બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અમેઠીનું 'લોહિયાળ યુદ્ધ', જ્યાં બ્રિટીશ સેનાને ત્રણ દિવસ રોકી રખાઇ, ગેઝેટિયરના પાનાઓમાં અંકિત છે 600 વીરોની શહાદત

Independence Day / અમેઠીનું 'લોહિયાળ યુદ્ધ', જ્યાં બ્રિટીશ સેનાને ત્રણ દિવસ રોકી રખાઇ, ગેઝેટિયરના પાનાઓમાં અંકિત છે 600 વીરોની શહાદત

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:20 PM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Independence Day: ઉત્તર પ્રદેશના અમેઠીનો કાદૂનાલા વન વિસ્તાર સ્વતંત્રતા સંગ્રામનો સાક્ષી છે. અંગ્રેજો સામેની લડાઈ દરમિયાન અહીં 600 વીર શહીદ થયા હતા.

ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના મુસાફિરખાના તહસીલમાં સ્થિત કાદૂનાલાનો જંગલ વિસ્તાર ફક્ત તેની કુદરતી સુંદરતા માટે જ પ્રખ્યાત નથી પણ દેશની સ્વતંત્રતા માટે વહેલા લોહીના દરેક ટીપાનો સાક્ષી પણ છે. આજે જ્યારે આખો દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે 1857 ની લોહિયાળ ક્રાંતિને યાદ કરવી હિતાવહ છે, જ્યાં ભાલે સુલ્તાનના રણબંકાઓએ અંગ્રેજોને મુશ્કેલમાં મુકી દીધા હતા.

આધુનિક શસ્ત્રો સામે 3 દિવસ સુધી અડગ રહ્યા 15,000 જવાન

ઇતિહાસના પાના અનુસાર માર્ચ 1858 માં બ્રિટીશ જનરલ ફ્રાન્ક્સના નેતૃત્વમાં બ્રિટીશ સેના આગળ વધી રહી હતી. કડુનાલા પુલની એક બાજુ આધુનિક તોપો અને બંદૂકોથી સજ્જ બ્રિટિશરો હતા, જ્યારે બીજી બાજુ ભાલાઓથી સજ્જ સુલતાનની નિર્ભય સેના હતી, જે પોતાની માતૃભૂમિ માટે મરવા માટે તૈયાર હતી.

બાબુ મોહમ્મદ હસન ખાનના નેતૃત્વમાં આ યુદ્ધનું સૌથી નોંધપાત્ર પાસું એ હતું કે હિન્દુ અને મુસ્લિમ અને રાજપૂત યોદ્ધાઓ અંગ્રેજો સામે ખભે ખભો મિલાવીને લડ્યા હતા. પોતાની અદમ્ય હિંમતથી લગભગ 15,000 બહાદુર ક્રાંતિકારીઓએ સતત ત્રણ દિવસ સુધી શક્તિશાળી બ્રિટિશ સેનાને એક ડગલું પણ આગળ વધતા અટકાવી હતી.

વિશ્વાસઘાતથી પરિસ્થિતિ પલટી ગઈ

યુદ્ધના ત્રીજા દિવસે તેમના જ લોકોના વિશ્વાસઘાતથી પરિસ્થિતિ પલટી ગઈ. બ્રિટિશ સેનાએ ક્રાંતિકારીઓને ચારે બાજુથી ઘેરી લીધા. અંગ્રેજો દ્વારા કરાયેલી ક્રૂરતા ભયાનક હતી. શહીદ યોદ્ધાઓના માથા કાપીને નજીકના કૂવામાં ફેંકી દેવામાં આવ્યા હતા.

સુલતાનપુર ગજેટિયરના આંકડાઓ અનુસાર, આ ભયંકર યુદ્ધમાં આશરે 600 ક્રાંતિકારીઓ શહીદ થયા હતા. મુખ્ય શહીદોમાં હલિયાપુરના અંગદ સિંહ, કમ્પાના રઘુવીર સિંહ, ઉમરાના હરિદત્ત સિંહ, જદૌરાઈના માધો સિંહ અને કોચીટના હિમાચલ સિંહનો સમાવેશ થાય છે. યુદ્ધ પછી દૌલત સિંહ અને શિવદત્ત સિંહ સહિત સેંકડો બહાદુર યોદ્ધાઓ ક્યા છે, શું થયુ તે અંગે કોઇ સબુત મળ્યા નથી.

"ભાલે સુલતાન" યોદ્ધાઓ કોણ હતા?

કહેવાતા ઇતિહાસ મુજબ "બ્રિટિશરો અને ભાલે સુલ્તાનો વચ્ચે કડુનાલા ખાતે એક ઐતિહાસિક યુદ્ધ થયું હતું. સલ્તનત કાળથી આ યોદ્ધાઓ હંમેશા હાથમાં ભાલા રાખતા હતા અને તેમની અપાર બહાદુરી માટે જાણીતા હતા. આ લાક્ષણિકતાને કારણે તેમને "ભાલે સુલ્તાની" કહેવામાં આવ્યા.

VTV Digital 1

આ પણ વાંચોઃ નેશનલ / સ્વતંત્રતા દિવસ સમારોહમાંથી ફરી ગાયબ થયા રાહુલ ગાંધી-ખરગે, સામે આવ્યું કારણ

હવે બન્યું "વેટલેન્ડ ઇકોસ્પોટ"

કાદુનાલા દક્ષિણ ભાગમાં સ્થિત "તેલિયા બુર્જ" નો ટેકરો હજુ પણ તે શહીદોની બહાદુરીની સાક્ષી આપે છે. તેમની યાદમાં અહીં "અમર શહીદ ભાલે સુલ્તાન મેમોરિયલ", એક વન ઉદ્યાન અને હરણ ઉદ્યાન બનાવવામાં આવ્યું હતું. ચાર-માર્ગીય હાઇવેના તાજેતરના બાંધકામથી પ્રભાવિત થયા પછી વહીવટીતંત્રે 'નમામી ગંગે યોજના' હેઠળ કાદુનાલાને એક સુંદર 'વેટલેન્ડ ઇકોસ્પોટ' તરીકે પુનઃવિકાસ કર્યો છે, જેથી ભાવિ પેઢીઓ આ પવિત્ર ભૂમિ પર આવી અને તેમના વીરોને નમન કરી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Independence Day Amethi Uttar Pradesh

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ