બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:11 PM, 14 August 2026
દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદાકીય સંસ્થાઓમાં સ્થાન ધરાવતી હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લૉના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. જસ્ટિસ સૂર્ય કાંતે NALSARના 2026ના સ્નાતક થનારા બેચના વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ (નોંધણી)ને અટકાવવાના બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI)ના નિર્ણય સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT
આ બાબતે BCIને નોટિસ જારી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે, વિદ્યાર્થીઓ સામે કોઈપણ પ્રકારની શિક્ષાત્મક કે શિસ્તવિષયક કાર્યવાહી કરવામાં ન આવે.
CJIએ BCIને ઠપકો આપ્યો
ADVERTISEMENT
સુનાવણી દરમિયાન, CJI જસ્ટિસ સૂર્ય કાંતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મનન કુમાર મિશ્રા દ્વારા અપનાવવામાં આવેલા વલણને સંપૂર્ણપણે બિનજરૂરી અને અનુચિત ગણાવ્યું. CJI જસ્ટિસ સૂર્ય કાંતે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને તેમના વિચારો વ્યક્ત કરવાનો અને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવાનો પૂરો અધિકાર છે. વિદ્યાર્થીઓએ મને પત્ર લખ્યો હતો. તે તેમની અને મારી વચ્ચેનો સંવાદ છે. આ બાબતમાં BCIનો બિનજરૂરી હસ્તક્ષેપ તદ્દન વાહિયાત અને બિનજરૂરી છે.
CJIએ જણાવ્યું હતું કે, તેઓ પોતે પણ વિદ્યાર્થીકાળ દરમિયાન વિદ્યાર્થી પ્રવૃત્તિઓ અને આંદોલનોમાં સક્રિયપણે સામેલ હતા. જ્યારે યુવાનો શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ ઉઠાવે છે, ત્યારે તેમને પોતાની વાત રજૂ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. આ બાબતમાં BCI દ્વારા દખલગીરી કરવાની કોઈ જરૂર નથી. અમે વિદ્યાર્થીઓની સાથે છીએ.
ADVERTISEMENT
શું છે સંપૂર્ણ વિવાદ?
નોંધનીય છે કે, 20 જુલાઈએ જંતર-મંતર ખાતે થયેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને પોલીસ કાર્યવાહી અંગે સુનાવણી દરમિયાન CJI દ્વારા કરવામાં આવેલી કેટલીક મૌખિક ટિપ્પણીઓ સાથે NALSARના વિદ્યાર્થીઓએ અસંમતિ વ્યક્ત કરી હતી. આ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી વહીવટીતંત્રને પત્ર લખીને વિનંતી કરી હતી કે દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે CJIને આમંત્રિત કરવામાં ન આવે.
ADVERTISEMENT
આ વિરોધ બાદ, BCI ચેરમેન મનન કુમાર મિશ્રાના નેતૃત્વ હેઠળ તમામ રાજ્યોની બાર કાઉન્સિલને NALSARની 2026ની બેચના વિદ્યાર્થીઓના નોંધણી (એનરોલમેન્ટ)ની પ્રક્રિયા હાલના ધોરણે અટકાવી દેવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, તમામ તરફથી વધતા દબાણને કારણે BCIને બાદમાં આ આદેશ પાછો ખેંચવાની ફરજ પડી હતી.
CJP અને સૌરવ દાસ પર હુમલો
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન, CJPના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરવ દાસ અને સ્થાપક અભિજીત દીપકેએ BCIના અધ્યક્ષ મનન કુમાર મિશ્રા પર આકરા પ્રહારો કર્યા હતા.
#Breaking🚨
— Saurav Das (@SauravDassss) August 13, 2026
It’s done, bro.
Another major victory for the youth!
But the quest for accountability will continue.@Cockroachisback https://t.co/jllQrc6irm
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સૌરવ દાસે BCIના પ્રારંભિક નિર્દેશને તાનાશાહી ગણાવ્યો હતો અને કહ્યું હતું કે અસંમતિ વ્યક્ત કરવા અથવા અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ કરવા બદલ વિદ્યાર્થીઓને સજા ન થઈ શકે. BCIના બજેટ ખર્ચ અને કામગીરી પર સવાલ ઉઠાવતા, તેમણે મનન મિશ્રાના નિર્ણયને યુવાનોના ભવિષ્યને જોખમમાં મૂકતું પગલું ગણાવ્યું હતું. આજે CJIના મક્કમ વલણ બાદ, તેમણે આને દેશના યુવાનો અને કાયદાના વિદ્યાર્થીઓ માટે એક મોટી જીત ગણાવી છે.
આ પણ વાંચોઃ ''7 સેકન્ડ સુધી પાયલટના કમાન્ડ પર...'', ટર્બુલન્સ પર રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
કેમ મહત્વ છે સુપ્રીમ કોર્ટના આ વલણ?
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં મતભેદ અને સંવાદ એ લોકશાહીનો જ એક ભાગ છે, અને આવા વર્તનને શિસ્તભંગ ગણાવીને વિદ્યાર્થીની કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી શકાય નહીં. આ ચુકાદો BCI જેવી નિયમનકારી સંસ્થાઓને તેમની સત્તાનો દુરુપયોગ કરતા અને વિદ્યાર્થીઓને ડરાવતા કે ધમકાવતા રોકવા માટે એક દાખલો પૂરો પાડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.