બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / 6 દારૂની બોટલો, બિયર સહિત 9 લક્ઝુરિયસ કાર જપ્ત, સુરતમાં ઝડપાઈ હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પકડાઈ

ક્રાઈમ / 6 દારૂની બોટલો, બિયર સહિત 9 લક્ઝુરિયસ કાર જપ્ત, સુરતમાં ઝડપાઈ હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પકડાઈ

Published By: Hiralal Parmar
Reported By: Dhruv Sompura

Last Updated: 12:26 PM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના ડુમસ વિસ્તારના ફાર્મહાઉસમાં ચાલતી દારુની મહેફિલ પર પોલીસે દરોડા પાડીને 20થી વધુ લોકોની ધરપકડ કરી હતી.

ગુજરાતમાં દારુબંધીની પોલ આઝાદી દિવસે પણ ખુલી ગઈ. સુરતના ડુમસ વિસ્તારના બાપુજીની વાડીમાં 14 ઓગસ્ટની રાત્રે જન્મદિવસની હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ગોઠવાઈ હતી જેમાં લોકો દારુ પીધેલી હાલતમાં સંગીતના તાલે ઝૂમતા નજરે પડ્યાં હતા. પોલીસે બાતમીને આધારે દરોડા પાડીને 20થી વધુ લોકોની ધરપકડ કરી છે.

વ્યસન મુક્તિ કેન્દ્ર નજીક ચાલતી હતી મહેફિલ

પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર અને વ્યસન મુક્તિ કેન્દ્રથી 50 મીટરના અંતરે આવેલા ફાર્મ હાઉસમાં યુવાનો દ્વારા બર્થ-ડે પાર્ટીના નામે યુવાન-યુવતીઓ દારુ પી રહ્યાં હતા.

પત્તા ખેંચી-ખેંચીને દારૂ પીવડાવાતો

મહેફિલમાં દારૂ આપવા માટે એક નિયમ બનાવાયો હતો. નિયમ અનુસાર, એક્કો (A) આવે તો 'ખુદ સિવાય બાકીના તમામે દારૂ પીવો', રાણી (Q) આવે તો 'તમામ યુવતીઓએ દારૂ પીવો', બાદશાહ (K) આવે તો 'તમામ પુરુષોએ દારૂ પીવો' તેમજ ગુલામ (J) આવે તો 'ગ્રુપ શોટ' લેવા જેવા ટાસ્ક નક્કી હતા.

8 મહિલાઓની પણ અટકાયત

દારુ મહેફિલમાં 8 મહિલાઓ પણ સામેલ હતી જેમની પણ પોલીસે ધરપકડ કરી છે.

કોણ હતું કર્યુ આયોજન?

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે રિદ્ધિ જરીવાળા નામની મહિલાએ તેના જન્મદિવસના પ્રસંગે પાર્ટી ગોઠવી હતી. જન્મદિવસની ઉજવણીમાં અલથાણ, વેસુ અને પાલ જેવા વિસ્તારોમાંથી ફ્રેન્ડ્સ ભેગા થયા હતા.

ઘટનાસ્થળેથી શું શું જપ્ત?

પોલીસે સ્થળ પરથી 1 પેક્ડ વ્હિસ્કીની બોટલ, 5 અડધી ભરેલી દારૂની બોટલો, બિયરના ટીન અને સોફ્ટ ડ્રિંક્સ કબ્જે કર્યા છે. આ ઉપરાંત અંદાજે રૂ. 98 લાખની કિંમતની 9 લક્ઝુરિયસ ફોર-વ્હીલર ગાડીઓ અને રૂ. 6.67 લાખના 24 નંગ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આમ, કુલ રૂ. 1,04,67,000નો મુદ્દામાલ જમા લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી મેડિકલ સહિતની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.

20 નબીરાઓની રંગેહાથ અટકાયત

સુરતના પોશ ગણાતા દરિયાકાંઠાના ડુમસ વિસ્તારમાં મોડી રાત્રે ગેરકાયદેસર રીતે યોજાયેલી હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે તવાઈ બોલાવી છે. સત્તાવાર પોલીસ સૂત્રો અનુસાર, આ વિશેષ કાર્યવાહીમાં જન્મદિવસની ઉજવણીના નામે શરાબ પાર્ટી કરી રહેલા આઠ યુવતીઓ સહિત કુલ 20 નબીરાઓની રંગેહાથ અટકાયત કરીને કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે.

વધુ વાંચો : VIDEO : લાલ કિલ્લા પર ભીડની વચ્ચે ગયા વડાપ્રધાન મોદી, વિદ્યાર્થીઓ સાથે મિલાવ્યો હાથ

મેડિકલ ટેસ્ટ બાદ કાર્યવાહી

ડુમસ પોલીસ મહેફિલમાં દરોડા પાડીને 8 મહિલાઓ સહિત 20 લોકોની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન પોલીસે દારૂ અને બિયર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામ 22 લોકોને કાયદેસરની કાર્યવાહી માટે કસ્ટડીમાં લીધા બાદ મેડિકલ ચેકઅપ કરાવવા સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તમામના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surat crime surat news gujarat news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ