બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં નદીમાં ડૂબી જવાથી ચારનાં કરૂણ મોત, 5 વર્ષના બાળકને બચાવવા જતાં ત્રણ લોકો પણ ડૂબ્યા
Last Updated: 06:19 PM, 16 August 2026
રાજકોટના બેડી ગામથી હડમતીયા તરફ આવેલી વીડી વાળા પીરની દરગાહ નજીક નદીમાં ન્હાવા પડેલા ત્રણ બાળકો અને એક યુવાન સહિત ચાર લોકોનાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યાં છે. 5 વર્ષીય સેફુ ડૂબવા લાગતાં તેને બચાવવા માટે અન્ય લોકો પાણીમાં ઉતર્યા હતા, પરંતુ એક પછી એક ચારેય લોકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ADVERTISEMENT
મૃતકોના નામ
સોહન શોરા 10 (વર્ષ)
ADVERTISEMENT
સેફુ શોરા 5 (વર્ષ)
સાહિલ શોરા 18 (વર્ષ)
ADVERTISEMENT
અલીફા શોરા 10 (વર્ષ)
સોહન અને સેફુ સગા ભાઈ
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, મૃતકોમાં સગા ભાઈઓ સોહન શોરા (10), સેફુ શોરા (5), સાહિલ શોરા (18) અને **અલીફા શોરા (10)**નો સમાવેશ થાય છે. આ ઘટનામાં વધુ એક હૃદયદ્રાવક બાબત સામે આવી છે કે મૃતક સોહાનનો આજે જ જન્મદિવસ હતો.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકોએ પાણીમાં ડૂબેલા ચારેય લોકોને બહાર કાઢ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ડાયમંડ કટિંગ ડિઝાઇન સાથે સુરત બુલેટ ટ્રેન માટે તૈયાર! સ્ટેશનનું સ્ટ્રક્ચર-રૂફિંગ કામ પૂર્ણ
બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને જરૂરી કાર્યવાહી માટે મોકલી આપ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની તપાસ હાથ ધરી છે. એક બાળકને બચાવવાની કોશિશમાં ચાર જિંદગીઓના અંતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.