બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નેપાળી મહિલાઓની ગેંગ ઝડપાઈ, ઘરકામ માટે રાખતા પહેલાં ચેતી જજો, આવી રીતે કરતી ચોરી
Last Updated: 05:40 PM, 15 August 2026
આંતરરાજ્ય ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ બે નેપાળી મહિલાને આદિપુર પોલીસે ઝડપી પાડી છે.આરોપી મહિલા ઘરકામના બહાને પોશ વિસ્તારોના મકાનોમાં ઘૂસી વિશ્વાસ કેળવી ઘરફોડ ચોરીને અંજામ આપતી હતી.મહારાષ્ટ્રના પુણે, થાણે અને કર્ણાટકના બેંગ્લોર સહિત 6 જેટલી ઘરફોડ ચોરીના ગુન્હાઓનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે
ADVERTISEMENT

પોલીસે બે મહિલાઓને ઝડપી પાડી
ADVERTISEMENT
આદિપુરમાં ચાર મહિના પહેલા ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી કે નેપાળી મહિલાઓ આદિપુરની વિવિધ સોસાયટીઓમાં ઘરકામ માટે મકાન શોધી રહી છે. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બે મહિલાઓને ઝડપી લીધી..પકડાયેલી સલીના ધનબહાદુર શાહી અને રવીના ઉર્ફે વિવેક શાહી પાસેથી કુલ રૂ.1,85,790નો મુદ્દામાલ કબજે કરાયો છે.જેમાં સોનાની ડાયમંડ રિંગ, મોબાઈલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT
મહિલાઓની ચોરીની મોડસ ઓપરેન્ડી શું હતી
પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપી મહિલાઓ પહેલા ઘરકામની નોકરી મેળવી મકાન માલિકનો વિશ્વાસ જીતી લેતી.ત્યારબાદ પરિવારની હિલચાલ અને ઘરમાં રહેલા કિંમતી સામાનની માહિતી મેળવતી. પરિવાર બહાર જાય ત્યારે સાગરીતોને બોલાવી ઘરફોડ ચોરીને અંજામ આપતી..
ADVERTISEMENT

મહિલાઓએ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ કરેલ ચોરીનો ભેદ ઉકેલાયો
ADVERTISEMENT
મહિલા આરોપી ચોરીનો સોના-ચાંદીનો સામાન અને અન્ય વસ્તુઓ નેપાળ લઈ જઈ વેચી નાખતી હતી. જ્યારે રોકડ રકમ મોજશોખ, ફરવા અને ફ્લાઇટના ખર્ચમાં વપરાતી હતી. પોલીસ તપાસમાં આદિપુર ઉપરાંત પુણેમાં ત્રણ, થાણે અને બેંગ્લોરમાં એક-એક સહિત 6 જેટલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી દીધો છે.
આ પણ વાંચોઃ પશુપાલકો આનંદો, આ ડેરીએ કરી મોટી જાહેરાત, મળશે 10% ડિવિડન્ડ
ADVERTISEMENT
ત્રણ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા
આરોપી પાસેથી સોનાના ડાયમંડ રીંગ , નેપાળી ચલણ , રોકડ, મોબાઈલ સહિત કુલ 1,85,790 નો મુદ્દામાલ કબ્જે કર્યો. આ કેસમાં નેપાળના ભીમબહાદુર નરબહાદુર શાહી, વીરેન્દ્ર બહાદુર ઉર્ફે વિવેક શાહી અને ભીમબિર ઉર્ફે પ્રિન્સ બીરા શાહીની સંડોવણી ખુલી છે. ફરાર ત્રણેય આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.