ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / ‘એ મેરે પ્યારે વતન’ ગીત પાછળની કહાની જાણીને થઈ જશો ભાવુક, ભારત નહીં આ દેશ માટે લખાયું હતું ગીત
Last Updated: 03:08 PM, 15 August 2026
ADVERTISEMENT
‘એ મેરે પ્યારે વતન’... આ ગીતના શબ્દો સાંભળતા જ દેશપ્રેમની લાગણી જાગી ઊઠે છે. પરંતુ આ લોકપ્રિય ગીતની કહાની જાણશો તો તમને નવાઈ લાગશે. 1961માં આવેલી ફિલ્મ ‘કાબુલીવાલા’નું આ ગીત આજે પણ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના કાર્યક્રમોમાં સાંભળવા મળે છે. ગીતકાર પ્રેમ ધવનના શબ્દો, સલિલ ચૌધરીની ધૂન અને મન્ના ડેના અવાજે તેને અમર બનાવી દીધું.
ADVERTISEMENT
‘એ મેરે પ્યારે વતન’ ફિલ્મની કહાનીમાં પોતાના વતનથી દૂર રહેલા કાબુલીવાલાની લાગણી વ્યક્ત કરે છે. ફિલ્મમાં બલરાજ સહનીએ અફઘાનિસ્તાનના કાબુલીવાલાનું પાત્ર ભજવ્યું હતું. પોતાના દેશ અને પરિવારથી દૂર રહેલા વ્યક્તિની વતન પરત ફરવાની ઝંખના ગીતમાં જોવા મળે છે. આ કારણે ગીતમાં રહેલો વિરહ કોઈ એક દેશ પૂરતો સીમિત રહેતો નથી.
ADVERTISEMENT
આ ગીતના શબ્દો જાણીતા ગીતકાર પ્રેમ ધવને લખ્યા હતા. ગીતમાં વતનથી દૂર થઈ ગયેલા વ્યક્તિની લાગણીને ખૂબ જ સરળ અને હૃદયસ્પર્શી શબ્દોમાં રજૂ કરવામાં આવી છે. વતનની માટી, તેની હવા અને ત્યાં વિતાવેલી યાદો ગીતના દરેક અંતરામાં અનુભવાય છે. ગીતના શબ્દો આજે પણ શ્રોતાઓને ભાવુક કરી દે છે.
ADVERTISEMENT
‘એ મેરે પ્યારે વતન’ને મન્ના ડેએ પોતાનો અવાજ આપ્યો હતો. સલિલ ચૌધરીએ આ ગીતને સંગીત આપ્યું હતું. મન્ના ડેના ગંભીર અને લાગણીસભર અવાજે ગીતમાં રહેલા વિરહ અને વતનપ્રેમને વધુ અસરકારક બનાવી દીધો. આ ગીત તેમની યાદગાર રચનાઓમાં આજે પણ ગણાય છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ Video: મેલબર્નમાં રાની મુખર્જીને મળ્યુ મોટુ સન્માન, મળી ડોક્ટરેટની ઉપાધિ
ADVERTISEMENT
આ ગીત ભલે ફિલ્મની કથામાં વિદેશી વતનની યાદ વ્યક્ત કરે છે પરંતુ તેની લાગણી સાર્વત્રિક છે. પોતાના વતનથી દૂર રહેલી વ્યક્તિને પોતાના દેશની માટી અને ઘર-પરિવારની યાદ કેવી રીતે સતાવે છે તે ગીતમાં ખૂબ સુંદર રીતે રજૂ થયું છે. એટલા માટે જ ભારતમાં પણ આ ગીત દેશભક્તિના કાર્યક્રમોનો ભાગ બની ગયું. વતન પ્રત્યેનો પ્રેમ કોઈ સીમા કે દેશ પૂરતો મર્યાદિત નથી.
ADVERTISEMENT
‘કાબુલીવાલા’ 1961માં રિલીઝ થઈ હતી અને તેના દાયકાઓ બાદ પણ‘એ મેરે પ્યારે વતન’ની લોકપ્રિયતા ઓછી થઈ નથી. ફિલ્મના સંગીતમાં આ ગીતને ખાસ સ્થાન મળ્યું છે અને આજે પણ જૂના હિન્દી ગીતોના ચાહકો તેને ખૂબ પસંદ કરે છે. ફિલ્મ, સંગીત અને મન્ના ડેના અવાજનું આ સંયોજન તેને યાદગાર બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT