ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મહિલાઓને ઓનલાઈન હેરાન કરનારા આરોપીઓ ઝડપાયા, પોલીસ કમિશ્નરે મહિલાઓને કરી ખાસ અપીલ
Last Updated: 10:13 PM, 14 August 2026
ADVERTISEMENT
અમદાવાદમાં ડિજિટલ યુગ સાથે વધી રહેલા સાયબર ગુનાઓ અને ખાસ કરીને મહિલાઓને નિશાન બનાવી થતી ઓનલાઇન હેરાનગતિ સામે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી વધુ તેજ કરી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી મહિલાઓની ઓનલાઇન સુરક્ષા માટે ‘મિશન સાયબર રક્ષિકા’ સ્ક્વોડની રચના કરવામાં આવી છે.
ADVERTISEMENT
બે મહિનામાં 11 ફરિયાદો, 8 આરોપીઓ ઝડપાયા
મિશન સાયબર રક્ષિકા સ્ક્વોડ દ્વારા જૂન મહિનાથી અત્યાર સુધીમાં મહિલાઓને ન્યૂડ વીડિયો, અશ્લીલ ફોટા અને ધમકીભર્યા મેસેજ મોકલી હેરાન કરવાના 11 કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં મહિલાઓ સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સ્ક્વોડમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર (PI), એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને 8 પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. સ્ક્વોડનો મુખ્ય હેતુ મહિલાઓને સાયબર સ્ટોકિંગ, સાયબર બુલિંગ, ફેક સોશિયલ મીડિયા પ્રોફાઇલ અને બ્લેકમેઇલિંગ જેવી ઓનલાઇન હેરાનગતિથી સુરક્ષા આપવાનો છે.
ADVERTISEMENT

ફેક આઇડી બનાવી મહિલાઓને ફસાવવાની મોડસ ઓપરેન્ડી
ADVERTISEMENT
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક આરોપીઓ મહિલાઓના નામે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને અન્ય મહિલાઓ સાથે સંપર્ક કરતા હતા. ત્યારબાદ વાતચીત દરમિયાન તેમના અંગત ફોટા અને વીડિયો મેળવી તેને વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. કેટલાક કિસ્સાઓમાં આરોપીઓ પૈસાની માંગણી કરતા હતા, જ્યારે અન્ય કેસોમાં મહિલાઓના લગ્નજીવનમાં તણાવ ઊભો કરવા માટે તેમને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
ADVERTISEMENT
એક આરોપીએ 300 જેટલી મહિલાઓને બનાવી નિશાન
તપાસ દરમિયાન સામે આવેલા એક કેસમાં આરોપી સુરેશ પુરીએ છેલ્લા છ મહિનામાં 10 જેટલા ફેક આઇડી બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ એકાઉન્ટ્સ મારફતે આશરે 300 મહિલાઓને ટાર્ગેટ કરી અશ્લીલ મેસેજ, ન્યૂડ ફોટા અને વીડિયો મોકલી હેરાન કરવામાં આવતી હતી.અન્ય એક કેસમાં આરોપી કેયુર લક્કડે મહિલાઓના નામે 8 ફેક આઇડી બનાવી હતી. તે જાહેર પ્રોફાઇલ ધરાવતી મહિલાઓની ફ્રેન્ડ્સ લિસ્ટમાં કનેક્ટ થઈને તેમની સાથે ઓનલાઇન હેરાનગતિ કરતો હતો.આ ઉપરાંત રાજસ્થાનથી ‘LoveGuru’ બની મહિલાઓ સાથે છેતરપિંડી કરનારા બે આરોપીઓ તેમજ દિલ્હીમાં યોગગુરુ તરીકે ઓળખ આપી AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મહિલાઓના નકલી ન્યૂડ ફોટા તૈયાર કરી માનસિક ત્રાસ આપતા એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT

પોલીસ કમિશનરની મહિલાઓને અપીલ
ADVERTISEMENT
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મહિલાઓને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા અથવા અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ પર કોઈ અજાણી વ્યક્તિ અનિચ્છનીય મેસેજ, ફોટો કે વીડિયો મોકલીને હેરાન કરતી હોય અથવા ધમકી આપતી હોય તો ઘટનાને અવગણવાને બદલે તાત્કાલિક સાયબર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો.
મિશન સાયબર રક્ષિકા સ્ક્વોડ દ્વારા ફરિયાદ કરનાર મહિલાઓની ઓળખ અને વિગતોની સંપૂર્ણ ગુપ્તતા જાળવવામાં આવશે તેવી ખાતરી પણ પોલીસ દ્વારા આપવામાં આવી છે.
સોશિયલ મીડિયા સુરક્ષા માટે પોલીસની સલાહ
આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સ્વાતંત્ર્ય દિવસ સંદેશ, વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047
‘મિશન સાયબર રક્ષિકા’ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી મહિલાઓને નિશાન બનાવી ઓનલાઇન ગુનાઓ આચરતા તત્વો સામે અમદાવાદ પોલીસનો કડક અભિગમ સ્પષ્ટ થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT