બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'કોણે કેટલો દારૂ પીવો' યુવક-યુવતીઓ પાસા ફેંકીને નક્કી કરતાં, સુરત દારૂ મહેફિલમાં 'ગેમ' સામે આવી

રંગમાં ભંગ / 'કોણે કેટલો દારૂ પીવો' યુવક-યુવતીઓ પાસા ફેંકીને નક્કી કરતાં, સુરત દારૂ મહેફિલમાં 'ગેમ' સામે આવી

Published By: Hiralal Parmar
Reported By: Dhruv Sompura

Last Updated: 01:11 PM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત હાઈ પ્રોફાઈલ દારૂ મહેફિલમાં 'ગેમ'નો ખુલાસો થયો છે જે જાણીને પોલીસ પણ ગોથું ખાઈ ગઈ હતી.

સુરતના ડુમસમાં 'બાપુજીની વાડી' ફાર્મહાઉસમાં ચાલતી દારૂ મહેફિલમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મહેફિલમાં દારૂ પીવડાવવા માટે ‘લુડો’ જેવી ગેમ ગોઠવવામાં આવી હતી. કોણ કેટલો દારૂ પીશે તેનો નિર્ણય પાસા ફેંકીને કરાતો હતો અને ત્યાર બાદ આવેલા નંબરને આધારે કોણે ઓછો પેગ (શોર્ટ ડ્રિંક) પીવો અને કોણે વધારે દારૂ પીવો તે આ ગેમ દ્વારા નક્કી થતું હતું.આ લુડો બોર્ડ પર એક-એક ડ્રિંક કઈ રીતે અને કોણે લેવાનું છે તેના નિયમો અગાઉથી જ લખેલા હતા. બોર્ડ પર 'શોર્ટ ડ્રિંક', 'બે શોર્ટ ડ્રિંક્સ', 'યંગસ્ટર્સ ડ્રિંક', 'એવરીવન ડ્રિંક' તેમજ ખાસ કરીને 'લેડીઝ ડ્રિંક' જેવા વિવિધ ટાસ્ક હતા. રમતમાં જે ખાનામાં પાસો પડે તે મુજબ યુવાનો અને યુવતીઓને દારૂ પીવડાવવામાં આવી રહ્યો હતો.

પોલીસના નાક નીચે દારુની પાર્ટી

પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર અને વ્યસન મુક્તિ કેન્દ્રથી 50 મીટરના અંતરે આવેલા ફાર્મ હાઉસમાં યુવાનો દ્વારા બર્થ-ડે પાર્ટીના નામે બિન્દાસ્તપણે દારૂની હાઈ-પ્રોફાઈલ મહેફિલ માણવામાં આવી રહી હતી. જોકે, આ અંગે ડુમસ પોલીસને ચોક્કસ બાતમી મળતાં જ પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે પાર્ટીમાં દારૂના નશામાં ચૂર તમામ યુવક-યુવતીઓને રંગેહાથ ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે.

એસીપી શ્વેતા ડેનિયલે શું કહ્યું?

એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે, સુલતાનાબાદમાં 'બાપુજીની વાડી' ફાર્મ હાઉસ પર મોડી રાત્રે 2:30 વાગ્યે દરોડો પાડ્યો હતો.આ દરોડા દરમિયાન ફાર્મ હાઉસમાંથી 20 યુવક-યુવતીઓ દારૂની મહેફિલ માણતા રંગેહાથે ઝડપાયા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે રિદ્ધિ જરીવાળા નામની મહિલાનો જન્મદિવસ હતો અને તેની ઉજવણીમાં દારૂ પાર્ટીનું રિદ્ધિ જરીવાળા એ આયોજન કર્યું હતું. જન્મદિવસની ઉજવણીમાં અલથાણ, વેસુ અને પાલ જેવા વિસ્તારોમાંથી ફ્રેન્ડ્સ ભેગા થયા હતા. ઝડપાયેલામાં 8 મહિલાઓ અને 14 પુરુષો છે. આ તમામ લોકો વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા છે, જેમાં કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ છે, કેટલાક ખાનગી કંપનીઓમાં નોકરી કરે છે, તો કેટલાક નોકરી મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. આ ફાર્મ હાઉસ કેટલા રૂપિયામાં અને કયા હેતુથી ભાડે આપવામાં આવ્યું હતું તે જાણવા માલિકને બોલાવી તપાસ હાથ ધરાઈ છે.

8 મહિલાઓ સહિત 20 નબીરાઓની ધરપકડ

ડુમસ વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં 14 ઓગસ્ટની મોડીરાત્રે જન્મદિવસની ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન દારૂ અને બિયરની મહેફિલ માણી રહેલા 8 મહિલાઓ સહિત 20 જેટલા નબીરાઓની પોલીસે ધરપકડ કરી છે, જે બાદ તમામ લોકોને મેડિકલ તપાસ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. તમામનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું. પોલીસે ઘટના સ્થળ પરથી એક કરોડથી વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.

વધુ વાંચો : આઝાદી દિવસે દારૂબંધીના ધજાગરાં! સુરતમાં ફાર્મહાઉસમાં દારુની મહેફિલ ઝડપાઈ, જન્મદિવસના 'જલસા' હતા

ઘટનાસ્થળેથી શું શું જપ્ત કરાયું?

પોલીસે સ્થળ પરથી 1 પેક્ડ વ્હિસ્કીની બોટલ, 5 અડધી ભરેલી દારૂની બોટલો, બિયરના ટીન અને સોફ્ટ ડ્રિંક્સ કબ્જે કર્યા છે. આ ઉપરાંત અંદાજે રૂ. 98 લાખની કિંમતની 9 લક્ઝુરિયસ ફોર-વ્હીલર ગાડીઓ અને રૂ. 6.67 લાખના 24 નંગ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આમ, કુલ રૂ. 1,04,67,000નો મુદ્દામાલ જમા લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી મેડિકલ સહિતની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat liquor party game Surat NEWS liquor party game

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ