બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના કાંકરિયાને મળ્યું નવું આકર્ષણ! 4.5 કિ.મી. વિસ્તારમાં ઝળહળશે લાઇટિંગ, પ્રોજેક્શન મેપિંગ-મલ્ટીમીડિયા ઇફેક્ટ્સથી બનશે ખાસ નજારો

photo-story

11 ફોટો ગેલેરી

અમદાવાદ / અમદાવાદના કાંકરિયાને મળ્યું નવું આકર્ષણ! 4.5 કિ.મી. વિસ્તારમાં ઝળહળશે લાઇટિંગ, પ્રોજેક્શન મેપિંગ-મલ્ટીમીડિયા ઇફેક્ટ્સથી બનશે ખાસ નજારો

Reported By: Dipak Solanki

Last Updated: 11:31 PM, 14 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના ટુરિઝમ સ્થળ એવા કાંકરિયા લેક પરિસરમાં કાયમી આર્કિટેક્ચરલ લાઇટિંગ સિસ્ટમનું લોકાર્પણ આજે તા. 14 ઓગસ્ટ, 2026ના રોજ કરવામાં આવ્યું.

1/11

photoStories-logo

1. કાંકરિયા લેક પરિસરમાં કાયમી આર્કિટેક્ચરલ લાઇટિંગ સિસ્ટમનું લોકાર્પણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના ટુરિઝમ સ્થળ એવા કાંકરિયા લેક પરિસરમાં કાયમી આર્કિટેક્ચરલ લાઇટિંગ સિસ્ટમનું લોકાર્પણ આજે તા. 14 ઓગસ્ટ, 2026ના રોજ કરવામાં આવ્યું. કાંકરિયા લેકના ગેટ નંબર-1, પુષ્પકુંજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટના હસ્તે કાયમી આર્કિટેક્ચરલ લાઇટિંગ સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સંસદસભ્ય દિનેશભાઈ મકવાણા અને ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટ ઉપસ્થિતિ રહ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું

કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર, દંડક અતુલ મિશ્રા તથા ઈ-ગવર્નન્સ, ઈલેક્ટ્રિકલ એન્ડ મટિરિયલ પ્રોક્યોરમેન્ટ કમિટીના ચેરમેન હિતેન્દ્રભાઈ પરમાર, દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામા સહિતના મહાનુભાવો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/11

photoStories-logo

3. અમદાવાદ શહેર માટેનું અત્યંત પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ

કાંકરિયા લેક પરિસર અમદાવાદ શહેર માટેનું અત્યંત પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ છે. અહીં વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે, જેમાં જુદા જુદા કેન્દ્રીય તથા રાજ્યના મંત્રીઓ તેમજ જાણીતી હસ્તીઓ મુલાકાત લેતા હોય છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં સહેલાણીઓ અને વિવિધ શાળાઓના બાળકો પણ કાંકરિયા ખાતે વિવિધ આકર્ષણોની મુલાકાત લે છે. દેશ-વિદેશમાંથી ડેલિગેશન તથા પ્રવાસીઓ પણ કાંકરિયા લેક પરિસરની મુલાકાત લેતા હોય છે. કાંકરિયા ખાતે સ્થાપિત લાઇટિંગ સિસ્ટમ ઘણા વર્ષો જૂની હોવાથી પૂરતા પ્રમાણમાં પ્રકાશ ઉપલબ્ધ થતો ન હતો, જેના પગલે સમગ્ર લાઇટિંગ તેમજ સાઉન્ડ સિસ્ટમના નવીનીકરણની જરૂરિયાત ઊભી થઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. કાંકરિયા તળાવના આશરે 4.5 કિ.મી.ના વિસ્તારમાં કાયમી આર્કિટેક્ચરલ લાઇટિંગ

આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કાંકરિયા તળાવના સમગ્ર પરિઘને આવરી લેતા આશરે 4.5 કિ.મી.ના વિસ્તારમાં કાયમી આર્કિટેક્ચરલ લાઇટિંગ સિસ્ટમની ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ સહિતનું વ્યાપક કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. નવી સિસ્ટમ અંતર્ગત ડિજિટલ લાઇટિંગ પ્રોસેસિંગ, કાંકરિયા પરિસરમાં આવેલા સ્મારકો તથા પ્રવેશદ્વારો પર પ્રોજેક્શન મેપિંગ અને થીમેટિક ડિસ્પ્લે દ્વારા મલ્ટીમીડિયા ઇફેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/11

photoStories-logo

5. સાઉન્ડ સિંક્રોનાઇઝ્ડ થીમેટિક લાઇટિંગનો પણ સમાવેશ

આધુનિક લાઇટિંગ વ્યવસ્થામાં સાઉન્ડ સિંક્રોનાઇઝ્ડ થીમેટિક લાઇટિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થા હેઠળ પ્રોગ્રામિંગ દ્વારા ગતિશીલ લાઇટિંગ ઇફેક્ટ્સને કન્ટ્રોલ કરી શકાય તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. સાથે જ મુલાકાતીઓના અનુભવને વધુ યાદગાર બનાવવા માટે સાઉન્ડ સાથે લાઇટિંગ ઇફેક્ટ્સનું સુંદર રીતે સંકલન કરવામાં આવશે. આ સમગ્ર વ્યવસ્થાથી કાંકરિયા લેક પરિસરમાં યોજાનારા વિવિધ કાર્યક્રમો અને મુલાકાતીઓ માટેના અનુભવમાં વધુ આકર્ષણ ઉમેરાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. તહેવારો અને વિવિધ ઇવેન્ટ્સ અનુસાર જુદી જુદી થીમેટિક લાઇટિંગ કરાશે

આ પ્રોજેક્ટ અંતર્ગત ગ્લોબલ પ્રોજેક્શન દ્વારા ડિઝાઇન આધારિત વર્ષ દરમિયાન યોજાનારા તહેવારો અને વિવિધ ઇવેન્ટ્સ અનુસાર જુદી જુદી થીમેટિક લાઇટિંગ કરવામાં આવશે. પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ સમયગાળા દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ઓછામાં ઓછા 12 વિવિધ થીમ્સ તૈયાર કરવામાં આવશે અને તે મુજબના આયોજનનો અમલ કરવામાં આવશે. વર્ષ દરમિયાન યોજાનારા તહેવારો તથા જુદી જુદી ઇવેન્ટ્સ અનુસાર મંજૂર સમયપત્રક મુજબ સંબંધિત થીમ્સનું સરળતાથી અમલીકરણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/11

photoStories-logo

7. કાંકરિયા લેક પરિસરને આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત લાઇટિંગથી સુશોભિત

કાંકરિયા લેક પરિસરમાં કરવામાં આવનાર આ કામગીરીમાં પરમેનેન્ટ આર્કિટેક્ચરલ લાઇટિંગ સિસ્ટમ, પ્રોજેક્શન મેપિંગ એન્ડ મલ્ટીમીડિયા, સાઉન્ડ સિંક્રોનાઇઝ્ડ થીમેટિક લાઇટિંગ, એરિયા ઇલ્યુમિનેશન તથા ફસાડ લાઇટિંગની ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ સહિતની કામગીરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાંચ વર્ષના ઓપરેશન-મેઇન્ટેનન્સ સહિતની કામગીરી દ્વારા કાંકરિયા લેક પરિસરને આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત લાઇટિંગથી સુશોભિત કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. કાંકરિયાને રાત્રિના સમયે આકર્ષક લુક આપવા પર પણ ભાર મૂકવામાં આવ્યો

નવી લાઇટિંગ વ્યવસ્થામાં માત્ર પ્રકાશ વધારવા પર જ નહીં, પરંતુ કાંકરિયાને રાત્રિના સમયે એક અલગ અને આકર્ષક લુક આપવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તેની ડિઝાઇનમાં હોમ ફ્લોર લેમ્પ્સ જેવી શાશ્વત ઇન્ડોર ડિઝાઇનને આધુનિક આઉટડોર લાઇટિંગ ટેક્નોલોજી સાથે જોડીને કાંકરિયાના ગ્રીનરી અને લેકફ્રન્ટના માહોલને અનુરૂપ નવો લુક તૈયાર કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/11

photoStories-logo

9. પોસ્ટ-ટોપ લેન્ટર્નની ખાસિયત

કાંકરિયા ખાતે લગાવવામાં આવેલા પોસ્ટ-ટોપ લેન્ટર્નની ખાસિયત તેની ડ્યુઅલ ઓપ્ટિક્સ ટેક્નોલોજી છે. આ સિસ્ટમ એકસાથે બે પ્રકારનો પ્રકાશ આપે છે. એક તરફ વોકવે પર ચાલતા મુલાકાતીઓ માટે પૂરતો રોડ લાઇટ મળે છે, જ્યારે બીજી તરફ આસપાસના વાતાવરણમાં સોફ્ટ ગ્લો ઊભો થાય છે. આથી સુરક્ષા અને સુંદરતા બંનેનું સંતુલન જળવાઈ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. IP66 વોટરપ્રૂફ રેટિંગ સાથે તૈયાર

તળાવ કિનારે ભેજ, પવન અને ચોમાસાના વરસાદ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાઇટિંગ ફિક્સ્ચર્સને IP66 વોટરપ્રૂફ રેટિંગ સાથે તૈયાર કરવામાં આવ્યા છે. ફિક્સ્ચરની બહારની સ્કિન ડબલ-સ્કિન્ડ કન્સ્ટ્રક્શન સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા પ્લાસ્ટિકની બનાવવામાં આવી છે અને કાંકરિયાની ગ્રીનરી તથા લેકફ્રન્ટ થીમ સાથે મેળ ખાતા રંગોમાં તેને તૈયાર કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/11

photoStories-logo

11. આખું ફિક્સ્ચર ઉતાર્યા વગર સ્થળ પર જ તેની સર્વિસિંગ અને સફાઈ કરી શકાય

નવી સિસ્ટમની જાળવણી પણ સરળ બનાવવામાં આવી છે. પોલ પરથી આખું ફિક્સ્ચર ઉતાર્યા વગર સ્થળ પર જ તેની સર્વિસિંગ અને સફાઈ કરી શકાય તેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થાથી જાળવણીનો સમય અને ખર્ચ બંને ઘટાડવામાં મદદ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

architectural lighting AMC Ahmedabad Kankaria Lake Ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ