બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / માત્ર પુસ્તક આધારિત નથી રહ્યો ધોરણ 11નો અભ્યાસક્રમ, હવે આ વિષયોમાંથી કોઈ એક પસંદ કરવો પડશે
Last Updated: 03:17 PM, 14 August 2026
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ ર૦ર૬-ર૭થી ધોરણ-૧૧ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાં મહત્ત્વનો ફેરફાર કર્યો છે. હવે ચિત્રકળા, સંગીત, કમ્પ્યૂટર અધ્યયન અથવા વોકેશનલ વિષયના વિકલ્પ સાથે વિદ્યાર્થીઓને ‘યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ’ પસંદ કરવાની તક મળશે.
ADVERTISEMENT
માત્ર પુસ્તક આધારિત અભ્યાસના બદલે યોગ, કસરત, દોડ અને વિવિધ રમતોને અભ્યાસક્રમનો ભાગ બનાવવામાં આવ્યાં છે. બોર્ડે આ માટે માસ પ્રમાણે અભ્યાસક્રમ, વિષયવસ્તુ તેમજ પરીક્ષાનું પરિરૂપ પણ જાહેર કર્યું છે. રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા અભ્યાસક્રમ મુજબ શિક્ષણ આપવા સૂચના આપવામાં આવી છે એટલે ધો. ૧૧ના સામાન્ય પ્રવાહમાં હવે મેદાન પરની પ્રવૃત્તિઓને પણ અભ્યાસ અને મૂલ્યાંકન સાથે જોડવામાં આવશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં વકર્યો રોગચાળો, ઝાળા-ઉલટી અને તાવના કેસમાં ધરખમ વધારો
ADVERTISEMENT
આ વિષયમાં વિદ્યાર્થીઓને માત્ર યોગનાં આસન શીખવવામાં નહીં આવે, પરંતુ શારીરિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓનો અભ્યાસ કરાવવામાં આવશે. યોગમુદ્રા, આસન, કસરત, લાંબા અંતરની દોડ, લંગડી ફાળ કૂદ, બરછી ફેંક જેવી પ્રવૃત્તિઓ સાથે વિવિધ રમતોનાં કૌશલ્યો પણ શીખવવામાં આવશે. વોલીબોલ, સોફ્ટબોલ, હોકી, ટેબલ ટેનિસ જેવી રમતો ઉપરાંત કુસ્તી, જૂડો અને કરાટે જેવી રમતોનો સમાવેશ કરાયો છે. વર્ષ દરમિયાન ત્રણ પરીક્ષા લેવામાં આવશે અને કુલ ર૦૦ ગુણનું મૂલ્યાંકન અંતે ૧૦૦ ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે. ત્રણેય પરીક્ષામાં કુલ પ૦ ગુણ પૈકી ૩૦ ગુણ પ્રાયોગિક, ર૦ ગુણ સૈદ્ધાંતિક, એમસીક્યૂ આધારિત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.