બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિવાલ પર લખી અંતિમ વ્યથા, વીડિયો બનાવી પિતાએ મોત વ્હાલું કર્યું

બનાસકાંઠા / દિવાલ પર લખી અંતિમ વ્યથા, વીડિયો બનાવી પિતાએ મોત વ્હાલું કર્યું

Published By: Vishal Khamar
Reported By: Chetan Kotadiya

Last Updated: 05:10 PM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડીસા તાલુકાના રામસણ ગામમાં પરિવારના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે.પરિવારજનોના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને એક પિતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાના આક્ષેપ થયા છે.

ડીસા તાલુકાના રામસણ ગામમાં ભીખાભાઈ સોલંકી છેલ્લા કેટલાક વર્ષોથી એકલવાયું જીવન જીવતા હતા... એક દિવસ અગાઉ તેમણે ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.આત્મહત્યા કરતા પહેલા ભીખાભાઈએ ઘરની અંદર તેમજ બહારની દિવાલ પર લખાણ લખ્યું હતું. જેમાં પોતાના પુત્ર, પત્ની અને દીકરીઓ તરફથી માનસિક અને શારીરિક ત્રાસ મળતો હોવાના આક્ષેપ કર્યા હતા.

મોબાઇલમાં વીડિયો પણ બનાવ્યો

આ ઉપરાંત તેમણે મોબાઇલમાં વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયોમાં પરિવારજનોના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ પોલીસને ન્યાય અપાવવા માટે અપીલ કરી હતી. રક્ષાબંધન નજીક હોવાથી બનાસકાંઠાના આઈજીને બહેન તરીકે સંબોધીને ન્યાય અપાવવાની વિનંતી પણ વીડિયોમાં કરી હતી.

પાંચ સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

ઘટનાની જાણ થતાં ડીસા પોલીસની ટીમ તાત્કાલિક રામસણ ગામે પહોંચી હતી અને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃતકનો મોબાઇલ તપાસતા તેમાં વીડિયો મળી આવ્યો હતો, જેમાં પરિવારજનો દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.મૃતકની બહેને પરિવારના પાંચ સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પરિવારના તમામ સભ્યો નાસી ગયા

જોકે આધેડે આત્મહત્યા કરી લેતા પરિવારના તમામ સભ્યો નાસી ગયા છે જોકે પિતાના અગ્નિસંસ્કાર કરવા માટે પણ પુત્ર હાજર પણ નથી રહ્યો અને તે પોલીસની ડરથી ભાગી ગયો છે અત્યારે અત્યારે તો સગા સંબંધીઓ તેમના અગ્નિસંસ્કાર કરીને સામાજિક રીતે રિવાજ મુજબ તેમની વિધિ છે તે કરી હતી ત્યારે અત્યારે તો ફરિયાદના આધારે પોલીસે નાસી ગયેલા આરોપીઓને શોધખોળ પોલીસે હાથ ધરી છે..

અન્ય પુરાવાઓના આધારે સમગ્ર મામલે તપાસ

પોલીસ દ્વારા મૃતકના વીડિયો, દિવાલ પર લખાયેલા લખાણ તેમજ અન્ય પુરાવાઓના આધારે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. મૃતક ચાર બહેનોનો એકમાત્ર ભાઈ હતો. ભાઈના મોતથી બહેનો અને પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે. જોકે, આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો અને આક્ષેપોની હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચોઃ વિધાનસભા ચોમાસા સત્રની તૈયારીઓ શરૂ, જાહેર કરાઈ કામકાજની યાદી

આરોપીઓના નામ

  • નરેશભાઈ ભીખાભાઈ સોલંકી, રામસણ
  • શિલ્પાબેન ભીખાભાઈ સોલંકી, રામસણ
  • લવજીભાઈ વિહાભાઈ સોલંકી, રામસણ
  • રાજેશભાઈ લવજી ભાઈ સોલંકી, રામસણ
  • મથુરભાઈ સેધાભાઈ રોબસિયા (ગામઃ કુચાવાડા)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Deesa news Ramsan village news Deesa Ramsan suicide case

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ