બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:49 PM, 14 August 2026
સ્વતંત્રતા દિવસ 2026ના અવસરે પોલીસ, ફાયર બ્રિગેડ, હોમ ગાર્ડ, નાગરિક સુરક્ષા અને સુધાર સેવાઓના કુલ 1,057 કર્મચારીઓને વીરતા અને સેવા પદકથી સન્માનિત કરવામાં આવશે. જેમાં ગૃહ મંત્રાલયે શુક્રવારે આ જાહેરાત કરી છે. તેમાં છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ પોલીસના ત્રણ પોલીસ કર્મચારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમને મરણોત્તર વીરતા પદકથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સ્વતંત્રતા દિવસ 2026 પર પોલીસ અને બીજી સેવાઓના 1,057 કર્મચારીઓને વીરતા તથા સેવા પદક આપવામાં આવશે, જેમાં ત્રણને મરણોત્તર સન્માન મળ્યું છે. તેમાં 301 વીરતા, 92 વિશિષ્ટ સેવા અને 664 સરાહનીય સેવા પદક સામેલ છે.
છત્તીસગઢ પોલીસના કોન્સ્ટેબલ સ્વર્ગીય નિતેશ એક્કા અને સ્વર્ગીય રમેશ કોરેટી તેમજ ઉત્તર પ્રદેશ પોલીસના ઈન્સ્પેક્ટર સ્વર્ગીય સુનીલ કુમારને મરણોત્તર વીરતા પદક આપવામાં આવ્યો છે. આમ કુલ 1,057 પુરસ્કારોમાંથી 301 વીરતા પદક, 92 વિશિષ્ટ સેવા માટેના રાષ્ટ્રપતિ પદક અને 664 સરાહનીય સેવા પદક સામેલ છે.
ADVERTISEMENT
કુલ 301 વીરતા પુરસ્કારોમાંથી મોટા ભાગના એવા જવાનોને આપવામાં આવી રહ્યા છે જેમને બહાદુરીનું પ્રદર્શન કર્યું છે. તેમાં 197 જવાનો ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાંથી 51 જમ્મુ-કાશ્મીર ક્ષેત્રમાંથી, 12 ઉત્તર-પૂર્વમાંથી અને 41 જવાનો બીજા વિસ્તારોમાંથી છે.
ADVERTISEMENT
બહાદુરી માટે આપવામાં આવતા 301 પદકોમાંથી 272 પોલીસ કર્મચારીઓને અને 29 ફાયર સર્વિસ કર્મચારીઓને ‘મેડલ ફોર ગેલેન્ટ્રી’ (GM) આપવામાં આવ્યો છે. આ પદક જાન-માલની રક્ષા કરવા, અપરાધ રોકવા કે અપરાધીઓને પકડવામાં દર્શાવેલી અસાધારણ બહાદુરી માટે આપવામાં આવે છે. તેમાં સંબંધિત અધિકારીની જવાબદારીઓ અને કર્તવ્યોને ધ્યાનમાં રાખીને લેવાયેલા જોખમનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
ADVERTISEMENT
ઉત્તમ સેવા માટેના કુલ 92 પ્રેસિડેન્ટ્સ મેડલમાંથી 83 પોલીસ સેવાને, ચાર ફાયર સર્વિસને, ત્રણ સિવિલ ડિફેન્સ અને હોમ ગાર્ડ સેવાને તેમજ બે સુધાર સેવા (કરેક્શનલ સર્વિસ)ને આપવામાં આવ્યા છે. સરાહનીય સેવા માટેના 664 મેડલમાંથી 606 પોલીસ સેવાને, 28 ફાયર સર્વિસને, 18 સિવિલ ડિફેન્સ અને હોમ ગાર્ડ સેવાને તેમજ 12 સુધાર સેવાને આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ઉત્તમ સેવા માટેનો પ્રેસિડેન્ટ્સ મેડલ સેવામાં વિશેષ અને શાનદાર રેકોર્ડ માટે આપવામાં આવે છે, જ્યારે સરાહનીય સેવા માટેનો મેડલ એવી મૂલ્યવાન સેવા માટે આપવામાં આવે છે જેમાં સંસાધનો અને કર્તવ્ય પ્રત્યે સમર્પણની ભાવના હોય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.