બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં ઉઠ્યો અવાજ, સ્ટુડન્ટ વિઝા ન અપવા પર ભડક્યા 30 સાંસદ

NRI / ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં ઉઠ્યો અવાજ, સ્ટુડન્ટ વિઝા ન અપવા પર ભડક્યા 30 સાંસદ

Published By: Nirav Kumar

Last Updated: 10:55 PM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકન સાંસદોએ ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા અપોઇન્ટમેન્ટની અછત અને મોડું થવા અંગે વિદેશ મંત્રાલયને પત્ર લખીને જવાબદારી માંગી છે. ફોલ 2026 ઇન્ટેક માટે ભારતીય વિદ્યાર્થીઓને સમયસર વિઝા ન મળવાના કારણે અભ્યાસ શરૂ કરવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમેરિકામાં ફોલ એકેડેમિક સત્ર શરૂ થવાના કેટલાક જ દિવસો બાકી છે, પરંતુ વિદેશી વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતીયો માટે સ્ટુડન્ટ વિઝા અપોઇન્ટમેન્ટ મેળવવી અત્યારે ખૂબ મુશ્કેલ બની ગઈ છે. આ પરિસ્થિતિને જોતાં 30 અમેરિકન સાંસદોએ સાથે મળીને ભારતીય વિદ્યાર્થીઓની તરફેણમાં અવાજ ઉઠાવ્યો છે અને અમેરિકી વિદેશ મંત્રાલયને પૂછ્યું છે કે વિઝા મળવામાં આટલી મોડું કેમ થઈ રહ્યું છે.

અમેરિકામાં અભ્યાસ માટે F-1, M-1 અને J-1 વિઝા આપવામાં આવે છે. ભારતીય વિદ્યાર્થીઓ મોટાભાગે F-1 વિઝા પર જ જાય છે. 11 ઓગસ્ટે લખાયેલી એક પત્રમાં સાંસદ એલેક્સ પાડિલા અને અન્ય ૨૯ સાંસદોએ વિદેશ મંત્રી માર્કો રુબિયોને જણાવ્યું કે તેમને વિદ્યાર્થીઓ અને સંબંધિત લોકો પાસેથી જાણવા મળ્યું છે કે અનેક અમેરિકી દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સમાં સમયસર વિઝા અપોઇન્ટમેન્ટ મળી રહી નથી. પરિણામે વિદ્યાર્થીઓ અને એક્સચેન્જ વિઝિટર્સ એકેડેમિક વર્ષ શરૂ થતાં પહેલાં અમેરિકા પહોંચી શકશે નહીં.

પત્રમાં મંત્રાલયને કેટલાક સ્પષ્ટ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. વિઝા ઇન્ટરવ્યૂ અપોઇન્ટમેન્ટ કઈ રીતે આપવામાં આવી રહી છે, સ્ટુડન્ટ અને એક્સચેન્જ વિઝિટર્સને કઈ પ્રાયોરિટી આપવામાં આવી રહી છે, શું F, M અને J કેટેગરીના અરજદારોને ઓછી અગ્રતા આપવામાં આવી રહી છે, વિઝા કામ સંભાળતા સ્ટાફની સંખ્યા કેટલી છે, સૌથી વધુ સ્ટુડન્ટ અને એક્સચેન્જ વિઝા પ્રોસેસ કરતા પાંચ કેન્દ્રોમાં પ્રોસેસિંગનો સરેરાશ સમય કેટલો છે અને કડક તપાસ બાદ નકારાયેલી અરજીઓની સંખ્યા કેટલી છે – આ બધી માહિતી માંગવામાં આવી છે.

સાંસદોએ વિનંતી પણ કરી છે કે પહેલેથી તપાસેલા અને ફરી આવતા વિદ્યાર્થી અરજદારો માટે ઇન્ટરવ્યૂમાંથી મુક્તિની સુવિધા વધારવામાં આવે, સમયસર તપાસ અને પ્રોસેસિંગ માટે પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે અને વધુ પારદર્શિતા માટે સંબંધિત પક્ષો સાથે અર્થપૂર્ણ વાતચીત કરવામાં આવે.

ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી આ છે કે તેમને સમયસર વિઝા અપોઇન્ટમેન્ટ જ મળતી નથી જેથી તેઓ વિઝા લઈ શકતા નથી અને ક્લાસમાં હાજર રહેવાનું જોખમ ઊભું થાય છે. આ પત્ર ફોલ 2026 ઇન્ટેક માટે અમેરિકી યુનિવર્સિટીઓમાં જતા વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને સંવેદનશીલ સમયે લખાયો છે. ઇમિગ્રેશન વકીલો કહે છે કે સ્ટાફની અછત અને કડક ઇન્ટરવ્યૂ (જેમાં સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ પણ સામેલ છે)ને કારણે વિલંબ થઈ રહ્યો છે.

વધુ વાંચો : અમેરિકામાં 17 વર્ષના ભારતીય મૂળના અર્જુન પર લાગ્યો માતા-ભાઈની હત્યાનો આરોપ, કરતો ખૌફનાક કામ

રેડિટ જેવા પ્લેટફોર્મ પર ભારતીય F-1 અરજદારો વચ્ચેની ચર્ચા બતાવે છે કે ભારતમાં F-1 સ્લોટ ખૂબ ઓછા જાહેર થઈ રહ્યા છે અને લોકો પૂછી રહ્યા છે કે બીજા કેવી રીતે અપોઇન્ટમેન્ટ મેળવી લઈ રહ્યા છે. અમેરિકી વિદેશ મંત્રાલયની વેબસાઇટ માત્ર એટલું જ કહે છે કે અરજદારો નિયમિત રીતે ઇન્ટરવ્યૂ સ્લોટ ચેક કરતા રહે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

American lawmakers Indian students visa

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ