બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ફરી ધ્રૂજી દેશની ધરા, મોડી રાતે ભૂકંપથી હચમચ્યું આ શહેર, લોકો બહાર દોડી આવ્યા

નેશનલ / ફરી ધ્રૂજી દેશની ધરા, મોડી રાતે ભૂકંપથી હચમચ્યું આ શહેર, લોકો બહાર દોડી આવ્યા

Published By: Jinal Chauhan

Last Updated: 08:30 AM, 14 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના નાસિકમાં શુક્રવારે થોડા કલાકના અંતરે બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. 3.5 અને 3.4ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો જોકે હાલ કોઈ જાનમાલના નુકસાનની માહિતી નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર નાસિકમાં પહેલો ભૂકંપ મોડી રાત્રે 12:05 વાગ્યે આવ્યો હતો.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 નોંધાઈ હતી. ત્યારબાદ સવારે 5:32 વાગ્યે ફરી ધરતી ધ્રૂજી હતી અને આ વખતે તીવ્રતા 3.4 રહી હતી.બે વખત આવેલા આંચકાથી લોકો ગભરાઈ ગયા હતા અને કેટલાક લોકો ઘરની બહાર પણ નીકળી આવ્યા હતા.

નાસિકમાં બે વખત ધ્રૂજી ધરતી

મહારાષ્ટ્રના નાસિકમાં શુક્રવારે બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ પહેલો ભૂકંપ મોડી રાત્રે 12:05 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા 3.5 નોંધાઈ હતી. આ ભૂકંપ જમીનની અંદર લગભગ 3 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.થોડા કલાક બાદ સવારે 5:32 વાગ્યે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ વખતે ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઈ હતી. એક જ રાત અને સવાર દરમિયાન બે વખત ધરતી ધ્રૂજતા સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ હતી.

Earthquake-in-Alaska

લોકોમાં ફફડાટ છતાં મોટી નુકસાનીની માહિતી નહીં

ભૂકંપના આંચકા અનુભવાયા બાદ કેટલાક વિસ્તારોમાં લોકો ઘરની બહાર આવી ગયા હતા. સતત બે વખત ધરતી ધ્રૂજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.જોકે અત્યાર સુધી મળતી માહિતી મુજબ નાસિકમાં ભૂકંપના કારણે કોઈ મોટા જાનમાલના નુકસાનની માહિતી સામે આવી નથી. સ્થાનિક તંત્ર પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

એક દિવસ પહેલા લદ્દાખમાં પણ ધ્રૂજી હતી ધરતી

નાસિક પહેલાં એક દિવસ અગાઉ લદ્દાખના લેહમાં પણ ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ગુરુવારે લગભગ ચાર કલાકના અંતરમાં બે વખત ધરતી ધ્રૂજી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર લેહમાં પહેલો અને વધુ તીવ્ર ભૂકંપ સવારે 6:05 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા 5.5 નોંધાઈ હતી.

vtv app promotion

આ પણ વાંચોઃ 'મિર્ઝાપુર' ફિલ્મ કાસ્ટ ફી : પંકજ ત્રિપાઠીથી લઈને 'ગોલુ' સુધી, કોને કેટલા મળ્યા પૈસા?

લેહમાં 5.5 અને 4.3ની તીવ્રતાના આંચકા

લેહમાં આવેલા પહેલા ભૂકંપનું કેન્દ્ર 36.88 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 74.402 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું જણાવાયું હતું.ત્યારબાદ સવારે 9:54 વાગ્યે 4.3ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર 36.76 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 75.326 ડિગ્રી પૂર્વ રેખાંશ પર 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. બંને ભૂકંપ લેહ વિસ્તારમાં જ નોંધાયા હતા.

હાલ સ્થિતિ પર નજર

લેહમાં પણ સતત આવેલા ભૂકંપના આંચકાથી સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા. જોકે ત્યાં પણ તાત્કાલિક કોઈ મોટા જાનમાલના નુકસાનની માહિતી સામે આવી નહોતી.નાસિક અને લેહમાં ભૂકંપના આંચકા સામે આવ્યા બાદ સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને વારંવાર આવતા આંચકાઓને કારણે લોકોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત વધી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nashik Earthquake Maharashtra Earthquake Earthquake News

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ