બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / સ્વીટી પટેલ હ*ત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો! Ex PI અજય દેસાઈને આજીવન કેદ, કિરીટસિંહને 5 વર્ષની સજા
Last Updated: 09:25 PM, 14 August 2026
Karjan News: વર્ષ 2021માં થયેલ સ્વીટી પટેલ હત્યા કેસમાં મુખ્ય આરોપી અને પૂર્વ PI અજય દેસાઈને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કરજણ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે.
ADVERTISEMENT
મૃતદેહના નિકાલમાં સહાય કરવા બદલ કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની સજા કરવામાં આવી છે. આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 1290 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ઊંઘમાં જ સ્વીટીનું ગળું દબાવીને અજય દેસાઈએ તેની હત્યા કરી હતી.
આરોપી અજય દેસાઈ અને સ્વીટી પટેલ વર્ષ 2016થી સાથે રહેતા હતા. વર્ષ 2017માં અજય દેસાઈએ અન્ય મહિલા સાથે કાયદેસરના લગ્ન કરી લીધા હતા. સ્વીટીના મૃતદેહને પોતાની કારની ડિકીમાં મૂકીને ભરૂચ લઇ ગયા હતા. ભરૂચ સ્થિત અટાલી ગામ નજીક લઈ જઈને સળગાવી દીધો હતો.
ADVERTISEMENT
અજય દેસાઈએ સ્વીટી સાથે મંદિરમાં લગ્ન કર્યા બાદ 2017માં તેના જ સમાજની યુવતી સાથે લગ્ન કર્યા હતા. અજય અને સ્વીટી કરજણના પ્રયોશા સોસાયટીના બંગલોમાં રહેતા હતા. અજયની બીજી પત્ની વડોદરામાં હતી. બંને વચ્ચેના અણબનાવો વચ્ચે સ્વીટી પ્રેગ્નેન્ટ થઈ, આ મામલે પણ બંને વચ્ચે કંકાસ થવા લાગ્યો હતો. 2019માં તેણીએ અજય દેસાઈના દીકરાને જન્મ આપ્યો હતો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાત / રાજ્યના આ શહેરમાં નોંધાયા ચાંદીપુરા વાયરસના વધુ 2 શંકાસ્પદ કેસ, તંત્ર એલર્ટ
4 જૂન 2021ની રાત્રે સ્વીટી અને અજય દેસાઈ વચ્ચે લગ્ન સંબંધિત વાતને લઈ મોટો ઝઘડો થયો હતો. રાત્રે 12:30 વાગ્યે પીઆઇ દેસાઈએ સ્વીટીનું ગળું દબાવી હત્યા કરી હતી. ગુમ સ્વીટી પટેલની પતિ તત્કાલિક પીઆઇ અજય દેસાઈ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.