બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાતમાં સિઝનનો સરેરાશ 73.25% વરસાદ! દક્ષિણ ગુજરાત 100% પાર, કચ્છમાં માત્ર 29.13%

photo-story

5 ફોટો ગેલેરી

Gujarat / ગુજરાતમાં સિઝનનો સરેરાશ 73.25% વરસાદ! દક્ષિણ ગુજરાત 100% પાર, કચ્છમાં માત્ર 29.13%

Last Updated: 08:30 AM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Rain Update: રાજ્યમાં સૌરાષ્ટ્ર ઝોનમાં છેલ્લા કેટલાક વર્ષમાં સીઝનનો સો ટકા વરસાદ ઝડપથી થઇ જતો હતો ત્યાં હજુ 55.38 ટકા જ સરેરાશ વરસાદ થયો છે.

1/5

photoStories-logo

1. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ

રાજ્યમાં મેઘરાજાના હળવા ઝાપટા વચ્ચે સીઝનનો સરેરાશ વરસાદ 73.25 ટકા જેટલો થવા પામ્યો છે. જો કે રાજ્યના તમામ ઝોનમાં દક્ષિણ ગુજરાત વિસ્તારમાં સતત વરસાદના કારણે સીઝનનો સરેરાશ સો ટકા વરસાદ થઇ જવા પામ્યો છે. તો કચ્છમાં ગત વર્ષે ભરપૂર વરસાદ થયો હતો ત્યાં અત્યાર સુધી માત્ર 29.13 ટકા વરસાદ થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્ર કરતા પણ વધુ વરસાદ

રાજ્યમાં સૌરાષ્ટ્ર ઝોનમાં છેલ્લા કેટલાક વર્ષમાં સીઝનનો સો ટકા વરસાદ ઝડપથી થઇ જતો હતો ત્યાં હજુ 55.38 ટકા જ સરેરાશ વરસાદ થયો છે. બીજી તરફ પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્ર કરતા પણ વધુ કુલ 72.26 ટકા સરેરાશ વરસાદ થવા પામ્યો છે. ઉત્તર ગુજરાતમાં 55.64 ટકા વરસાદ થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. દક્ષિણ ગુજરાતમાં મહત્તમ વરસાદ

રાજ્યમાં શુક્રવારે સવારથી મોડી સાંજ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું મહત્તમ જોર રહ્યું હતું. વઘઇ, ખેરગામ, નાના પોંઢા, વાંસદા વિગેરે તાલુકામાં એક ઇંચથી બે ઇંચ સુધીનો વરસાદ થયો હતો. તે સાથે મહીસાગરના કોઠંબા અને બાલાસિનોર તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ થયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 111 તાલુકામાં હળવો વરસાદ

પૂર્વ-મધ્ય ગુજરાતથી લઇને ઉત્તર ગુજરાતના મળીને કુલ 111 તાલુકામાં હળવો વરસાદ થયો હતો. રાજ્યના 206 જળાશયોમાં પાણીનો કુલ સંગ્રહ 65.26 ટકા, તો નર્મદા ડેમમાં ઉપરવાસના પાણીની આવકના કારણે 87.40 ટકા સુધી સંગ્રહ પહોંચી ગયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સમગ્ર રાજ્યનો વરસાદ યથાવત

ગુજરાતમાં સરેરાશ વરસાદ સારો કહી શકાય, જે રાજ્યની જળ જરૂરિયાતો માટે આશાનું કિરણ છે. પરંતુ, પ્રાદેશિક અસમાનતાઓને કારણે કેટલાક વિસ્તારોમાં રાહત છે તો કેટલાક વિસ્તારોમાં ચિંતા હજુ પણ યથાવત છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા ઓછો વરસાદ ધરાવતા વિસ્તારોમાં પાણી વ્યવસ્થાપન માટે ચેતવણી રુપે અગાઉથી પગલાં લેવા અત્યંત જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

kutch south Gujarat Rain Update Monsoon 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ