બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદનું એલર્ટ! વલસાડ-નવસારી સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
5 ફોટો ગેલેરી
Last Updated: 11:11 PM, 14 August 2026
1/5
ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યની નજીકથી એક ઉત્તર-દક્ષિણ ટ્રફ પસાર થઈ રહી છે, તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી વિવિધ સિસ્ટમ સક્રિય થવાના પરિણામે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
2/5
હવામાન વિભાગના રિપોર્ટ મુજબ, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા પર સર્જાયેલું ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધીને ઝારખંડ અને અડીને આવેલા ગંગા પશ્ચિમ બંગાળ ક્ષેત્ર પર કેન્દ્રિત થયું છે. જે આગામી 12 કલાકમાં વધુ નબળું પડીને 'વેલમાર્ક્ડ લો પ્રેશર એરિયા'માં ફેરવાઈ જશે. હાલમાં મોન્સૂન ટ્રફ ફિરોઝપુર, મુઝફ્ફરનગરથી લઈને બંગાળની ખાડી સુધી લંબાયેલી છે. આ ઉપરાંત, ઉત્તરપશ્ચિમ રાજસ્થાનથી ગુજરાત થઈને ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર સુધી એક ઉત્તર-દક્ષિણ ટ્રફ પણ સક્રિય છે. રાજ્યમાં હાલ નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.
3/5
હવામાન વિભાગ મુજબ, આજે વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી છે.
4/5
તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
5/5
આગામી 16 થી 20 ઓગસ્ટ દરમિયાન મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત; અમદાવાદ, વડોદરા, આણંદ સહિત મધ્ય ગુજરાત અને સુરત, વલસાડ, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી શક્યતા છે. તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, ભાવનગર જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ