બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પિત્તની થેલીમાં પથરી કેવી રીતે બને? કયા લક્ષણો દેખાય, તપાસ-સારવાર અને બચવાના ઉપાય જાણો
6 ફોટો ગેલેરી
Last Updated: 04:47 PM, 14 August 2026
1/6
પિત્તાશય એ માનવ શરીરમાં લીવરની નીચે આવેલી એક નાની થેલી જેવી રચના છે. તેમાં પિત્ત રસ (Bile) જમા થાય છે, જે ખોરાકને પચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઘણી વખત આ પિત્ત રસમાં નાના-નાના પથ્થર જેવા ટુકડાઓ બનવા લાગે છે, જેને પિત્તાશયની પથરી અથવા ગૉલસ્ટોન (Gallstones) કહેવામાં આવે છે. આજકાલ આ સમસ્યા ખૂબ સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને વધુ વજન ધરાવતા લોકો, મહિલાઓ અને અસંતુલિત આહાર લેતા લોકોમાં પથરીનું જોખમ વધુ જોવા મળે છે.
2/6
પિત્ત રસમાં કોલેસ્ટ્રોલ અને અન્ય પદાર્થો રહેલા હોય છે. જ્યારે આ તત્વોનું સંતુલન બગડે છે ત્યારે પથરી બનવાની શરૂઆત થાય છે. તેના મુખ્ય કારણો આ મુજબ છે. જેમાં પિત્ત રસમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જવાથી તે ધીમે ધીમે જમા થઈને પથરીનું રૂપ લે છે. મોટાભાગના કિસ્સાઓમાં પથરી આ જ કારણે થાય છે. કેટલીક વખત લીવર સંબંધિત અમુક બીમારીઓમાં શરીરમાં બિલીરૂબિનનું પ્રમાણ વધી જાય છે, જે પથરીનું કારણ બની શકે છે. જો પિત્તાશય યોગ્ય રીતે ખાલી ન થાય, તો તેમાં રહેલો રસ ઘટ્ટ થઈ જાય છે અને પથરીમાં ફેરવાય છે. વજન વધારે હોવું અને તળેલું કે અસંતુલિત ભોજન લેવાથી પણ પથરીનું જોખમ વધે છે.
3/6
ઘણા લોકોને નાની પથરી હોય ત્યારે કોઈ લક્ષણ દેખાતા નથી. પરંતુ જ્યારે પથરી કોઈ નળીમાં અટવાઈ જાય છે ત્યારે નીચે મુજબના લક્ષણો જોવા મળી શકે છે: જેમાં પેટના ઉપરના જમણા ભાગમાં અસહ્ય દુખાવો થવો, આ દુખાવો પીઠ અથવા કંધા સુધી પહોંચવો, ઉબકા આવવા કે ઉલટી થવી, ખોરાક લીધા પછી પેટમાં ભારેપણું કે દુખાવો થવો, પેટ ફૂલી જવું અને પાચન યોગ્ય રીતે ન થવું, તાવ આવવો કે ઠંડી લાગવી, આંખો અને ત્વચાનો રંગ પીળો પડવો (પીળિયાના લક્ષણો), પેશાબનો રંગ ઘાટો થવો અને મળનો રંગ આછો થવો.
4/6
જો પેટમાં અસહ્ય દુખાવાની સાથે તાવ આવે કે ત્વચા-આંખો પીળી પડે તો તેને બિલકુલ અવગણવી જોઈએ નહીં અને તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. પિત્તાશયની પથરીનું નિદાન કરવા માટે ડૉક્ટર્સ સામાન્ય રીતે પેટનું અલ્ટ્રાસાઉન્ડ (Ultrasound) કરાવે છે. આનાથી પથરીનું સ્થાન અને તેનું કદ જાણી શકાય છે. જરૂર પડે તો ડૉક્ટર અન્ય ટેસ્ટ પણ કરાવી શકે છે.
5/6
રોજિંદી જીવનશૈલીમાં કેટલાક સરળ ફેરફારો કરીને પથરીના જોખમને ઘટાડી શકાય છે. તળેલું અને વધારે તેલ-મસાલાવાળું ભોજન ઓછું ખાવું. આહારમાં ફળો, શાકભાજી અને ફાઈબરયુક્ત પદાર્થોનું પ્રમાણ વધારવું. દરરોજ હળવી કસરત કે વ્યાયામ કરવો. વજન નિયંત્રણમાં રાખવું, પરંતુ અચાનક ઝડપથી વજન ઘટાડવાનો પ્રયાસ ન કરવો. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાનું ટાળવું અને સમયસર ભોજન લેવું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ