બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ફિલ્મી સ્ટાઈલમાં કાર ચેઝિંગ, પોલીસે પકડ્યા આરોપીઓ, 64.42 લાખના પોષડોડા ઝડપાયા
Last Updated: 07:49 PM, 16 August 2026
દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશનની ટીમે નશીલા પદાર્થો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા સ્કોર્પિયો કારમાંથી રૂ. 64.62 લાખની કિંમતના અફીણના જીંડવા (પોષડોડા) ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં વાહન સહિત કુલ રૂ. 74.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

પોલીસે ગાડીનો 20 કિલોમીટર સુધી પીછો કર્યો
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, પોલીસને જોઈને સ્કોર્પિયો ચાલકે ગાડી હંકારીને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. કતવારા પોલીસે ગાડીનો પીછો શરૂ કરતાં આશરે 20 કિલોમીટર સુધી પીછો કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
રામપુરા ગામ નજીક સ્કોર્પિયો બેરીકેટ સાથે અથડાઈ
દરમિયાન રામપુરા ગામ નજીક સ્કોર્પિયો બેરીકેટ સાથે અથડાઈ હતી. અથડામણને કારણે ગાડીનું ટાયર ફાટી જતાં ચાલકે વાહન સ્થળ પર જ મૂકી દીધું હતું અને ફરાર થઈ ગયો હતો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર, ખનીજ માફિયાઓને ધ્રુજાવનાર SDMની ટ્રાન્સફર
ADVERTISEMENT
રૂ. 64.62 લાખની કિંમતના અફીણના જીંડવા (પોષડોડા) મળી આવ્યા
પોલીસે સ્કોર્પિયો કારની તપાસ કરતાં તેમાંથી રૂ. 64.62 લાખની કિંમતના અફીણના જીંડવા (પોષડોડા) મળી આવ્યા હતા. પોલીસે નશીલા પદાર્થો, સ્કોર્પિયો ગાડી સહિત કુલ રૂ. 74.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર મામલે કતવારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીની શોધખોળ સહિતની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.