બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદનો વાડજ ફ્લાયઓવર 15 સપ્ટેમ્બરથી ખુલ્લો થશે, ₹107.86 કરોડના પ્રોજેક્ટથી ટ્રાફિકને મળશે મોટી રાહત

ગુજરાત / અમદાવાદનો વાડજ ફ્લાયઓવર 15 સપ્ટેમ્બરથી ખુલ્લો થશે, ₹107.86 કરોડના પ્રોજેક્ટથી ટ્રાફિકને મળશે મોટી રાહત

Published By: Nidhi Panchal

Last Updated: 03:12 PM, 14 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લગભગ ત્રણ વર્ષ બાદ ₹107.86 કરોડના ખર્ચે તૈયાર થયેલો વાડજ ફ્લાયઓવર 15 સપ્ટેમ્બરથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાવાની તૈયારીમાં છે.

₹107.86 કરોડના વાડજ જંક્શન ફ્લાયઓવરનું કામ શરૂ થયાનાં લગભગ ત્રણ વર્ષ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) હવે આ ફ્લાયઓવર ૧૫ સપ્ટેમ્બરથી વાહનચાલકો માટે ખુલ્લો મૂકવાની તૈયારીમાં છે. ફ્લાયઓવર પર લોડ-બેરિંગ ટેસ્ટ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે.

vadaj-2

ચાર માર્ગીય આ ફ્લાયઓવર અને તેની સાથેના અંડરપાસ પ્રોજેક્ટનું કામ જુલાઈ-૨૦૨૩માં શરૂ થયું હતું અને મૂળ તેને નવેમ્બર-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો. ૭૬૫ મીટર લાંબો ફ્લાયઓવર વાડજ અને રાણીપ જંક્શનને જોડશે. તે ગાંધી આશ્રમથી રામદેવપીર ટેકરા વચ્ચેના માર્ગ પરનો ટ્રાફિક હળવો કરવામાં મદદરૂપ થશે. ફ્લાયઓવર શરૂ થયા બાદ વાહનચાલકોને માર્ગમાં આવતા ત્રણ ટ્રાફિક સિગ્નલ પરથી પસાર થવાની જરૂર નહીં રહે, જેના કારણે મુસાફરીનો સમય ઘટવાની શક્યતા છે.

જંક્શન ચેનલાઇઝેશન જેવી સુવિધાઓનો પણ સમાવેશ

પ્રોજેક્ટમાં અંડર-સ્પેસ પાર્કિંગ, ગ્રીન પેચ, ટ્રાફિક આઇલેન્ડ અને જંક્શન ચેનલાઇઝેશન જેવી સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના જાણકારોના મતે માત્ર ફ્લાયઓવરથી જ ટ્રાફિકની સમસ્યા સંપૂર્ણપણે હલ થશે એવું જરૂરી નથી. જો ટ્રાફિકના મૂળભૂત પ્રશ્નો યથાવત્ રહેશે તો તેની અસર મર્યાદિત રહી શકે છે. તેમ છતાં નવા ફ્લાયઓવરથી ત્રણ સિગ્નલ બાયપાસ થઈ શકશે અને મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટી શકે છે.

આ પણ વાંચો : દશામાના વ્રત અંગે જયંત પંડ્યાના નિવેદનથી વિવાદ, અંધશ્રદ્ધા, આર્થિક લાભ અંગે ઉઠાવ્યા સવાલ

આશ્રમરોડ અમદાવાદના વ્યસ્ત વ્યાપારી માર્ગોમાંનો એક છે. આ માર્ગ પર ઓફિસો, શૈક્ષણિક-સામાજિક સંસ્થાઓ તથા મહત્ત્વની સરકારી કચેરીઓ આવેલી હોવાથી અહીં સતત ભારે ટ્રાફિક રહે છે. ફ્લાયઓવર શરૂ થયા બાદ આ વિસ્તારમાં વાહનવ્યવહારને મોટી રાહત મળવાની અપેક્ષા છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AMC Project Wadaj Flyover Ahmedabad Flyover

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ