ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં કળિયુગી પિતાએ એકના એક પુત્રને મોતને ઘાટ ઉતાર્યો, ભક્તિનગર પોલીસે કરી અટકાયત
Last Updated: 12:14 AM, 14 August 2026
ADVERTISEMENT
રાજકોટ શહેરના આહીર ચોક નજીક આવેલા નહેરુનગરની શેરી નંબર 8માં પિતા-પુત્રના સંબંધોને શર્મસાર કરતી એક અત્યંત હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. કૌટુંબિક ઝઘડા અને ગૃહક્લેશના ખારમાં એક પિતાએ જ પોતાના એકના એક યુવાન પુત્ર પર ઊંઘમાં હથોડાના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે. આગામી સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે જ આ કરુણ બનાવને પગલે ૩ બહેનોએ પોતાનો વહાલસોયો ભાઈ ગુમાવતા પરિવારમાં ઘેરા શોકની લહેર છવાઈ ગઈ છે.
ADVERTISEMENT
પ્રાપ્ત વિગતો અનુસાર, નહેરુનગરમાં રહેતા બાબુભાઈ સવસેતાને પોતાના પુત્ર રામ સાથે અવારનવાર પારિવારિક બાબતોને લઈને ઉગ્ર બોલાચાલી અને ઝઘડા થતા હતા. આ ગૃહક્લેશથી કંટાળીને અને મનમાં ખાર રાખીને પિતા બાબુભાઈએ પુત્ર રામ ઊંઘી રહ્યો હતો તે જ સમયે તેના પર હથોડા વડે સણસણતા ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ભયાનક હતો કે પુત્ર રામનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેડું ઊડી ગયું હતું.
ADVERTISEMENT

ADVERTISEMENT
પોતાના જ દીકરાની હત્યા કર્યા બાદ પિતા બાબુભાઈએ ભાગવા કે પુરાવા છુપાવવાને બદલે પોતે જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને આ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. બનાવ અંગે માહિતી મળતા જ ભક્તિનગર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી મૃતક યુવાનની માતા રિસામણે ગયેલી હોવાથી ઘરમાં પિતા અને પુત્ર બંને એકલા જ રહેતા હતા.
આ પણ વાંચોઃ હવે રેલવે યાત્રા પણ સુરક્ષિત નથી! મુસાફરો સાથે થઇ રહી છે છેતરપિંડી
ADVERTISEMENT
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીસીપી (DCP) કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે એફએસએલ (FSL) ની ટીમની મદદ લઈને ઘટનાસ્થળેથી મહત્વના પુરાવા એકત્ર કર્યા છે. હાલમાં ભક્તિનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી, હત્યાનો ગુનો નોંધીને આરોપી પિતા બાબુભાઈની સત્તાવાર અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT