બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બ્રેડ વગર બનાવો ટેસ્ટી બ્રેડ પકોડા, ચા સાથે ખાવાની મજા બમણી થઈ જશે
7 ફોટો ગેલેરી
Last Updated: 02:52 PM, 14 August 2026
1/7
હવે તમે બ્રેડ વગર પણ ટેસ્ટી અને ક્રિસ્પી બ્રેડ પકોડા બનાવી શકો છો. આ રેસિપીમાં બ્રેડની જગ્યાએ સોજીથી શીટ તૈયાર કરવામાં આવે છે અને તેમાં મસાલેદાર બટાકાની સ્ટફિંગ ભરવામાં આવે છે. ત્યારબાદ તેને બેસનના બેટરમાં ડુબાડીને તળવામાં આવે છે. તો જાણો ઘરે સરળતાથી બ્રેડ વગરના બ્રેડ પકોડા બનાવવાની રીત.
2/7
સૌથી પહેલા 5થી 6 બાફેલા બટાકાને હળવા મેશ કરી લો. કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરીને તેમાં બારીક સમારેલી ડુંગળી નાખી 1થી 2 મિનિટ સાંતળો. હવે તેમાં મીઠું, હળદર, કાશ્મીરી લાલ મરચું, ધાણા પાવડર, જીરું પાવડર અને કસૂરી મેથી નાખો.મસાલાને લગભગ 30થી 40 સેકન્ડ સુધી સાંતળ્યા બાદ તેમાં મેશ કરેલા બટાકા નાખો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને 2થી 3 મિનિટ સુધી પકાવો. ત્યારબાદ ગેસ બંધ કરીને બટાકાની સ્ટફિંગને ઠંડી થવા દો.
3/7
હવે એક વાસણમાં 2 કપ બેસન લો. તેમાં મીઠું, થોડું હળદર, લાલ મરચું, અજમો અને કસૂરી મેથી ઉમેરો. હવે થોડું-થોડું પાણી નાખીને સ્મૂધ બેટર તૈયાર કરો. બેટરને 2થી 3 મિનિટ સુધી સારી રીતે ફેંટી લો. છેલ્લે તેમાં ચોથાઈ ચમચી બેકિંગ પાવડર નાખીને મિક્સ કરો. બેટર ન વધારે પાતળું કે ન વધારે ઘટ્ટ રાખવું જેથી પકોડા સારી રીતે કોટ થઈ શકે.
4/7
હવે એક વાસણમાં 2 કપ બેસન લો. તેમાં મીઠું, થોડું હળદર, લાલ મરચું, અજમો અને કસૂરી મેથી ઉમેરો. હવે થોડું-થોડું પાણી નાખીને સ્મૂધ બેટર તૈયાર કરો. બેટરને 2થી 3 મિનિટ સુધી સારી રીતે ફેંટી લો. છેલ્લે તેમાં ચોથાઈ ચમચી બેકિંગ પાવડર નાખીને મિક્સ કરો. બેટર ન વધારે પાતળું કે ન વધારે ઘટ્ટ રાખવું જેથી પકોડા સારી રીતે કોટ થઈ શકે.
5/7
એક કપ સોજીમાં અડધો કપ દહીં અને એક કપ પાણી ઉમેરો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ઘટ્ટ બેટર તૈયાર કરો. આ મિશ્રણને 5 મિનિટ માટે ઢાંકીને રાખો.5 મિનિટ બાદ બેટરને સારી રીતે ફેંટી લો અને તેમાં અડધી ચમચી બેકિંગ પાવડર ઉમેરો. હવે નોન-સ્ટિક પેન પર થોડું તેલ લગાવીને બેટરને પાતળું ફેલાવો. તેને ઢાંકીને બંને તરફથી હળવું ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવો. આ રીતે 2થી 3 સૂજીની શીટ તૈયાર કરી લો.
6/7
હવે તૈયાર કરેલી સોજીની શીટની કિનારીઓ કાપીને તેને ચોરસ આકાર આપો. એક શીટ પર તૈયાર કરેલી બટાકાની સ્ટફિંગ સરખી રીતે ફેલાવો. ત્યારબાદ બીજી સોજીની શીટ તેના ઉપર મૂકી દો. હવે આ તૈયાર થયેલા મિશ્રણને વચ્ચેથી કાપીને બે ભાગ કરી લો. આ રીતે પકોડા માટેના ટુકડા તૈયાર થઈ જશે.
7/7
હવે તૈયાર કરેલા સૂજી અને બટાકાના ટુકડાને બેસનના બેટરમાં સારી રીતે ડુબાડો. કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં પકોડાના ટુકડા નાખો. પકોડાને મધ્યમ આંચ પર બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. તૈયાર થયેલા ગરમાગરમ બ્રેડ વગરના બ્રેડ પકોડાને ચટણી અથવા ચા સાથે સર્વ કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ