બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદના મનપસંદ જીમખાના જુગારકાંડમાં મોટી કાર્યવાહી, દરિયાપુર PI અને PSI સસ્પેન્ડ

ગુજરાત / અમદાવાદના મનપસંદ જીમખાના જુગારકાંડમાં મોટી કાર્યવાહી, દરિયાપુર PI અને PSI સસ્પેન્ડ

Published By: Nidhi Panchal
Reported By: Sakshi Davda

Last Updated: 02:18 PM, 14 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના મનપસંદ જીમખાનામાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામના પર્દાફાશ બાદ હવે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ બેદરકારી બદલ દરિયાપુર પોલીસ સ્ટેશનના PI અને સર્વેલન્સ સ્ક્વોડના PSIને સસ્પેન્ડ કર્યા છે.

અમદાવાદના મનપસંદ જીમખાનામાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામના પર્દાફાશ બાદ હવે પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા પછી જવાબદાર અધિકારીઓની બેદરકારી સામે આવતા રાજ્ય પોલીસ વડાએ કડક વલણ અપનાવ્યું છે. સમગ્ર મામલે દરિયાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) જી.વી. ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દરિયાપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા PSI સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.

gymkhaaaannn

મળતી માહિતી મુજબ આ કાર્યવાહી અધિકારીઓની ફરજમાં બેદરકારીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા દ્વારા સસ્પેન્શનનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાએ પોલીસ વિભાગમાં પણ ચકચાર મચાવી છે અને ફરજમાં બેદરકારી રાખનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

પોલીસ સ્ટેશનના PIને સોંપવામાં આવ્યો છે

સસ્પેન્શન બાદ દરિયાપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ હાલ શાહીબાગ પોલીસ સ્ટેશનના PIને સોંપવામાં આવ્યો છે. નવા ઇન્ચાર્જ તરીકે તેઓ દરિયાપુર પોલીસ સ્ટેશનની કામગીરી સંભાળશે.

હાઈપ્રોફાઈલ જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલો દરોડો

આ સમગ્ર કાર્યવાહીનું મૂળ કારણ અમદાવાદના મનપસંદ જીમખાનામાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલો દરોડો છે. 2 ઓગસ્ટની રાત્રે SMCએ ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. ખાસ વાત એ હતી કે આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક પોલીસને સંપૂર્ણપણે અંધારામાં રાખવામાં આવી હતી. SMCએ સીધી કાર્યવાહી કરીને સમગ્ર જુગારધામનો પર્દાફાશ કર્યો હતો.

કુલ 187 જુગારીઓ ઝડપાયા

દરોડા દરમિયાન કુલ 187 જુગારીઓ ઝડપાયા હતા. આટલી મોટી સંખ્યામાં જુગારીઓ ઝડપાતા સમગ્ર રાજ્યમાં આ કેસ ચર્ચાનો વિષય બન્યો હતો. માત્ર એટલું જ નહીં, દરોડા દરમિયાન મોટો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં રોકડ રકમ સહિત જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતી વિવિધ વસ્તુઓનો સમાવેશ થતો હોવાનું સામે આવ્યું હતું.

કાર્યવાહી ન કરવા અંગે અનેક સવાલો ઊભા

આટલા મોટા પ્રમાણમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ચાલતું હોવા છતાં સ્થાનિક પોલીસને તેની જાણ ન હોવા અથવા યોગ્ય કાર્યવાહી ન કરવા અંગે અનેક સવાલો ઊભા થયા હતા. ત્યારબાદ સમગ્ર મામલે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં અધિકારીઓની બેદરકારી સામે આવતા હવે તેમની સામે સસ્પેન્શન જેવી કડક કાર્યવાહી કરવામાં આવી છે.

અધિકારીઓ સામે કડક વલણ અપનાવીને સ્પષ્ટ સંદેશ

રાજ્ય પોલીસ વડા દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને પોલીસ વિભાગમાં મહત્વપૂર્ણ કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે. ફરજમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કડક વલણ અપનાવીને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો : પંચમહાલના કાલોલમાં પીવાના પાણીના સંપમાંથી ફરી હાડકા મળ્યા, 20 હજાર લોકોના આરોગ્ય પર સવાલ

મનપસંદ જીમખાનાના આ કેસમાં હજુ પણ તપાસ ચાલુ છે. જુગારધામના સંચાલન, તેમાં સંડોવાયેલા અન્ય લોકો તેમજ સમગ્ર નેટવર્ક અંગે તપાસ આગળ વધી રહી છે. બીજી તરફ, 187 જુગારીઓ ઝડપાયા બાદ પોલીસ વિભાગમાં શરૂ થયેલી આ કાર્યવાહી હવે વધુ અધિકારીઓ સુધી પહોંચે છે કે નહીં તેના પર પણ સૌની નજર છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Manpasand Gymkhana Ahmedabad Gambling Case SMC Raid

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ