ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / લોકરક્ષક ભરતીમાં 18,322 ઉમેદવારોની પસંદગી! રિવાઇઝ્ડ કટઓફ જાહેર, જાણો કેટેગરીવાઇઝ માર્ક્સ

ગાંધીનગર / લોકરક્ષક ભરતીમાં 18,322 ઉમેદવારોની પસંદગી! રિવાઇઝ્ડ કટઓફ જાહેર, જાણો કેટેગરીવાઇઝ માર્ક્સ

Published By: Ajitsinh Jadeja
Reported By: Mehul Desai

Last Updated: 06:29 PM, 14 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News, LRD Cutoff List: લોકરક્ષક ભરતીમાં દસ્તાવેજ ચકાસણી માટે 18322 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પસંદ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

ADVERTISEMENT

Gandhinagar News, LRD Cutoff List: લોકરક્ષક ભરતીમાં દસ્તાવેજ ચકાસણી માટે 18322 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પસંદ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. શારીરિક કસોટીમાં 636000 જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો. શારીરિક કસોટીમાં 263345 ઉમેદવારો ઉત્તીર્ણ થયા હતા.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાઇડ ઉમેદવારોની યાદી જાહેર કરાઇ છે. ભરતી બોર્ડ દ્વારા કૂલ 12,733 ખાલી જગ્યાઓ માટે પ્રથમ તબક્કામાં 18,322 ઉમેદવારો ક્વોલિફાઇડ થયા છે.

14 જૂન 2026ના લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા યોજાઈ હતી. લેખિત પરીક્ષામાં Part A અને Part Bમાં 39225 ઉમેદવારો Qualified થયા હતા. પ્રથમ તબક્કામાં 18322 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે.

જરૂર જણાશે તો વધુ ઉમેદવારોને બાદમાં દસ્તાવેજ ચકાસણી માટે બોલાવાશે. દસ્તાવેજ ચકાસણી માટે કેટેગરી પ્રમાણે રિવાઇઝ કટ ઓફ જાહેર કરાયા છે.

ખાલી જગ્યા સામે સામાન્ય કેટેગરીમાં બે ગણા અને અનામત કેટેગરીમાં એક ગણા, જ્યારે માજી સૈનિકમાં પણ બે ગણા ઉમેદવારોને બોલાવ્યા છે. જરૂર જણાશે તો વધુ ઉમેદવારોને પાછળથી બોલાવવામાં આવનાર છે.

કેટેગરી પ્રમાણે રિવાઇઝ કટ ઓફ

જનરલ પુરુષ ઉમેદવારો માટે કટ ઓફ 125 માર્ક્સ

જનરલ મહિલા ઉમેદવારો માટે કટ ઓફ 104.75 માર્ક્સ

EWS પુરુષ ઉમેદવારો માટે કટ ઓફ 114.50 માર્ક્સ

EWS મહિલા ઉમેદવારો માટે કટ ઓફ 80.50 માર્ક્સ

SEBC પુરુષ ઉમેદવારો માટે કટ ઓફ 119.25 માર્ક્સ

SEBC મહિલા ઉમેદવારો માટે કટ ઓફ 98.50 માર્ક્સ

SC પુરુષ ઉમેદવારો માટે કટ ઓફ 113.75 માર્ક્સ

SC મહિલા ઉમેદવારો માટે કટ ઓફ 94.50 માર્ક્સ

ST પુરુષ ઉમેદવારો માટે કટ ઓફ 95.75 માર્ક્સ

ST મહિલા ઉમેદવારો માટે કટ ઓફ 84.50 માર્ક્સ

આ પણ વાંચોઃ

દસ્તાવેજ ચકાસણી માટે પસંદ થયેલા ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. દસ્તાવેજ ચકાસણીની તારીખ અને અન્ય વિગતો હવે પછી જાહેર કરાશે. ઉમેદવારોના ડોક્યુમેન્ટ અને પ્રમાણપત્રોની ચકાસણી બાદ ભરતી નિયમો મુજબ આગળની પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે.

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar LRD Lokrakshak

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ