયો 'ગ્રહણ યોગ': આગામી અઢી દિવસ આ 4 રાશિઓ માટે ભારે

Last Updated: 04:44 PM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 13 ઓગસ્ટના રોજ ચંદ્રમા સિંહ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે, જ્યાં પહેલાથી જ માયાવી ગ્રહ કેતુ બિરાજમાન છે. આ બંને ગ્રહોની યુતિથી અત્યંત સંવેદનશીલ 'ગ્રહણ યોગ' સર્જાયો છે.

1/6

photoStories-logo

1. સિંહ રાશિમાં ચંદ્ર-કેતુની યુતિથી સર્જાયો 'ગ્રહણ યોગ': આગામી અઢી દિવસ આ 4 રાશિઓ માટે ભારે

જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રમાને મન, ભાવના અને માતાનો કારક માનવામાં આવે છે, જ્યારે કેતુ એક છાયા અને રહસ્યમય ગ્રહ છે. દ્રિક પંચાંગ અનુસાર, 13 August ના રોજ સવારે 6:07 વાગ્યે ચંદ્રમા કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. સિંહ રાશિમાં માયાવી ગ્રહ કેતુ પહેલાથી જ બિરાજમાન હોવાના કારણે આ બંને ગ્રહોની યુતિથી અતિ-સંવેદનશીલ 'ગ્રહણ યોગ'નું નિર્માણ થયું છે. જ્યોતિષીય ગણતરી મુજબ, જ્યારે પણ ચંદ્રનો સંબંધ કેતુ સાથે થાય છે, ત્યારે વ્યક્તિનું મન અશાંત રહે છે, અનિર્ણાયક સ્થિતિ બને છે અને માનસિક ભ્રમ વધે છે. ચંદ્રમા લગભગ અઢી દિવસમાં રાશિ પરિવર્તન કરે છે, તેથી આગામી અઢી દિવસ સુધી આ યુતિની નકારાત્મક અસર વિશેષ રૂપે જોવા મળશે. આ દરમિયાન નીચે મુજબની 4 રાશિઓએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કર્ક

ચંદ્રમા તમારી રાશિના સ્વામી છે. દ્વિતીય (ધન અને વાણી) ભાવમાં કેતુ સાથે ચંદ્રની યુતિ તમારા માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. તમારી વાણી પર કડક નિયંત્રણ રાખો. પરિવારના સભ્યો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. ધન હાનિના યોગ હોવાથી અણધાર્યા ખર્ચાઓ બજેટ બગાડી શકે છે, તેથી કોઈને પણ ઉધાર આપવાનું ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સિંહ

આ યુતિ તમારી જ રાશિના પ્રથમ (લગ્ન) ભાવમાં બની રહી છે, જેનાથી સીધી અસર તમારા મન અને સ્વાસ્થ્ય પર પડશે. અકારણ તણાવ, ગભરાટ અને ચીડિયાપણું અનુભવાઈ શકે છે. ઉતાવળમાં કોઈ મોટો વ્યાવસાયિક કે વ્યક્તિગત નિર્ણય ન લો. માથાનો દુખાવો, અસુરક્ષા કે માનસિક બેચેનીની સમસ્યા થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વ્રશ્ચિક

તમારી રાશિના દશમ (કર્મ) ભાવમાં આ ગ્રહણ યોગ બની રહ્યો છે, જે તમારા કાર્યક્ષેત્રને પ્રભાવિત કરશે. ઓફિસમાં સહકર્મીઓ કે ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદ ટાળો. તમારા કામનો શ્રેય કોઈ અન્ય લેવાનો પ્રયાસ કરી શકે છે. નોકરી બદલવાનો વિચાર હાલ પૂરતો મુલતવી રાખો અને કામમાં પારદર્શિતા જાળવો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મકર

તમારી રાશિના અષ્ટમ (સંકટ) ભાવમાં ચંદ્ર-કેતુનું સંયોજન થઈ રહ્યું છે, જે અચાનક આવનારી મુશ્કેલીઓનો સંકેત આપે છે. વાહન ચલાવતી વખતે કે મુસાફરી કરતી વખતે વિશેષ સતર્કતા રાખો. કોઈ પણ પ્રકારના જોખમી રોકાણથી દૂર રહો. પેટ કે પાચન સંબંધિત સમસ્યાઓ અસ્વસ્થ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ચંદ્ર-કેતુ દોષમાંથી મુક્તિ માટેના સરળ ઉપાયો

શિવલિંગ પર કાચું દૂધ અને જળ અર્પિત કરો તથા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. માનસિક શાંતિ માટે ઓમ સોં સોમાય નમઃ મંત્રનો પાઠ કરવો અત્યંત લાભદાયક રહેશે. જરૂરિયાતમંદોને સફેદ વસ્તુઓ (જેમ કે ચોખા, દૂધ કે સાકર) દાન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

GrahanYoga ChandraKetuYuti Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ