બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી! ટંકારામાં 50 હજાર લીટરની ટાંકી ધરાશાયી થતાં અફરાતફરી

ગુજરાત / કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી! ટંકારામાં 50 હજાર લીટરની ટાંકી ધરાશાયી થતાં અફરાતફરી

Published By: Pravin Joshi

Last Updated: 11:57 PM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા હીરાપર ગામે તંત્ર અને કોન્ટ્રાક્ટરની ભારે લાલિયાવાડી અને બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે.

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા હીરાપર ગામે તંત્ર અને કોન્ટ્રાક્ટરની ભારે લાલિયાવાડી અને બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. ગામમાં 20 વર્ષ જૂની અને 50,000 લીટરની ક્ષમતા ધરાવતી ઊંચી પાણીની ટાંકીને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, ટાંકી તોડતી વખતે યોગ્ય આયોજનના અભાવે તે નક્કી કરેલી જગ્યાએ પડવાને બદલે વિરુદ્ધ દિશામાં આવેલા સ્થાનિકના મકાન અને દુકાન પર ધડામ દઈને પડી હતી. આ દુર્ઘટનામાં ઘરમાં રહેલું ફ્રીઝ, કરિયાણાનો સામાન તેમજ મોંઘુદાટ ફર્નિચર કાટમાળ નીચે દટાઈ જતાં ભારે નુકસાન થયું છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

didha - 2026-08-13T235717.775

મકાનની દીવાલ, છત અને સોલાર સિસ્ટમને ભારે નુકસાન

ટાંકી જમીનદોસ્ત થઈને મકાન પર પડતાં રજનીભાઈના ઘરની દીવાલ, સોલાર વોટર હીટર, છજ્જુ અને છતને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ઘટના બાદ ગામના તલાટી મંત્રીએ સ્થળ પર પહોંચી પંચ રોજકામ હાથ ધર્યું છે અને આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.

સ્થાનિકોની ચેતવણી અનસુણી કરી, સુરક્ષા વ્યવસ્થાનો અભાવ

ગામલોકોના જણાવ્યા અનુસાર, જ્યારે આ જોખમી કામગીરી ચાલી રહી હતી ત્યારે સ્થળ પર કોઈ જવાબદાર સરકારી અધિકારી કે પોલીસનો બંદોબસ્ત પણ હાજર નહોતો. સ્થાનિક ભુદરભાઈએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, "અમે કોન્ટ્રાક્ટરના માણસોને પહેલેથી જ ચેતવ્યા હતા કે ટાંકી આ બાજુ પડી શકે છે, પરંતુ તેમણે અહંકારમાં આવીને કહ્યું કે 'તમને શું ખબર પડે?' અમારું ન માનતા અને કોઈ યોગ્ય જવાબ ન આપતા અમે લોકો સુરક્ષિત અંતરે ખસી ગયા હતા."

આ પણ વાંચોઃ હવે રેલવે યાત્રા પણ સુરક્ષિત નથી! મુસાફરો સાથે થઇ રહી છે છેતરપિંડી

કોન્ટ્રાક્ટર સામે રોષ અને નુકસાન ભરપાઈની માંગ

હીરાપર ગામના ઉપસરપંચ મનોજભાઈએ જણાવ્યું હતું કે, આ ઘટના કેવળ ને કેવળ કોન્ટ્રાક્ટર અને તંત્રની ઘોર બેદરકારીનું પરિણામ છે. મકાન માલિકે થયેલા તમામ આર્થિક નુકસાનની તાત્કાલિક ભરપાઈ કરવાની માંગ કરી છે. બીજી તરફ, પાણી પુરવઠા વિભાગના ડેપ્યુટી એન્જિનિયર કે.પી. બલદાણીયા અને ટંકારા તાલુકા પંચાયતના TDO ગૌતમ ભીમાણીના જણાવ્યા મુજબ, હીરાપર ગ્રામ પંચાયતે તાલુકા પંચાયત સાથે સંકલન કરીને મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજા નામના કોન્ટ્રાક્ટરને આ ટાંકી તોડવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જે કામગીરી દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tankara Morbi Tankara Water Tank Collapse

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ