બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આગામી 7 દિવસ ગુજરાતને ઘમરોળશે વરસાદ, આ 8 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

photo-story

8 ફોટો ગેલેરી

વરસાદની આગાહી / આગામી 7 દિવસ ગુજરાતને ઘમરોળશે વરસાદ, આ 8 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Last Updated: 10:52 PM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં 14 ઓગસ્ટે અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા. 19 ઓગસ્ટ સુધી હળવોથી મધ્યમ વરસાદની આગાહી.

1/8

photoStories-logo

1. અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. 14 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

આગામી 14 ઓગસ્ટે અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. સાથે જ કચ્છ, રાજકોટ, જામનગર સહિત સૌરાષ્ટ્ર, મહેસાણા અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત, અમદાવાદ, વડોદરા અને આણંદ સહિત મધ્ય ગુજરાત તેમજ સુરત, નવસારી અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. 15થી 19 ઓગસ્ટ દરમિયાન કેવું રહેશે હવામાન?

હવામાન વિભાગના અનુમાન મુજબ 15થી 19 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદી ગતિવિધિ ચાલુ રહેશે. ઉત્તર ગુજરાતના મહેસાણા, ગાંધીનગર અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં તેમજ અમદાવાદ, વડોદરા અને આણંદ સહિત મધ્ય ગુજરાતમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા છે. બીજી તરફ કચ્છ, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છવાયો

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયેલ છે. લો પ્રેશર વિસ્તાર, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને શીયર ઝોનની અસરને કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી ગતિવિધિઓ યથાવત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને પશ્ચિમ બંગાળમાં સક્રિય છે અને આગામી સમયમાં પશ્ચિમ બંગાળ તથા ઝારખંડ તરફ આગળ વધવાની શક્યતા છે. આ સાથે ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. મોન્સૂન ટ્રફ ફિરોઝપુરથી બંગાળની ખાડી સુધી વિસ્તરેલી

મોન્સૂન ટ્રફ ફિરોઝપુરથી બંગાળની ખાડી સુધી વિસ્તરેલી છે, જ્યારે મધ્ય અને ઉત્તર દ્વીપકલ્પીય ભારતમાં શીયર ઝોનની અસર પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિઓને વધુ વેગ મળવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. કેટલાક દિવસો દરમિયાન છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી

રાજ્યમાં આગામી કેટલાક દિવસો દરમિયાન છૂટાછવાયા સ્થળોએ વરસાદ ચાલુ રહેવાની આગાહી હોવાથી સ્થાનિક તંત્ર અને નાગરિકોને હવામાન વિભાગની રોજની સૂચનાઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. 13 ઓગસ્ટે ક્યાં ભારે વરસાદની શક્યતા હતી

હવામાન વિભાગ અનુસાર આજે મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, સુરત, ભરૂચ, આણંદ, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat weather forecast Gujarat rain alert Gujarat weather today
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ