બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભૂપેન્દ્ર પટેલનો 8 દિવસનો US-કેનેડા પ્રવાસ! 25 વર્ષ બાદ ગુજરાતના CMની સત્તાવાર વિદેશ મુલાકાત

ગુજરાત / ભૂપેન્દ્ર પટેલનો 8 દિવસનો US-કેનેડા પ્રવાસ! 25 વર્ષ બાદ ગુજરાતના CMની સત્તાવાર વિદેશ મુલાકાત

Published By: Nidhi Panchal

Last Updated: 11:10 AM, 16 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 17થી 24 ઓગસ્ટ દરમિયાન અમેરિકાના મહત્વપૂર્ણ પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસ દરમિયાન વિકાસ, રોકાણ અને આંતરરાષ્ટ્રીય જોડાણોને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ કાર્યક્રમો અને બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 17થી 24 ઓગસ્ટ સુધી અમેરિકાના સત્તાવાર પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિકાસ, રોકાણ અને આંતરરાષ્ટ્રીય જોડાણોને વધુ વેગ આપવા માટે અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે. વર્ષ 2002 બાદ અમેરિકાની મુલાકાત લેનારા તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે, જેના કારણે આ પ્રવાસને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

Cm-2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અમેરિકાની ધરતી પરના પ્રવાસનો પ્રારંભ રોબિન્સવિલ સ્થિત સ્વામિનારાયણ મંદિરથી થશે. મુખ્યમંત્રી સહિત ટીમ ગુજરાત અહીં સ્વામિનારાયણ મંદિરના દર્શન કરશે. આ પ્રસંગે ગુજરાતમાંથી જઈને અમેરિકામાં વસેલા હરિભક્તો સાથે મુખ્યમંત્રી સભા અને મુલાકાત પણ કરશે. આ કાર્યક્રમમાં પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી પણ વિશેષ ઉપસ્થિત રહેશે.

પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી વોશિંગ્ટન ડીસી

અમેરિકાના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી વોશિંગ્ટન ડીસી, ન્યૂયોર્ક અને સાન ફ્રાન્સિસ્કો જેવા મહત્વપૂર્ણ શહેરોની મુલાકાત લેશે. ઉપરાંત તેઓ કેનેડાના ટોરંટો શહેરની પણ મુલાકાત કરશે. પ્રવાસ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ઉદ્યોગ રોકાણકારો, ઈમર્જિંગ ટેકનોલોજી સેક્ટરના અગ્રણી પ્રતિનિધિઓ તેમજ ગુજરાતી સમુદાયના આગેવાનો સાથે મુલાકાતો યોજાશે.

ગુજરાતમાં નવા રોકાણની તકો ઊભી

મુખ્યમંત્રીના આ પ્રવાસ દરમિયાન ગુજરાતમાં નવા રોકાણની તકો ઊભી કરવા માટે અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે. રાજ્યમાં વધુ વિદેશી રોકાણ આવે અને નવી ટેકનોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે દિશામાં પ્રયાસ કરવામાં આવશે. ઈમર્જિંગ ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણી પ્રતિનિધિઓ સાથે યોજાનારી બેઠકોમાં નવીન ટેકનોલોજી, ઉદ્યોગ વિકાસ અને ભવિષ્યના સહયોગ અંગે ચર્ચા કરવામાં આવશે.

આ ઉપરાંત પ્રવાસ દરમિયાન વિવિધ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ વન ટૂ વન બેઠકો પણ યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રોકાણકારો અને વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે સીધી ચર્ચા કરશે. ગુજરાતમાં રોકાણની નવી સંભાવનાઓ, ઉદ્યોગ વિકાસ અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે આ બેઠકો મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો : અમદાવાદના RTO સર્કલ પાસે યુવકની છરીથી હત્યા, પીઠમાં 15 ઘા વાગ્યાં, આંતરડું બહાર આવ્યું

ગુજરાતી સમુદાય સાથેની મુલાકાતો પણ આ પ્રવાસનો મહત્વપૂર્ણ ભાગ રહેશે. અમેરિકા અને કેનેડામાં વસતા ગુજરાતીઓ સાથે મુખ્યમંત્રી સીધો સંવાદ કરશે અને રાજ્યના વિકાસમાં તેમના સહયોગ અંગે ચર્ચા કરશે. સમગ્ર પ્રવાસ દરમિયાન વિકાસ, રોકાણ, નવી ટેકનોલોજી, વૈશ્વિક સહકાર અને ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂત બનાવવાના પ્રયાસો પર વિશેષ ભાર આપવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel Gujarat CM America Visit

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ