બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પહેલગામ હુમલા બાદ PM મોદીનો પહેલો સવાલ શું હતો? અજિત ડોભાલે 'ઓપરેશન સિંદૂર' પર કર્યો મોટો ખુલાસો

નેશનલ / પહેલગામ હુમલા બાદ PM મોદીનો પહેલો સવાલ શું હતો? અજિત ડોભાલે 'ઓપરેશન સિંદૂર' પર કર્યો મોટો ખુલાસો

Published By: Pravin Joshi

Last Updated: 06:32 PM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલગામ આતંકવાદી હુમલા અને તેના જવાબમાં ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' ને લઈને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે ખુલાસો કર્યો છે.

22 એપ્રિલ 2025 ના રોજ થયેલા પહેલગામ આતંકવાદી હુમલા અને તેના જવાબમાં ભારત દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' ને લઈને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે કેટલાક મહત્વપૂર્ણ અને અણસાંભળેલા ખુલાસા કર્યા છે. ડૉક્યુમેન્ટ્રી સિરીઝ 'ડીક્લાસિફાઈડ' માં આપેલા એક ઈન્ટરવ્યુમાં અજિત ડોભાલે જણાવ્યું હતું કે પહેલગામ હુમલા બાદ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાનો પોતાનો પ્રવાસ અધૂરો છોડીને તરત ભારત પરત ફર્યા, ત્યારે તેમણે એરપોર્ટ પર જ NSA ને સૌથી પહેલો સવાલ પૂછ્યો હતો: "આ કોણે કર્યું છે? આના માટે કોણ જવાબદાર છે? મને આ માહિતી તાત્કાલિક જોઈએ."

ajit-doval-simple

ઓપરેશન સિંદૂરની યોજના અને આયોજન

અજિત ડોભાલે ઉમેર્યું કે વિશ્વ માટે ભારતનો સંદેશ સાવ સ્પષ્ટ છે—ભારતની ઉદારતા કે સહિષ્ણુતાને તેની નબળાઈ ગણવાની ભૂલ ન કરવી જોઈએ. ભારત જોખમ ઉઠાવી શકે છે અને પરિણામોની પરવા કર્યા વગર કડક પ્રહાર પણ કરી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતે નિર્ણય લીધો હતો કે આ સૈન્ય અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાન અને પાકિસ્તાન અંકુશિત કાશ્મીર (PoK) માં દુશ્મનોના એવા આતંકી કેમ્પોને નષ્ટ કરવાનો હતો જે પહલગામ હુમલા સાથે જોડાયેલા હતા. ભારત ઈચ્છતું હતું કે પાકિસ્તાની સેના એ વાત સારી રીતે સમજી લે કે આતંકવાદને તેનું સમર્થન અથવા આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં તેની અસમર્થતા ભારત માટે હવે અસહ્ય છે.

Operation Sindoor Ajit Doval PM Modi

મે 7 એ શરૂ થયું હતું ઓપરેશન અને મે10 એ સીઝફાયર

ઉલ્લેખનીય છે કે April 22 ના રોજ થયેલા પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. તેના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ May 7 ની સવારે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું અને પાકિસ્તાન તથા PoK માં આવેલા અનેક આતંકવાદી માળખાઓ પર સચોટ લક્ષિત હુમલા (Precision Strikes) કર્યા હતા. આ પછી પાકિસ્તાને ભારત પર હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના જવાબમાં ભારતે પણ સજ્જડ વળતો પ્રહાર કર્યો હતો. પરમાણુ શસ્ત્રોથી સજ્જ આ બંને પડોશી દેશો વચ્ચેનો આ સંઘર્ષ લગભગ 88 કલાક સુધી ચાલ્યો હતો અને May 10 ની સાંજે બંને પક્ષો વચ્ચે સમજૂતી થયા બાદ તેનો અંત આવ્યો હતો.

આ પણ વાંચોઃ બિઝનેસ / 1 શેર પર 2 શેર ફ્રી આપી રહી છે આ કંપની, બીજીવાર બોનસની કરી ઘોષણા

NSA અજિત ડોભાલે જણાવ્યું કે, "એકવાર કંઈપણ શરૂ થઈ જાય, પછી અમે કોઈપણ રાષ્ટ્રની સાર્વભૌમત્વ જાળવી રાખવા માટે જેટલે દૂર જવું જરૂરી હોય ત્યાં સુધી જવા તૈયાર છીએ. તેની કોઈ સીમા નથી, અમે આખરી લોહીના ટીપા સુધી લડીશું." તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે વડાપ્રધાન કહે છે કે 'ઓપરેશન સિંદૂર' હજુ પણ ચાલુ છે, ત્યારે તેમનો ઈરાદો એ છે કે આતંકવાદ સામેની આ લડાઈ ત્યાં સુધી ખતમ નહીં થાય જ્યાં સુધી છેલ્લા આતંકવાદીનો પણ ખાતમો કરવામાં ન આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

OperationSindoor PMModi AjitDoval

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ