બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ઇમરાન હાશ્મીના ફેન્સ માટે ખુશખબર: શૂટિંગ અને સ્ક્રિપ્ટિંગ સાથે 'Jannat 3' ની થઈ જાહેરાત

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / ઇમરાન હાશ્મીના ફેન્સ માટે ખુશખબર: શૂટિંગ અને સ્ક્રિપ્ટિંગ સાથે 'Jannat 3' ની થઈ જાહેરાત

Last Updated: 11:07 PM, 16 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોક્સ ઓફિસ પર 'આવારાપન 2'ની મોટી સફળતા બાદ નિર્માતા વિગ્નેશ/વિશેષ ભટ્ટે ઇમરાન હાશ્મીના ચાહકો માટે બીજી એક મોટી ખુશખબર આપી છે.

1/5

photoStories-logo

1. ઇમરાન હાશ્મીના ફેન્સ માટે ખુશખબર: શૂટિંગ અને સ્ક્રિપ્ટિંગ સાથે 'Jannat 3' ની થઈ જાહેરાત

સિનેમાઘરોમાં 14 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી નીતિન કક્કરના નિર્દેશનમાં બનેલી રોમેન્ટિક-એક્શન ફિલ્મ 'આવારાપન 2' (Awarapan 2) ની બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા બાદ પ્રોડ્યુસર વિશેષ ભટે બોલીવુડ અભિનેતા ઇમરાન હાશ્મીના ચાહકોને એક મોટો સરપ્રાઈઝ આપ્યો છે. ઇમરાન હાશ્મીની લોકપ્રિય 'જન્નત' ફ્રેન્ચાઇઝીના આગામી ભાગ 'Jannat 3' પર કામ ચાલી રહ્યું હોવાની કન્ફર્મેશન તેમણે એક ઇન્ટરવ્યુમાં આપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. જન્નત ફ્રેન્ચાઇઝીની સફર

'જન્નત' શ્રેણીની સફર 2008 માં શરૂ થઈ હતી, જેમાં ઇમરાન હાશ્મીએ 'અર્જુન દીક્ષિત' નો યાદગાર રોલ ભજવ્યો હતો અને સોનલ ચૌહાણ તેની સામે જોયાના રોલમાં હતી. આ પછી 2012 માં 'જન્નત 2' રિલીઝ થઈ હતી. આ બંને ફિલ્મોનું નિર્દેશન કુણાલ દેશમુખે કર્યું હતું. હવે આ શ્રેણીના ત્રીજા ભાગમાં પણ ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલમાં આ પ્રોજેક્ટ સ્ક્રિપ્ટિંગના સ્ટેજ પર છે તેથી કાસ્ટિંગ અંગે વધુ વિગતો ટૂંક સમયમાં જાહેર કરાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. આવારાપન 2 નો સંઘર્ષ અને બોક્સ ઓફિસ ક્લેશ

વિશેષ ભટે સ્પષ્ટ કર્યું કે 'આવારાપન 2' માત્ર કમાણી માટે નહોતી બનાવાઈ. શરૂઆતમાં ડિસ્ટ્રિબ્યુટર્સે આ ફિલ્મમાં ખાસ રસ દર્શાવ્યો ન હતો, જેના કારણે ટીમ પોતે પૈસા રોકીને ફિલ્મ તૈયાર કરી હતી. ફિલ્મ બની ગયા બાદ માર્કેટમાં તેનો સારો રિસ્પોન્સ મળ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ફિલ્મ 'બંટવારા 1947' સાથે ક્લેશ

આ ઉપરાંત સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ 'બંટવારા 1947' સાથેના ક્લેશ પર તેમણે જણાવ્યું કે, બંને ફિલ્મોના વિષય અને ઝોનર સાવ અલગ છે. બોક્સ ઓફિસ પર એટલી જગ્યા છે કે દર્શકો પોતાની પસંદગી મુજબની ફિલ્મ જોઈ શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. Jannat 3 ની આતુરતાપૂર્વક રાહ

ઇમરાન હાશ્મીની કરિયરમાં 'જન્નત' ફ્રેન્ચાઇઝીનું ખૂબ મહત્વનું સ્થાન રહ્યું છે. 'આવારાપન 2' ના સક્સેસ પછી ચાહકો હવે 'Jannat 3' ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Awarapan2 Jannat3 EmraanHashmi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ