બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હવે અર્બન નકસલ, હવે દિમાગી નક્સલ, પીએમ મોદીએ કોના પર સાધ્યું નિશાન

નેશનલ / હવે અર્બન નકસલ, હવે દિમાગી નક્સલ, પીએમ મોદીએ કોના પર સાધ્યું નિશાન

Published By: Nirav Kumar

Last Updated: 11:33 AM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ લાલ કિલ્લાથી ‘દિમાગી નક્સલ’ શબ્દ વાપરીને જંગલી નક્સલવાદ પછીની નવી વૈચારિક ખતરાની ચેતવણી આપી હતી. જેમાં યુવાનોને હિંસા અને વિભાજનથી દૂર રહીને વિકાસ અને એકતામાં જોડાવાનું આહ્વાન કર્યું હતું.

15 ઓગસ્ટના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની આન-બાન-શાનના પ્રતીક ઐતિહાસિક લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો. લાલ કિલ્લાની પ્રાચીર પરથી તેમને રાષ્ટ્રને સંબોધતા દેશની નવી દિશા, સંકલ્પો અને વિકાસની ભાવિ યોજનાઓનું રૂપરેખા રજૂ કરી હરી.

આ દરમિયાન તેમને ‘દિમાગી નક્સલ’ શબ્દનો ઉપયોગ કરીને સુરક્ષા, વૈચારિક સ્થિરતા અને સામાજિક એકતા અંગે સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો. યુવાનોને હિંસા અને અરાજકતાના માર્ગથી દૂર રહીને વિકાસ, એકતા અને રચનાત્મક કાર્યોમાં યોગદાન આપવાની અપીલ કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે જંગલોમાંથી નક્સલીઓનું નિર્મૂલન થઈ ગયું છે પરંતુ હવે ‘દિમાગી નક્સલ’ મોકાની તલાશમાં છે. તેમને ઓળખી કાઢવા અને અલગ-થલગ કરવાની જરૂર છે. અગાઉ તેમને અર્બન નક્સલ શબ્દનો ઉપયોગ કર્યો છે પરંતુ આ વખતે પહેલીવાર દિમાગી નક્સલ શબ્દ દ્વારા નિશાન સાધ્યું છે. તેમને સમાજમાં હિંસા અને અરાજકતાને પ્રોત્સાહન આપતી માનસિકતા સામે સાવધાન રહેવાનું આહ્વાન કર્યું. જેમાં અમુક લોકો સમાજને ખોટી દિશામાં લઈ જવા માટે વિવિધ દાવ ચલાવી રહ્યા છે તેમને ઓળખવું જરૂરી છે.

તેમને નક્સલવાદને સમાપ્ત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. જેમાં 21 મી સદીમાં દાયકાઓ જૂની પડકારોને દૂર કરવી અનિવાર્ય છે. નક્સલવાદ અને માઓવાદે લાખો યુવાનોનું ભવિષ્ય બરબાદ કર્યું, અનેક માતાઓના બાળકો છીનવી લીધા અને માતા-પિતાના સપનાં ચૂર-ચૂર કરી નાખ્યા.

મોદી બોલ્યા કે, ચાર દાયકા સુધી આ નક્સલવાદે હિંદુસ્તાનની મોટી વસ્તીને બંદૂકની નોક પર દબાવી રાખી હતી અને બંધારણની ધજ્જીઓ ઉડાડી હતી. નાગરિકોની રક્ષામાં 3500 થી વધુ સુરક્ષા જવાનો શહીદ થયા. યુદ્ધમાં જેટલા જવાનો મૃત્યુ પામે છે તેટલા જ જવાનોને જાન ગુમાવવી પડી. નક્સલવાદે ધરતીને લોહીલુહાન કરી નાખી હતી. પરંતુ હવે બંદૂકો અને જંગલોમાંથી થતો પરંપરાગત નક્સલવાદ અને માઓવાદી હિંસા તેની અંતિમ શ્વાસ ગણી રહી છે. સુરક્ષા દળોના પ્રયાસોથી તે નોંધપાત્ર રીતે કમજોર પડી ગયો છે. આજે નક્સલમુક્ત વિસ્તારોમાં વિકાસનો તિરંગો લહેરાઈ રહ્યો છે.

તેમને કહ્યું કે, જંગલી નક્સલીઓની જગ્યાએ હવે શહેરો, શૈક્ષણિક સંસ્થાઓ અને બૌદ્ધિક મંચો પર સક્રિય ‘દિમાગી નક્સલ’ આવી ગયા છે. સાવધાનીની જરૂર છે. હથિયારબંધ નક્સલ તો ચાલ્યા ગયા પરંતુ દિમાગી નક્સલ મોકાની શોધમાં છે. તેમને ઓળખવા જોઈએ. આ વર્ગ સીધા હથિયાર ઉપાડતો નથી, પરંતુ પોતાની વિચારધારા દ્વારા દેશમાં અરાજકતા અને ભ્રમ ફેલાવવાની તાકમાં રહે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, વર્ષો સુધી સત્તાના ગલિયારાઓમાં માઓવાદી વિચારસરણી ધરાવતા લોકો બેઠા રહ્યા. સરકારી સમિતિઓમાં સલાહકાર તરીકે તેમને નીતિઓને પ્રભાવિત કરી. જંગલોમાં હથિયારધારી નક્સલોનું નિર્મૂલન કરવામાં સફળતા મળી છે, પરંતુ આ દિમાગી નક્સલ હજુ મોકાની તલાશમાં છે અને હિંસા તથા અરાજકતાના માર્ગો ખોદી રહ્યા છે.

પીએમએ કહ્યું કે, સમાજને ખોટા માર્ગે ખેંચવા માટે અલગ-અલગ દાવ ચલાવવામાં આવી રહ્યા છે. આવા દિમાગી નક્સલીઓને ઓળખીને અલગ કરવા જોઈએ. રાષ્ટ્રને વિકસિત દેશ બનાવવાની મુખ્ય ધારા તરફ યુવા પેઢીને જોડવી જરૂરી છે. સુરક્ષિત ભારત બનાવવું આપણું સામૂહિક દાયિત્વ છે. પડકાર સીમાની અંદર હોય કે સરહદની બહાર, ભારત દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે.

દિમાગી નક્સલી શબ્દ દ્વારા પ્રધાનમંત્રીએ દેશવાસીઓને આહ્વાન કર્યું કે, જે તત્વો અને નેટવર્ક દેશને જાતિ, ભાષા કે વિસ્તારના નામે વિભાજિત કરવાનો પ્રયાસ કરે છે તેમને ઓળખો, બેનકાબ કરો અને સાવધાન રહો. દેશને અંદરથી અસ્થિર કરવાની અને વિકસિત ભારતના માર્ગમાં અવરોધ ઊભો કરતી કોઈપણ વૈચારિક ષડયંત્રને સહન કરવામાં આવશે નહીં. સમાજને તોડનારી કે ખોટા માર્ગે ધકેલનારી માનસિકતા સામે જાગૃતિ જરૂરી છે.

વધુ વાંચો : PM મોદીએ લાલ કિલ્લા પરથી કર્યાં 10 મોટા એલાન, યુવાનો માટે પણ મહત્વની જાહેરાત

આ સિવાય તેમને કહ્યું કે, દેશની પ્રગતિ માટે યુવાનોની ઊર્જાને સાચી દિશા આપવી અને તેમને વિકાસની યાત્રા સાથે જોડવું ખુબ મહત્ત્વનું છે. લાંબા સમય સુધી માઓવાદી વિચારસરણી ધરાવતા લોકો સત્તાના પ્રભાવશાળી કેન્દ્રોમાં પોતાની પેઠ જમાવી રાખ્યા હતા અને વિવિધ સમિતિઓમાં સલાહકારની ભૂમિકા ભજવીને રાષ્ટ્રીય નીતિઓને પણ પ્રભાવિત કરતા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

brainy Naxal ideological threat Narendra Modi

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ