બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાલ કિલ્લેથી PM મોદીએ ગણાવ્યું 12 વર્ષનું કામકાજ! આગામી 5 વર્ષ માટે રાખ્યા મોટા લક્ષ્યાંક
Last Updated: 09:24 AM, 15 August 2026
ભારત આજે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ ખાસ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું અને આગામી પાંચ વર્ષ માટે સરકારના મોટા લક્ષ્યાંકો વિશે વાત કરી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં છેલ્લા 12 વર્ષમાં દેશે કરેલી પ્રગતિનો હિસાબ પણ રજૂ કર્યો. તેમણે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે અને દેશની પ્રગતિ માટે અનેક મોટા ક્ષેત્રો પર ભાર મૂક્યો છે.
ADVERTISEMENT
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશના દરેક વર્ગના લોકોએ ભારતને નવી ઊંચાઈએ લઈ જવા માટે યોગદાન આપ્યું છે. ડિફેન્સ પ્રોડક્શન લગભગ ચાર ગણું વધ્યું છે. ખાદી અને ગ્રામોદ્યોગનું ઉત્પાદન લગભગ પાંચ ગણું અને ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ લગભગ સાત ગણું વધ્યું છે.આ ઉપરાંત આધુનિક રેલવે કોચનું ઉત્પાદન 21 ગણું અને મોબાઈલ ફોનનું ઉત્પાદન 33 ગણું વધ્યું છે. ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા લગભગ ચાર ગણી થઈ છે. પેટન્ટ ગ્રાન્ટ ચાર ગણી વધી છે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં લગભગ 100 ગણો વધારો થયો છે.
ADVERTISEMENT
પીએમ મોદીએ કહ્યું કે ભારતે હવે મોટું સપનું જોયું છે. 2047માં જ્યારે દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે ભારતને વિકસિત દેશ બનાવવાનો સંકલ્પ છે. આ લક્ષ્યને 140 કરોડ દેશવાસીઓની મહેનતથી પૂર્ણ કરવાની વાત તેમણે કરી.તેમણે કહ્યું કે દેશની પ્રગતિ માટે માત્ર સંસાધનો જ નહીં પરંતુ વિચાર પણ મોટો હોવો જોઈએ. ભારતે સેમિકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ્સ, ઊર્જા અને નવી ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનવા માટે કામ શરૂ કર્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પીએમ મોદીએ આગામી પાંચ વર્ષ માટે દેશના વિકાસના સાત મુખ્ય ક્ષેત્રો પર ભાર મૂક્યો. તેમાં મેન્યુફેક્ચરિંગ, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, ટેક્નોલોજી અને ઈનોવેશન, ગતિશક્તિ, રક્ષા શક્તિ, ગ્રીન અને બ્લૂ ઈકોનોમી તથા ભારતની સોફ્ટ પાવરનો સમાવેશ થાય છે.રક્ષા ક્ષેત્રમાં ડ્રોન અને કાઉન્ટર ડ્રોન સિસ્ટમ વિકસાવવા તેમજ હાઇપરસોનિક ડિફેન્સ ટેક્નોલોજીમાં ભારતને આગળ લઈ જવાની વાત કરવામાં આવી. સાયબર સિક્યુરિટી પર પણ ભાર મૂકાયો. ભારતે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બનવાની દિશામાં પગલાં લીધાં છે અને ત્રણ પ્લાન્ટ શરૂ થઈ ચૂક્યા હોવાનું પીએમ મોદીએ જણાવ્યું.
ADVERTISEMENT
ADVERTISEMENT
પીએમ મોદીએ ઊર્જા સુરક્ષાને ભવિષ્ય માટે ખૂબ મહત્વપૂર્ણ ગણાવી. તેમણે કહ્યું કે ચિપ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડેટા સેન્ટર જેવી ટેક્નોલોજી માટે મોટી માત્રામાં વીજળીની જરૂર પડશે. તેથી ભારતે વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતો તરફ પણ ઝડપથી આગળ વધવું પડશે.પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે 50 લાખથી વધુ ઘરોમાં સોલર એનર્જીનો આંકડો પાર થઈ ગયો છે. ઘણા પરિવારોનું વીજળીનું બિલ શૂન્ય થયું છે અને કેટલાક પરિવારો વધારાની વીજળી વેચીને આવક પણ મેળવી રહ્યા છે. સોલર એનર્જીની ક્ષમતા 12 વર્ષ પહેલાં માત્ર 2 ગીગાવોટ હતી જે હવે 160 ગીગાવોટ સુધી પહોંચી છે.

આ પણ વાંચોઃ LIVE : એક વર્ષમાં 1 કરોડ યુવાનોને AI સ્કીલ ટ્રેનિંગ, ગરીબ મિડલ ક્લાસને કોચિંગમાં રાહત-PM મોદીનું મોટું એલાન
પીએમ મોદીએ કહ્યું કે દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવે ક્ષેત્રમાં પણ ઝડપી વિકાસ થયો છે. રેલવેનું વીજળીકરણ 1925માં શરૂ થયું હતું પરંતુ 90 વર્ષમાં માત્ર 30 ટકા રેલવેનું વીજળીકરણ થયું હતું. છેલ્લા એક દાયકામાં દેશે રેલવેનું વીજળીકરણ 100 ટકા પૂર્ણ કર્યું હોવાનું તેમણે જણાવ્યું. 2014 પહેલાં માત્ર 70 શહેરોમાં પાઇપ દ્વારા ગેસ પહોંચતો હતો. હવે આ સંખ્યા વધીને 700 શહેરો થઈ છે. અગાઉ લગભગ 20થી 22 લાખ ઘરોમાં પાઇપ ગેસ પહોંચતો હતો જ્યારે હવે લગભગ પોણા બે કરોડ ઘરો સુધી પાઇપ ગેસ પહોંચ્યો છે. આ ઉપરાંત પાણીના કનેક્શન, ગેસ કનેક્શન, શૌચાલય અને ગરીબો માટે ઘર બનાવવાની કામગીરીમાં પણ ઝડપ વધારવામાં આવી છે.
પીએમ મોદીએ કહ્યું કે આજની ટેક્નોલોજી ક્રિટિકલ મિનરલ્સ પર આધારિત છે. ભારત આ ક્ષેત્રમાં પણ પોતાની સુરક્ષા મજબૂત કરવા માટે અન્ય દેશો સાથે કરાર કરી રહ્યું છે. ક્રિટિકલ મિનરલ્સ કોરિડોરની પણ જાહેરાત કરવામાં આવી છે. તેમણે ફાસ્ટ બ્રીડર ન્યુક્લિયર ટેક્નોલોજીમાં ભારતે મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી હોવાનું જણાવ્યું. સાથે જ 40 દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે FTA માટે કામ ચાલી રહ્યું હોવાનું કહ્યું. તેનાથી ભારતના વેપાર અને નિકાસને વધુ વેગ મળવાની શક્યતા છે.
પીએમ મોદીએ કહ્યું કે દેશ સામે અનેક પડકારો આવ્યા હોવા છતાં વિકાસની રફ્તાર અટકી નથી. ગવર્નન્સમાં પણ મોટા ફેરફાર થયા છે અને જૂના કાયદાઓમાંથી અનેક કાયદાઓ દૂર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આગામી સમયમાં ભારતે પોતાના ઉત્પાદનની ગુણવત્તા વધારવાની સાથે કિંમત પણ સ્પર્ધાત્મક રાખવી પડશે. ભારતના ઉત્પાદનો દુનિયાના દરેક ખૂણે પહોંચે તે માટે મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજી, ઊર્જા, રક્ષા અને નિકાસ જેવા ક્ષેત્રોમાં વધુ ઝડપથી કામ કરવાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.