બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અન્ય જિલ્લા / ગીરમાં પત્તે રમતાં ઝડપાયાં અમદાવાદના 9 જુગારીઓ, 2 લાખની રોકડ સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત

સાસણ / ગીરમાં પત્તે રમતાં ઝડપાયાં અમદાવાદના 9 જુગારીઓ, 2 લાખની રોકડ સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત

Published By: Hiralal Parmar
Reported By: Rohit Barad

Last Updated: 09:38 AM, 16 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જન્માષ્ટમી નજીક આવતાં જ જુગારની મોસમ જામી છે. હવે સાસણ ગીરમાં ચાલતું એક જુગારધામ ઝડપાયું છે.

સાસણ ગીરમાં પત્તે રમતાં અમદાવાદના 9 લોકો ઝડપાયાં છે. ગીર એલસીબી ટીમે ભોજદે ગામે એક ફાર્મહાઉસ કે રિસોર્ટમાં દરોડો પાડીને અમદાવાદના 9 જુગારીઓ અને રિસોર્ટના મેનેજર સહિત કુલ 10 થી વધુ શખ્સોની અટકાયત કરી હતી.

2 લાખ રોકડ સાથે 6 લાખનો મુદ્દામાલ કબજે

10 લોકોની ધરપકડ સાથે એલસીબી ટીમે 2 લાખની રોકડ સાથે 6 લાખનો મુદ્દામાલ પણ જપ્તે કર્યો છે.

અમદાવાદમાં પણ જુગારધામ ઝડપાયા

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં પોલીસે ન્યુ રાણીપના કલાસાગર હાઇટ્સ ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. જેમાં રૂ. 38.15 લાખના મુદ્દામાલ સાથે ૮ જુગારીઓ પકડાયા હતા. તે ઉપરાંત તાજેતરમાં મનપસંદ જિમખાના ક્લબમાં પણ એક મોટું જુગારધામ ઝડપાયું હતું.

વધુ વાંચો : અમદાવાદની સિવિલમાં પગના સામાન્ય ઓપરેશનમાં યુવકનું મોત થતાં હોબાળો, સિક્યુરીટીએ કરી દાદાગીરી

સુરતમાં ફાર્મહાઉસમાં ચાલતી દારુ મહેફિલ ઝડપી

ગત રોજ સુરતના ડુમસ વિસ્તારના ફાર્મહાઉસમાં ચાલતી દારુની મહેફિલ પર પોલીસે દરોડા પાડીને 20થી વધુ લોકોની ધરપકડ કરી હતી.પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર અને વ્યસન મુક્તિ કેન્દ્રથી 50 મીટરના અંતરે આવેલા ફાર્મ હાઉસમાં યુવાનો દ્વારા બર્થ-ડે પાર્ટીના નામે યુવાન-યુવતીઓ દારુ પી રહ્યાં હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sasan gir bhojde icb raid gujarat news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ