બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કયા 2 વડાપ્રધાનોએ ક્યારેય લાલ કિલ્લા પરથી તિરંગો ન ફરકાવ્યો? જાણો શું હતું કારણ

નેશનલ / કયા 2 વડાપ્રધાનોએ ક્યારેય લાલ કિલ્લા પરથી તિરંગો ન ફરકાવ્યો? જાણો શું હતું કારણ

Published By: Pravin Joshi

Last Updated: 08:55 PM, 14 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15 ઓગસ્ટના રોજ દર વર્ષે દેશના વડાપ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધિત કરે છે. પરંતુ ભારતના ઇતિહાસમાં એવા 2 વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે, જેમને ક્યારેય પણ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવાનો અવસર મળ્યો ન હતો.

સ્વતંત્રતા દિવસના અવસર પર દર વર્ષે 15 ઓગસ્ટના રોજ દેશના વડાપ્રધાન દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને દેશને સંબોધિત કરે છે. આ પરંપરા 15 ઓગસ્ટ 1947 થી ચાલી આવી રહી છે, જ્યારે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો (જો કે 1947 માં મધ્યરાત્રિએ તેમનું પ્રખ્યાત ભાષણ 'ટ્રિસ્ટ વિથ ડેસ્ટની' સંવિધાન સભામાં આપવામાં આવ્યું હતું). નેહરૂ દ્વારા શરૂ કરાયેલી આ પ્રથા આજે પણ યથાવત છે. પરંતુ ભારતના રાજકીય ઇતિહાસમાં એવા બે વડાપ્રધાન પણ થયા છે, જે પોતાના કાર્યકાળ દરમિયાન ક્યારેય પણ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરી શક્યા ન હતા. આવો જાણીએ તેમના વિશે:

Gulzarilal Nanda

ગુલઝારીલાલ નંદા (Gulzarilal Nanda)

ગુલઝારીલાલ નંદા દેશના બે વખત વડાપ્રધાન બન્યા, પરંતુ બંને જ વખત તેઓ કાર્યવાહક વડાપ્રધાન હતા અને તેમને ક્યારેય 15 ઓગસ્ટની તારીખે પદ પર રહેવાનું ભાગ્ય સાંપડ્યું નહીં. તેમનો પ્રથમ કાર્યકાળ મે 1964 માં પંડિત જવાહરલાલ નેહરૂના અવસાન બાદ શરૂ થયો હતો અને તે જ વર્ષના June 9 સુધી એટલે કે માત્ર 13 દિવસ ચાલ્યો હતો. આ પછી, લાલ બહાદુર શાસ્ત્રીના નિધન બાદ જાન્યુઆરી 1966 માં તેઓ ફરીથી કાર્યવાહક વડાપ્રધાન તરીકે સત્તા પર આવ્યા. તેમનો આ બીજું કાર્યકાળ પણ 24 જાન્યુઆરીના રોજ સમાપ્ત થઈ ગયો, જ્યારે ઈન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન બન્યા. તેમના બંને કાર્યકાળ ફક્ત 13-13 દિવસના જ રહ્યા હોવાથી તેમને લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવાનો મોકો મળ્યો નહીં.

આ પણ વાંચોઃ નેશનલ / સ્વતંત્રતા દિવસ 2026 પર 1,057 કર્મીઓને વીરતા અને સેવા પદકથી કરાશે સન્માનિત

Chandrashekhar PM

ચંદ્રશેખર (Chandrashekhar)

બીજા વડાપ્રધાન ચંદ્રશેખર હતા, જેમણે 10 નવેમ્બર 1990 ના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. પરંતુ તેમના નસીબમાં પણ લાલ કિલ્લાની પ્રાચીરથી દેશની જનતાને સંબોધિત કરવાનું લખ્યું ન હતું. દેશની રાજનીતિમાં ઉથલપાથલના તે દોરમાં તેમણે એક અલ્પમત સરકારનું નેતૃત્વ કર્યું હતું જે કોંગ્રેસના બહારથી મળેલા ટેકા પર ટકી હતી. તેઓની સરકાર માત્ર કેટલાક જ મહિના ચાલી અને તેમણે માર્ચ 1991 માં રાજીનામું આપી દીધું, જોકે તેમની સરકાર જૂન 21 સુધી કાર્યવાહક સરકાર તરીકે કામ કરતી રહી. પરંતુ જ્યારે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ આવ્યો, ત્યારે ચંદ્રશેખર વડાપ્રધાન પદ પર ન હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GulzarilalNanda RedFort IndependenceDay

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ