બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આનંદનગરની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર જાગ્યું! વેરિફિકેશન વગરના 57 ગાર્ડને છૂટા કરાયા

અમદાવાદ / આનંદનગરની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર જાગ્યું! વેરિફિકેશન વગરના 57 ગાર્ડને છૂટા કરાયા

Published By: Vishal Khamar
Reported By: Shubham Bhatt

Last Updated: 03:59 PM, 16 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આનંદનગર દુષ્કર્મની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીએ પોલીસ વેરિફિકેશન વગરના 57 સિક્યુરિટી ગાર્ડને છૂટા કર્યા, 57 વેરિફાઇડ ગાર્ડની ભરતી કરી અને 51 રિટાયર્ડ આર્મી જવાનોને તૈનાત કર્યા.

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં બનેલી દુષ્કર્મની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટી તંત્ર દ્વારા કેમ્પસની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પગલાં લેવામાં આવ્યા છે.

57 સિક્યુરિટી ગાર્ડને ફરજ પરથી દૂર કર્યા

મળતી માહિતી મુજબ, ગુજરાત યુનિવર્સિટીએ પોલીસ વેરિફિકેશન ન થયેલા 57 સિક્યુરિટી ગાર્ડને ફરજ પરથી દૂર કર્યા છે. તેમની જગ્યાએ પોલીસ વેરિફિકેશન પૂર્ણ થયેલા નવા 57 સિક્યુરિટી ગાર્ડની નિમણૂક કરવામાં આવી છે.

51 રિટાયર્ડ આર્મી જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા

આ ઉપરાંત, યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે 51 રિટાયર્ડ આર્મી જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ પગલાંનો હેતુ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ, સ્ટાફ અને અન્ય લોકોની સુરક્ષા વધુ સુદૃઢ કરવાનો છે.

પ્રાથમિકતા આપીને સુરક્ષા વ્યવસ્થામાં ફેરફાર

આનંદનગરની ઘટનાને પગલે સુરક્ષા વ્યવસ્થા, ગાર્ડની નિમણૂક અને પોલીસ વેરિફિકેશન અંગે પણ સવાલો ઊભા થયા હતા. હવે યુનિવર્સિટી તંત્ર દ્વારા વેરિફિકેશન પ્રક્રિયાને પ્રાથમિકતા આપીને સુરક્ષા વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ વલસાડમાં NH-48ની ખખડધજ હાલત, ખાડાઓથી વાહનચાલકો પરેશાન

નવા સિક્યુરિટી ગાર્ડની નિમણૂક અને રિટાયર્ડ આર્મી જવાનોની તૈનાતી બાદ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં સુરક્ષાના ધોરણોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Anandnagar rape case Gujarat University security Ahmedabad crime news

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ