બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવસારીમાં પિતાએ પુત્રના પેટમાં ચપ્પુ હુલાવી દીધું, સારુ કરવા છતાંય મોત, જાણો કારણ?

ક્રાઈમ / નવસારીમાં પિતાએ પુત્રના પેટમાં ચપ્પુ હુલાવી દીધું, સારુ કરવા છતાંય મોત, જાણો કારણ?

Published By: Hiralal Parmar
Reported By: Rajesh Solanki

Last Updated: 02:21 PM, 16 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીમાં એક પિતાએ તેના જ પુત્રની હત્યા કરી નાખી હતી. આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે.

કળિયુગમાં સંબંધોની ગરિમા લજવાય છે, ખાસ કરીને સંબંધોમાં અપાતા તાત્કાલિક પ્રતિભાવો હવે ઉગ્ર અને લોહિયાળ બનતા જાય છે નવસારી જિલ્લામાં પણ એવો કંઈક બનાવ સામે આવ્યો છે જેમાં જે પુત્રને લાડકોડ થી ઉછેર્યો તેના જ પેટમાં ચપ્પુ હુલાવતા પિતાના હાથ ક્ષણવાર માટે પણ ધ્રૂજ્યાં અને આખરે પરિવારનો માળો વિખેરાઈ ગયો.

શું બન્યો આખો બનાવ?

ચીખલી તાલુકાના અંબાચ ગામે રહેતા નીલેશભાઈ અને તેમની પત્ની ભારતીબેન વચ્ચે દુકાને આવા બાબતે સહજ વાતચીત ઉગ્ર ઝઘડામાં પરિણમી. આ દરમિયાન ઉશ્કેરાયેલા નીલેશભાઈએ પોતાની પત્ની ભારતીબેનના પેટના ભાગે છરી વડે હુમલો કર્યો હતો.

ઝગડામાં વચ્ચે પડતાં પુત્રની હત્યા કરી

માતા અને પિતા વચ્ચેના આ ઝઘડાને શાંત પાડવા અને માતાને બચાવવા માટે તેમનો યુવાન પુત્ર સુરજ વચ્ચે પડ્યો હતો. જોકે, આવેશમાં આવેલા પિતા નીલેશભાઈએ પોતાના પુત્ર સુરજ પર પણ છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. પિતાએ સુરજની છાતીના ભાગે છરીનો ઘા મારતા, સુરજનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પત્ની ગંભીર રીતે ઘાયલ

માત્ર એક મહિના અગાઉ જ આ હત્યારો પિતા પોતાની પત્ની અને પુત્ર સાથે રહેવા આવ્યો હતો. પરંતુ ઘરમાં કંકાસ થતા તેણે પોતાના જ પુત્રની હત્યા કરી ઘરનો માળો પીંખી નાખ્યો છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ ભારતીબેન સહિત હત્યારાના પિતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પત્ની ભારતીબેને પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વધુ વાંચો : રાજકોટથી લાવીને અમદાવાદની હોટલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, વિધર્મીઓની ધરપકડ

હત્યારા પિતા નીલેશની ધરપકડ

આ સમગ્ર મામલે ચીખલી પોલીસે ગણતરીના કલાકોમાં જ એક્શન લઈને ફરાર થઈ ગયેલા હત્યારા પિતા નીલેશની ધરપકડ કરી લીધી છે અને તેને સળિયા પાછળ ધકેલી દીધો છે. હાલ આ સમગ્ર મામલાની વધુ તપાસ ચીખલી પોલીસ સ્ટેશનના પી.આઈ. પટેલિયા દ્વારા ચલાવવામાં આવી રહી છે. સગા પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાની આ ઘટનાને પગલે સમગ્ર અંબાચ ગામ અને ચીખલી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. કાયદાના રક્ષકો હવે આ મામલે આગળની કડક કાનૂની કાર્યવાહી કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

crime news navasari news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ