બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના RTO સર્કલ પાસે યુવકની છરીથી હત્યા, પીઠમાં 15 ઘા વાગ્યાં, આંતરડું બહાર આવ્યું
Last Updated: 10:26 AM, 16 August 2026
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા RTO ચાર રસ્તા નજીક યુવકની છરીના ઘા મારીને હત્યા કરી દેવાતા ચકચાર ફેલાઈ હતી. મૃતક યુવકની ઓળખ અજય સાલ્વી તરીકે થઈ છે.
ADVERTISEMENT
યુવકને પીઠમાં ઊંડા ઘા
યુવકને પીઠમાં 15થી વધુ છરીના ઘા લાગ્યાં છે અને આરોપીઓએ એટલી ઘાતકી હદે છરી મારી કે મૃતકનું આંતરડું પણ બહાર આવી ગયું હતું.
ADVERTISEMENT
પોલીસ ચોકી સામે જ યુવક પર જીવલેણ હુમલો
ADVERTISEMENT
અજય સાલ્વીની પોલીસ સામે જ છરીના ઘા મારીને હત્યા કરી દેવાઈ હતી. પોલીસને જૂની અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા છે. હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં રાણીપ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ગુનો નોધી તપાસ શરૂ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.