બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વલસાડમાં NH-48ની ખખડધજ હાલત, ખાડાઓથી વાહનચાલકો પરેશાન
Last Updated: 03:56 PM, 16 August 2026
રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાન અનેક રસ્તાઓની હાલત કથળી છે ત્યારે વલસાડ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે-48 પણ ખાડાઓના કારણે બિસ્માર બન્યો છે. છેલ્લા બે અઠવાડિયાથી વરસાદે વિરામ લીધો હોવા છતાં હાઈવે પર અનેક સ્થળોએ મોટા ખાડાઓ યથાવત જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT

કામગીરીને લઈને પણ અનેક સવાલો
ADVERTISEMENT
વલસાડના સોનવાડા ગામ નજીક નેશનલ હાઈવે-48 પર ખાડાઓ પુરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પેચવર્ક હાથ ધરવામાં આવ્યું છે. જોકે, આ કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. પેચવર્કના કારણે હાઈવે પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે અને લાંબા ટ્રાફિક જામમાં વાહનચાલકો અટવાઈ રહ્યા છે.
ADVERTISEMENT
વાહનોને નુકસાન થવાની ફરિયાદો સામે આવી
હાઈવે પર અનેક સ્થળોએ મોટા ખાડાઓ પડેલા હોવાથી વાહનોને નુકસાન થવાની ફરિયાદો સામે આવી રહી છે. ચોમાસા દરમિયાન ખાડાઓમાં પાણી ભરાઈ જતાં નાના વાહનોના ચાલકોને ખાડાઓનો અંદાજ ન રહેતા અકસ્માતનું જોખમ પણ વધી જાય છે. બીજી તરફ, પેચવર્ક દરમિયાન હાઈવે પર ધૂળની ડમરીઓ ઊડતી હોવાથી વાહનચાલકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT

ખાડાઓનું તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવે તેવી માંગ
ADVERTISEMENT
વાહનચાલકોનું કહેવું છે કે નેશનલ હાઈવે માટે મોટો ટોલ વસૂલવામાં આવે છે, ત્યારે રસ્તાની જાળવણી અને સુરક્ષાની જવાબદારી પણ તેટલી જ મહત્વની છે. હાઈવે પર પડેલા ખાડાઓનું તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવે તથા પેચવર્કની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે તેવી વાહનચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ નવસારીમાં પિતાએ પુત્રના પેટમાં ચપ્પુ હુલાવી દીધું, સારુ કરવા છતાંય મોત, જાણો કારણ?
ADVERTISEMENT
હવે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવેની બિસ્માર હાલત અંગે ક્યારે ગંભીરતાથી પગલાં લેવામાં આવે છે અને ખાડાઓનું કાયમી સમારકામ ક્યારે થાય છે તેના પર સૌની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.