બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Lucky Plant Vastu: મની પ્લાન્ટ કરતાં વધુ અસરકારક જેડ પ્લાન્ટ! કઈ દિશામાં રાખવાથી થશે ધનલાભ?
7 ફોટો ગેલેરી
Last Updated: 10:48 PM, 14 August 2026
1/7
આજના સમયમાં ઘરો અને ઓફિસોની સજાવટ માટે ઈન્ડોર પ્લાન્ટ્સ (Indoor Plants) નો ક્રેઝ ખૂબ વધી ગયો છે. લોકો પોતાના લિવિંગ રૂમ અને બાલકનીને હરિયાળીથી ભરી દેવાનું પસંદ કરે છે. જોકે, વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈના નિષ્ણાતોનું માનવું છે કે કેટલાક છોડ માત્ર સુંદરતા કે તાજગી માટે નથી હોતા, પરંતુ તે આપણું ભાગ્ય અને આર્થિક સ્થિતિ બદલવાની અદ્ભુત ક્ષમતા પણ ધરાવે છે. આવો જ એક ચમત્કારી અને લોકપ્રિય છોડ છે જેડ પ્લાન્ટ. જેડ પ્લાન્ટને 'મની ટ્રી', 'ફ્રેન્ડશિપ ટ્રી' અને 'લકી પ્લાન્ટ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના ચમકદાર, નાના અને સિક્કા આકારના ગોળ પાંદડાં ધન, સમૃદ્ધિ અને વિકાસનું પ્રતીક માનવામાં આવે છે.
2/7
ફેંગશુઈ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર, જેડ પ્લાન્ટ ચુંબકની જેમ પૈસાને આકર્ષિત કરે છે. તેના સિક્કા આકારના પાંદડાં ઘરમાં આર્થિક સંપન્નતા અને બરકત લાવવાનો સંકેત આપે છે. જો તમારી પાસે પૈસા ટકતા ન હોય કે સતત આર્થિક તંગી રહેતી હોય, તો આ છોડ અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.
3/7
વાસ્તુશાસ્ત્રમાં કોઈ પણ વસ્તુનું પૂર્ણ ફળ ત્યારે જ મળે છે જ્યારે તે સાચી દિશામાં રાખવામાં આવે. જેડ પ્લાન્ટ રાખવા માટે દક્ષિણ-પૂર્વ ખૂણો સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ દિશાના સ્વામી શુક્ર ગ્રહ છે, જે ધન અને ઐશ્વર્યના કારક છે. આ ખૂણામાં છોડ રાખવાથી નાણાકીય સફળતા અને આવકના નવા સ્ત્રોત ખુલે છે. તેને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે (ખાસ કરીને જમણી બાજુ) રાખવો પણ ખૂબ શુભ ગણાય છે. તે ઘરમાં પ્રવેશતી ઊર્જાને સકારાત્મક બનાવે છે. પરિવારમાં પરસ્પર પ્રેમ, સદ્ભાવ અને સારા સ્વાસ્થ્ય માટે તેને પૂર્વ દિશામાં રાખી શકાય છે.
4/7
જો સખત મહેનત કરવા છતાં નોકરીમાં પ્રમોશન ન મળતું હોય કે બિઝનેસમાં નુકસાન થતું હોય, તો તમારી ઓફિસ ટેબલ કે વર્ક ડેસ્કના દક્ષિણ-પૂર્વ ખૂણામાં એક નાનો જેડ પ્લાન્ટ રાખો. તે માનસિક તણાવ ઘટાડીને ધ્યાન (Focus) અને ઉત્પાદકતા વધારે છે તથા વેપારમાં પ્રગતિના રસ્તા ખોલે છે.
5/7
6/7
7/7
જેડ પ્લાન્ટને ક્યારેય પણ ઉત્તર દિશા કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન રાખવો. આ ઉપરાંત તેને બેડરૂમ કે બાથરૂમમાં રાખવો પણ અશુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર સુકાયેલો છોડ ઘરમાં નકારાત્મકતા લાવે છે. જો છોડના પાંદડાં સુકાઈ રહ્યા હોય કે પીળા પડી રહ્યા હોય, તો તેની સમયસર છંટકાળી કરી દો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ