બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વંદે માતરમ મુદ્દે સોનિયા ગાંધી પર વરસ્યા અમિત શાહ! કહ્યું- દેશની જનતા તમારુ પાપ ક્યારેય માફ નહીં કરે
Last Updated: 02:50 PM, 16 August 2026
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનના ચિત્તોડગઢમાં જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ પાર્ટી અને સોનિયા ગાંધી પર ‘વંદે માતરમ’ મુદ્દે કડક પ્રહારો કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલયમાં "વંદે માતરમ" ગાવામાં આવી રહ્યું હતું, પરંતુ ગીત દરમિયાન સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષને ગીત બંધ કરવા કહ્યું હતું. આ ઘટનાનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે દેશના લોકો આ પાપ માટે સોનિયા ગાંધીને ક્યારેય માફ નહીં કરે.
ADVERTISEMENT

અમિત શાહે પોતાના ભાષણમાં કહ્યું કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલું "વંદે માતરમ" દેશનું અમર ગીત છે અને આજે પણ કરોડો ભારતીયો માટે ગૌરવનું પ્રતિક છે. તેમણે જણાવ્યું કે 80 વર્ષ પછી પણ જ્યારે બંકિમ બાબુના આ અમર ગીતને ફરીથી યોગ્ય સન્માન મળી રહ્યું છે ત્યારે સોનિયા ગાંધીને તે ગમતું નથી. તેમણે કહ્યું, "સોનિયા જી, 1.4 અબજ લોકો તમને જોઈ રહ્યા છે. આ દેશના લોકો તમને આ પાપ માટે ક્યારેય માફ નહીં કરે."
ADVERTISEMENT
કોંગ્રેસ પર વધુ પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે કોઈપણ વ્યક્તિ "વંદે માતરમ"ને અધૂરું છોડી દેવાનું સ્વપ્ન પણ કેવી રીતે જોઈ શકે. તેમણે કહ્યું કે કોંગ્રેસીઓને આ મુદ્દે શરમ આવવી જોઈએ. જો તેમની પાસે થોડી પણ શરમ બાકી હોય તો તેમણે બંકિમ બાબુના અમર આત્મા અને દેશના લોકો પાસે હાથ જોડીને માફી માંગવી જોઈએ.
ADVERTISEMENT
તેમણે વધુમાં જણાવ્યું કે રાજકારણમાં વોટ બેંકના લોભને કારણે કોંગ્રેસ "વંદે માતરમ"ના મૂલ્યોને ભૂલી ગઈ છે. અમિત શાહે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાના પ્રાચીર પરથી "વંદે માતરમ"ને એક નવું જીવન આપ્યું છે અને દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવી છે.
ADVERTISEMENT
ચિત્તોડગઢના કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સાથે મળીને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિના અવસરે તેમની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
વંદે માતરમ મુદ્દે સોનિયા ગાંધી પર અમિત શાહના પ્રહાર, “કોંગ્રેસ વોટબેંકના લોભમાં ભૂલી ગઈ”
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 16, 2026
રાજસ્થાનના ચિત્તોડગઢથી ગૃહમંત્રી અમિત શાહે ‘વંદે માતરમ’ મુદ્દે કોંગ્રેસ અને સોનિયા ગાંધી પર આકરા પ્રહાર કર્યા. અમિત શાહે આક્ષેપ કર્યો કે વોટબેંકની રાજનીતિના કારણે કોંગ્રેસ ‘વંદે માતરમ’ને… pic.twitter.com/XqNabsoHCy
આ કાર્યક્રમ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ જાહેર સભાને સંબોધી હતી. તેમણે અટલ બિહારી વાજપેયીના યોગદાનને યાદ કરતાં જણાવ્યું કે તેઓ ત્રણ વખત ભારતના વડા પ્રધાન રહ્યા હતા. તેમના સક્ષમ નેતૃત્વ હેઠળ વર્ષ 1999માં પોખરણ પરમાણુ પરીક્ષણો સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા અને તે જ વર્ષે ભારતે કારગિલ યુદ્ધમાં જીત મેળવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : શાળાઓ પાસે જંકફૂડના વેચાણ પર પ્રતિબંધની માગ, CM-શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર
મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ વધુમાં જણાવ્યું કે અટલ બિહારી વાજપેયીના કાર્યને આગળ વધારતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર અને સર્જિકલ સ્ટ્રાઈક જેવા નિર્ણયો દ્વારા ભારતને વિશ્વ મંચ પર એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે સ્થાપિત કર્યું છે. તેમણે કહ્યું કે દેશની સુરક્ષા અને રાષ્ટ્રીય ગૌરવને મજબૂત બનાવવામાં કેન્દ્ર સરકારના પ્રયાસો મહત્વપૂર્ણ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.