બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ''7 સેકન્ડ સુધી પાયલટના કમાન્ડ પર...'', ટર્બુલન્સ પર રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નેશનલ / ''7 સેકન્ડ સુધી પાયલટના કમાન્ડ પર...'', ટર્બુલન્સ પર રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Published By: Jinal Chauhan

Last Updated: 11:21 AM, 14 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI2379માં 4 ઓગસ્ટે બનેલી ઘટના હવે માત્ર ટર્બુલન્સનો મામલો રહી નથી. એરબઝની પ્રારંભિક એન્જિનિયરિંગ રિપોર્ટમાં સામે આવ્યું છે કે ફ્લાઇટ દરમિયાન વિમાનની ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમ એક પછી એક ફેલ થઈ ગઈ હતી.

ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI2379માં 4 ઓગસ્ટે બનેલી ઘટના હવે માત્ર ટર્બુલન્સનો મામલો રહી નથી. એરબઝની પ્રારંભિક એન્જિનિયરિંગ રિપોર્ટમાં સામે આવ્યું છે કે ફ્લાઇટ દરમિયાન વિમાનની ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમ એક પછી એક ફેલ થઈ ગઈ હતી. આ ઘટના દરમિયાન લગભગ ચાર સેકન્ડ સુધી વિમાનની મુખ્ય કંટ્રોલ સપાટીઓએ કામ કર્યું ન હતું. આ દરમિયાન વિમાન અચાનક લગભગ 300 ફૂટ નીચે આવી ગયું હતું અને મુસાફરોને ઈજા પહોંચી હતી. જોકે એરબઝે આ રિપોર્ટને અંતિમ નિષ્કર્ષ ગણાવ્યો નથી અને ઘટનાની સંપૂર્ણ તપાસ હજુ ચાલી રહી છે.

માત્ર 7 સેકન્ડમાં બન્યું બધું

એરબઝની રિપોર્ટ પ્રમાણે આખી ઘટના લગભગ સાત સેકન્ડમાં બની હતી. સૌથી પહેલા ગ્રીન હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થઈ હતી. ત્યારબાદ માત્ર એક સેકન્ડમાં બ્લૂ અને યલો સિસ્ટમમાં પણ દબાણની સમસ્યા જોવા મળી હતી.ત્રણેય સિસ્ટમ ફેલ થતાં વિમાનની કેટલીક મુખ્ય કંટ્રોલ સપાટીઓએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ દરમિયાન વિમાનની નાક ઉપર ઊઠી હતી અને ઓટોપાયલટ પણ ડિસકનેક્ટ થઈ ગયો હતો.

પાયલટે કમાન્ડ આપ્યો છતાં કંટ્રોલ મળ્યો નહીં

રિપોર્ટ મુજબ ઓટોપાયલટ ડિસકનેક્ટ થયા બાદ કો-પાયલટે વિમાનની નાક નીચે કરવાની કમાન્ડ આપી હતી. પરંતુ તે સમયે મુખ્ય કંટ્રોલ સપાટીઓ કામ કરતી ન હોવાથી કમાન્ડનો કોઈ અસરકારક જવાબ મળ્યો નહોતો.સરળ ભાષામાં સમજીએ તો પાયલટ વિમાનને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ થોડા સમય માટે વિમાનની કંટ્રોલ સિસ્ટમએ તેની કમાન્ડનો જવાબ આપ્યો ન હતો. આ ઘટનાનો આ ભાગ તપાસ માટે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમ કેમ મહત્વની છે?

A320neo વિમાનમાં ગ્રીન બ્લૂ અને યલો એમ ત્રણ અલગ હાઇડ્રોલિક સિસ્ટમ હોય છે. આ સિસ્ટમ વિમાનના પાંખો અને પૂંછડી પર રહેલી કંટ્રોલ સપાટીઓને હલાવવામાં મદદ કરે છે. ત્રણ સિસ્ટમ રાખવાનો મુખ્ય હેતુ એ છે કે એક સિસ્ટમ ફેલ થાય તો બાકીની બે સિસ્ટમથી વિમાનનું નિયંત્રણ જાળવી શકાય. પરંતુ આ ઘટનામાં ત્રણેય સિસ્ટમ લગભગ એક સેકન્ડના અંતરમાં ફેલ થઈ ગઈ હતી.

Air India AI2379 (1)

પછી સિસ્ટમ આપમેળે ફરી શરૂ થઈ

ઘટનાના લગભગ સાત સેકન્ડ બાદ બ્લૂ હાઇડ્રોલિક સિસ્ટમ ફરીથી ઉપલબ્ધ થઈ હતી. ત્યારબાદ યલો અને ગ્રીન સિસ્ટમ પણ પાછી આવી હતી. સિસ્ટમ ફરી કાર્યરત થતાં કંટ્રોલ સપાટીઓએ પણ કામ કરવાનું શરૂ કર્યું હતું. પાયલટોએ ત્યારબાદ વિમાનને સંભાળી લીધું હતું. ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમનું આ રીતે આપમેળે પાછું કાર્યરત થવું પણ તપાસનો મહત્વપૂર્ણ મુદ્દો છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ફરી ધ્રૂજી દેશની ધરા, મોડી રાતે ભૂકંપથી હચમચ્યું આ શહેર, લોકો બહાર દોડી આવ્યા

હાઇડ્રોલિક સિસ્ટમ ખરેખર ફેલ થઈ હતી કે સેન્સરની ખામી હતી?

એરબઝની પ્રારંભિક રિપોર્ટમાં ઓછામાં ઓછા બે પ્રેશર સ્વિચમાં ઓછું દબાણ નોંધાયું હોવાનું જણાવાયું છે. ગ્રીન હાઇડ્રોલિક સિસ્ટમના એક પ્રેશર સ્વિચમાં પણ ગડબડ મળી હતી.જોકે રિપોર્ટમાં હાઇડ્રોલિક ઓઇલ લીક થવા કે પંપ ખરાબ થવાની પુષ્ટિ કરવામાં આવી નથી. હજુ એ પણ સ્પષ્ટ નથી કે ખરેખર હાઇડ્રોલિક દબાણ ઘટ્યું હતું કે પછી સેન્સર અથવા તેની વાયરિંગમાંથી ખોટો સંકેત મળ્યો હતો.

એરબઝે એર ઈન્ડિયાને શું તપાસ કરવા કહ્યું?

એરબઝે ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમના ઓપરેશનલ ટેસ્ટ કરાવવા માટે કહ્યું છે. પ્રેશર સ્વિચ પ્રેશર ટ્રાન્સડ્યુસર અને સંબંધિત ઇન્ડિકેટિંગ સિસ્ટમની પણ અલગથી તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત વાયરિંગની તપાસ કરવાની જરૂર પડી શકે છે. ઘટનાના સમયગાળા દરમિયાન વિમાનના હાઇડ્રોલિક સિસ્ટમમાં થયેલા મેન્ટેનન્સનું સંપૂર્ણ રેકોર્ડ પણ માંગવામાં આવ્યું છે.

ઓટોમેટિક ફ્લાઇટ સિસ્ટમની પણ તપાસ થશે

આ મામલાની તપાસ માત્ર હાઇડ્રોલિક સિસ્ટમ સુધી સીમિત નથી. એરબસે ઓટોમેટિક ફ્લાઇટ સિસ્ટમ સાથે જોડાયેલા કમ્પ્યુટરોનો ઘટના સમયે થયેલો ડેટા પણ માંગ્યો છે. જમીન પર આ સિસ્ટમની સ્કેનિંગ અને જરૂરી ટેસ્ટ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. એટલે વિમાનના ઓટોમેટિક કંટ્રોલમાં કોઈ ભૂમિકા હતી કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.

વિમાનના સ્ટ્રક્ચરને પણ નુકસાન થયું હોઈ શકે

અચાનક ઊંચાઈમાં ફેરફાર થવાથી વિમાનના સ્ટ્રક્ચર પર નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ ભાર પડ્યો હોવાની આશંકા છે. તેથી એરબસે વિમાનના સ્ટ્રક્ચરની ખાસ તપાસ કરવાની પણ સલાહ આપી છે. તપાસના પરિણામોના આધારે આગળ વધુ ટેસ્ટ કરવાની જરૂર પડી શકે છે. એરબસે આ કેસને જટિલ ગણાવ્યો છે અને અંતિમ કારણ જાણવા વધુ સમય લાગી શકે છે.

પાયલટનો વિગતવાર રિપોર્ટ હજુ મહત્વની

એરબઝે એર ઈન્ડિયા પાસેથી પાયલટોની વિગતવાર રિપોર્ટ પણ માંગી છે. કોકપિટમાં તે સમયે શું થયું અને પાયલટોએ કયા સંકેતો જોયા હતા તેની માહિતી તપાસમાં મહત્વપૂર્ણ રહેશે. હાલ એરબઝનો રિપોર્ટને માત્ર પ્રારંભિક ટેક્નિકલ આકલન તરીકે જોવી જોઈએ. ઘટનાની અંતિમ જવાબદારી અને કારણ નક્કી કરવા ભારતની તપાસ એજન્સી AAIBની તપાસ મહત્વનો રહેશે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ ઘટનાનું ચોક્કસ કારણ સામે આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Air India AI2379 hydraulic system failure Air India turbulence

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ