બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લોકગાયિકા કિંજલ રબારીએ ખાનગીમાં ફરી લગ્ન કરી લીધા હોવાની ચર્ચા, નજીકના જ લોકો હાજર રહ્યાં

રાધનપુર / લોકગાયિકા કિંજલ રબારીએ ખાનગીમાં ફરી લગ્ન કરી લીધા હોવાની ચર્ચા, નજીકના જ લોકો હાજર રહ્યાં

Published By: Hiralal Parmar

Last Updated: 12:20 PM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકગાયિકા કિંજલ રબારીએ ખાનગીમાં ફરી લગ્ન કરી લીધા હોવાની ચર્ચા ચાલી રહી છે જોકે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરાઈ નથી.

ગુજરાતી ગાયિકા કિંજલ રબારીએ ફરી લગ્ન કર્યા હોવાની ચર્ચા સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. રાધનપુરના સનેડા ગામની રહેવાશી કિંજલ રબારીએ ગોતરકા ગામના મુકેશ દેસાઈ સાથે લગ્ન કર્યાં હોવાની ચર્ચા છે. મુકેશ દેસાઈ શિક્ષકની નોકરી કરી રહ્યાં છે. જોકે હજુ સુધી બન્ને તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી.

નજીકના સગાંઓને જ આમંત્રણ

આ લગ્ન ખૂબ જ સાદગીપૂર્ણ રીતે નજીકના પરિવારજનો અને સંબંધીઓની હાજરીમાં સંપન્ન થયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે હજુ સુધી કિંજલ રબારીએ આ અંગે મૌન તોડ્યું નથી. હાઇકોર્ટમાં મામલો પહોંચ્યા બાદ 11 ઓગસ્ટે અગાઉના લગ્નના છૂટાછેડાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ત્યારબાદ બંને પરિવારની સંમતિથી આસપાસ પ્રાથમિક વાતચીત થયા બાદ લગ્નનો નિર્ણય લેવાયો હતો.

વધુ વાંચો : આઝાદી દિવસે દારૂબંધીના ધજાગરાં! સુરતમાં ફાર્મહાઉસમાં દારુની મહેફિલ ઝડપાઈ, જન્મદિવસના 'જલસા' હતા

કિંજલના પહેલા લગ્ન અશોક ચૌધરી સાથે થયા હતા

કિંજલ રબારીએ અગાઉ આંજણા ચૌધરી સમાજના અશોક ચૌધરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ આંતરજ્ઞાતીય લગ્નને કારણે ભારે વિવાદ સર્જાયો હતો. માર્ચ 2026 માં આ વિવાદ વધુ ગરમાયો હતો અને આખરે કિંજલને છૂટાછેડા લેવાની નોબત આવી હતી. પરિવાર અને સમાજના આગેવાનોની મધ્યસ્થી બાદ કિંજલ પિતાના ઘરે પરત ફર્યા હતા અને બંને વચ્ચેના વિખવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ કિંજલે રાધનપુર ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

kinjal rabari news kinjal rabari kinjal rabari marriage

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ